Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ ૨૦૦૬ થી ૭ ૬૫૦ જેટ ઝવારે વહેલા જાગવું. જાગતા જ ‘નમો અરિહંતાણં' બોલવું. પથારી (ગાદલું) છોડી, નીચે બેસી શાંત ચિત્તે ૭-૮ નવકાર ગણવા. પછી વિચારો કે ‘હું કોણ ? હું જૈન મનુષ્ય-બીજા જીવોથી ઘણો વધારે વિકાસ પામેલો. માટે મારે શુભકાર્યરૂપ ધર્મ જ કરવો જોઈએ. તે માટે અત્યારે સારો અવસર છે'. ઊઠીને માત-પિતાને પગે લાગવું. પછી પ્રતિક્રમણ કરવું. તે ન બને તો સામાયિક કરવી, તે પણ ન થઈ શકે એમ હોય તો સકલ તીર્થ સૂત્ર બોલી સર્વ તીર્થોને ભાવથી વંદના કરવી. અને ભરહેસર સજ્ઝાય બોલી મહાન આત્માઓને યાદ કરવા. રાત્રિના પાપો માટે મિચ્છામી દુક્કડં કહેવું. પછી ઓછામાં ઓછું નવકારશી પચ્ચક્ખાણ ધારવું. પર્વતિથિ હોય તો બેઆસણું, એકાસણું, આયંબિલ વગેરે શક્તિ મુજબ ધારવું. દેરાસર ભગવાનના દર્શન કરવા જવું. ત્યાં પ્રભુના ગુણોને અને ઉપકારોને યાદ કરવા. ઉપાશ્રયે જઈ ગુરૂ મહારાજને વંદન કરવા, સુખશાતા પૂછવી, ભાત-પાણીનો લાભ આપવા વિનંતી કરવી, ધારેલું પચ્ચક્ખાણ કરવું. સૂર્યોદયથી ૪૮ મિનિટ પછી નવકારશી પચ્ચક્ખાણ પરાય, ૧/૪ દિવસ ગયે પોરિસી, ૧/૪ + ૧/૮ દિવસ જાય ત્યારે સાઢ પોરિસી, ૧/૨ દિવસ ગયે પુરિમુટ્ટ પચ્ચક્ખાણ પરાય. નવકારશીથી નરકગતિ લાયક ૧૦૦ વર્ષના પાપ તુટે. પોરિસીથી ૧૦૦૦ વર્ષના, સાઢ પોરિસીથી દસ હજાર વર્ષના, પુરિમુઢ અથવા બિયાસણાથી લાખ વર્ષના પાપો તૂટે છે. સ્નાન કરીને સ્વચ્છ જુદા કપડા પહેરીને હંમેશાં ભગવાનની પૂજા કરવી. પૂજા (ભક્તિ) કર્યા વિના ભોજન ન કરાય. પૂજા માટે બની શકે તો પૂજનની સામગ્રી (દૂધ, સુખડ, કેસર, ધૂપ, ફુલ, દીપક, વરખ, આંગીની અન્ય સામગ્રી, ચોખા, ફલ, નૈવેધ આદિ) ઘરેથી લઈ જવી જોઈએ. ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન - ઉપદેશ સાંભળવો. પ્રભુની વાણી સાંભળવાથી સાચી સમજણ મળે, શુભ ભાવના વધે, જીવન સુધરતું જાય..... h સાંજના સૂર્યાસ્ત થતા પહેલા જ જમી લેવું. શ્રાવકથી મહાપાપકારી રાત્રિભોજન ન થાય. જમ્યા બાદ દેરાસરે દર્શન કરવા, ધૂપપૂજા, આરતી, ઉતારવા, સાંજે પ્રતિક્રમણ કરવું. પછી ધાર્મિક વાંચવું - ભણવું - પાઠશાલાએ દરરોજ જવું. કદાપિ જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, નિંદા ન કરવી, બીડી - સિગરેટ ન પીવી, જુગાર ન રમવો, ઝઘડો ન કરવો, જીવદયા પાળવી, પરોપકાર કરતાં રહેવું. १५ www.jain itsary o

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52