Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 21
________________ (૧) ધૂત - જુગાર (૨) માંસાહાર (૩) દારૂ (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી અને (૭) પરસ્ત્રી-ગમન, એ છ વ્યસનો અશુભ કાર્યો એ ૭ મહાપાપકર્મ બંધાવનારા અને નરકમાં લઈ જનારા છે. જૈનોને તો એ સર્વ બાધા-નિયમથી સર્વથા બંધ હોય, નિયમ વિના (પાપ ન કરવા છતાં) પાપકર્મ બંધાયે જાય છે. વળી, જૈનથી અભક્ષ્ય ન ખવાય, કેમકે એમાં સૂક્ષ્મ અને ત્રસ (હાલતા-ચાલતા) જીવો બહુ હોય છે. એ ખાવાથી બહુ પાપ લાગે, બુદ્ધિ બગડે, શુભ કર્તવ્ય ન થઈ શકે. પરિણામે આ ભવમાં અને પરલોકમાં પણ બહુ દુઃખી દુઃખી થવું વ્ય પડે. સા ૭૩ ૭ સ ૨૦ ૨ ૪ ૪ – ભ માંસ, દારૂ, મધ અને માખણ (છાશમાંથી બહાર કાઢ્યા પછીનું માખણ) એ ચારે અભક્ષ્ય ગણાય છે. કંદ-મૂળ, લીલ-ફૂગ, વગેરે પણ અભક્ષ્ય છે. કારણ કે એમાં અનંતા જીવો હોય છે. તે સિવાય વાસી અન્ન, સંધાન (બોળ અથાણુંપાણીના અંશ સાથેનું અથાણું) વિદળ (કઠોળ) સાથે કાચા દહીં-છાશ, કુલફી, બે રાત પછીના દહીં-છાશ, તથા બરફ, બરફ ગોળા, આઈસ્ક્રીમ, કુલફી, કોલ્ડ્રીંકસ વગેરે પણ અભક્ષ્ય ગણાય. રાત્રિભોજન પણ ન કરાય. (જુઓ ચિત્ર-૧) તેમાં માંસ ખાનાર બળદ બન્યો છે અને કસાઈથી કપાઈ રહ્યો છે. Jain Education International (ચિત્ર - ૨) માણસ દારૂ પીને ગટરમાં પડ્યો છે, તેના પહોળા થયેલા મોઢામાં કુતરૂં પેશાબ કરે છે. (ચિત્ર-૩) મધપુડા પર અસંખ્ય જંતુઓ ચોંટીને મરે છે. માખીઓ વિષ્ટા વગેરેના અપવિત્ર પુદ્ગલો લાવી એમાં ભરે છે. વાઘરી ધૂણી ધખાવીને મધપૂડાને કોથળામાં મૂકે છે, એમાં ઢગલાબંધ માખીઓ મરે છે. (ચિત્ર-૪) માં માખણમાં તે જ વર્ણના (રંગના) અસંખ્ય જીવો સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope) દ્વારા દર્શાવ્યા (ચિત્ર-૫) માં રાત્રે ખાનાર બિલાડી, ઘૂવડ, ચામાચિડીયું વગેરે થાય છે. હોટલમાં અભક્ષ્ય હોય, અભક્ષ્યના ભેળસંભેળ (ભેળસેળ) હોય માટે હોટલ | લારી-ગલ્લા / ધાબાઓ પરનું ન ખવાય. ફાસ્ટફુડ વગેરે પણ ન ખવાય. (ચિત્ર-૬) માં ગરમ કર્યા વિનાના દહીં, છાશ કે દુધ કઠોળ સાથે ભળવાથી તત્કાળ અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. એવી રીતે વાસી નરમ પૂરી, ભાખરી, રોટલી-રોટલા, માવા વગેરેમાં તથા બરાબર તડકે તપાવ્યા વિનાના ૐ અથાણામાં (સંભેળ-બોળ અથાણું) અને બે રાત ઉપરના દહીં-છાશમાં પણ અસંખ્ય જીવો જન્મે છે, આથી એ બધું અભક્ષ્ય-ભક્ષણ ન કરવા યોગ્ય બને છે. છે. તથા કંદમૂળ, કાંદા, બટાટા, આદુ, લસણ, મૂળા, ગાજર, શક્કરિયા વગેરેમાં પણ કણે-કણે અનંતા જીવો છે. રિંગણ વગેરે પણ અભક્ષ્ય છે. ભેજથી ખાખરા-પાપડ વગેરે પર લીંલ-ફૂગ વળે એ પણ અનંતકાય છે. તેથી ન ખવાય. ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52