Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 19
________________ Jain Education International આપણા વીતરાગ ભગવંતની દિવ્ય અને ભવ્ય પ્રતિમાઓ જેમાં હોય તેને જિનમંદિર કહેવાય. જિ. દેરાસર પણ કહેવાય. ભગવાનની પ્રતિમા ભગવાનના સ્વરૂપની આપણને ઝાંખી કરાવે છે. દરેક જૈને દેરાસર રોજ જવું જોઈએ. જિનમંદિર જવાનો ભાવ જાગતા (ઈચ્છા થતાં) એક ઉપવાસ જેટલો લાભ મળે છે. માટે ખૂબ ભાવોલ્લાસથી દેરાસરે જવું. ચાલતા કીડી વગેરે જીવ ન મરે, માટે નીચે જોઈને ચાલવું. જિનાલયના શિખરના દર્શન થતાં જ બે હાથ જોડી, સહેજ માથું નમાવીને ‘નમો જિણાણું' કહેવું. વળી ક્યારેય દેરાસર પાસેથી નીકળીએ ત્યારે એ જ રીતે ‘નમો જિણાણં’ બોલવું. જિનમંદિરમાં પેસતા સંસારના કાર્યો અને તેની વિચારણાનો ત્યાગ કરવા માટે ‘નિસીહિ' કહેવું. પછી પ્રભુને ફરતે પ્રભુની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા (પ્રભુજીને વચ્ચે રાખી ગોળાકારે સ્તુતિ બોલતા ફરવું તે) દેવી. એથી સંસારમાં ભમવાનું મટે. પછી પ્રભુજીની સામે અર્ધા નમી ‘નમો જિણાણં' કહેતાં, ભગવાનનું મુખ જોતાં જોતાં પ્રણામ કરવા,પછી ગદ્-ગદ્ (પ્રભુભક્તિથી સભર ભીના) સ્વરે સારી પ્રભુ-સ્તુતિ બોલવી અને ભાવના ભાવવી કે ‘અહો ! કલ્પવૃક્ષને ય ટપી જાય એવું, સંસારના દુઃખોનો નાશ કરનારૂં કેવું સુંદર પ્રભુદર્શન - વંદન કરવાનું સદ્ભાગ્યે મને મળ્યું છે’. પછી વાસક્ષેપ - ધૂપ-દીપ-સાથિયો કરી ચૈત્યવંદન કરવું. ન્હાઈને, પૂજાના કપડા પહેરીને ગયા હોઈએ ત્યારે સ્તુતિ કર્યા પછી ખેસના છેડાથી મુખકોશ બાંધી કેસર ઘસી લેવું. તિલક (ભાઈઓને બદામ આકારનો ચાંદલો, બહેનોને ગોળ ચાંલ્લો) કરી (પ્રભુપૂજા સિવાયના કાર્યોનો ત્યાગ કરવા રૂપ) બીજી નિસીહિ કહી ગભારામાં પેસવું. પ્રભુપ્રતિમા પર મોરના પીંછાઓથી બનેલ કોમળ મોરપીંછી ફેરવવી જેથી જીવજન્તુ દુર થાય. પછી મોટુ કપડું (કેસરપોથો - કેસર લૂછવા માટેનું) પાણીમાં પલાળી પ્રતિમા પરથી વાસી કેસર ઉતારી લેવું. ખૂણામાંથી કેસર ન નીકળે તો ધીમેથી વાળાકૂંચીથી સાફ કરવું. પછી કળશને બે હાથે પકડી પ્રક્ષાલ (અભિષેક) કરવો. પછી (મુલાયમ વસ્ત્રોના બનેલા) ત્રણ અંગલુછણાથી પ્રભુપ્રતિમાને સ્વચ્છકોરી કરવી. _s__ @ w (દે શ શ વિ પછી પ્રભુજીને ચંદન - બરાસનું વિલેપન કરવું, કેસર-સુખડથી નવ અંગે તિલકો કરવા, વરખ હોય તો છાપવા, બાદલુ - રેશમ- પુષ્પ - સોના ચાંદી - હીરા આદિના અલંકાર આદિથી અંગરચના (પ્રતિમાજીની શોભા) કરાય, કુલ ચડાવવા, ધૂપ-દીપક કરવા, ચામર, પંખો, દર્પણ આદિ ધરવા. પછી ગભારાની બહાર આવી, પ્રભુજીની સામે રહી, તેમનો જન્માભિષેક ઉત્સવ, રાજ્યાદિમાં પણ વૈરાગ્યમય અવસ્થા, દીક્ષાજીવન, તપસ્યા, તીર્થંકર અવસ્થા વગેરે ભાવવું. પછી ચોખાથી સાથિયો કરી, ફળ-નૈવેધ આદિ અર્પણ કરી ભાવપૂજા સિવાયના કાર્યોના ત્યાગરૂપ ત્રીજી નિસીહિ કહી ચૈત્યવંદન કરવું. ઘંટનાદ કરવો. For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52