Book Title: Tattvagyan Balpothi Sachitra Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ યુો સુધી ઝળહળશે, ભુવનભાનુના અજવાળા... વીસમી સદીના જિનશાસનના ગગનમાં સૂર્યના જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્ત્વ હતું, ૫. પૂ. સકલસંઘહિતચિંતક, શાસનસેવાના અનેક કાર્યોના આધ પ્રણેતા, તપ - ત્યાગ - તિતિક્ષા - મૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાન, પૂજ્યશ્રીના વ્યક્તિત્ત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિમુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો, જીવન યાત્રાના કેટલાક માઈલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દિગ્દર્શન કરી લઈએ... સંસારી નામઃ- કાંતિભાઈ, માતાજીઃ ભૂરીબહેન, પિતાજીઃ ચિમનભાઈ જન્મઃ- સંવત ૧૯૬૭, ચૈત્ર વદ ૬, તા. ૯-૪-૧૯૧૧ - અમદાવાદ, વ્યાવહારિક અભ્યાસ : GD.A. - C.A. સમકક્ષ. દીક્ષા ઃ- સંવત ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪ ચાણસ્મા નાનાભાઈ પોપટભાઈની સાથે. વડી દીક્ષા ઃ- સંવત ૧૯૯૧, મહા સુદ ૧૦ ચાણસ્મા. પ્રથમશિષ્યઃ પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી પંન્યાસ) ગુરૂદેવશ્રી :- સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ગણિપદ સં. ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના, પંન્યાસપદ: સં. ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર. આચાર્યપદ: સં. ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ. ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિઃ સં. ૨૦૨૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિઃ સં. ૨૦૩૫, ફાગણ વદ ૧૩, તા. ૨૫-૩-૧૯૦૯, મુંબઈ. સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો ઃ આજીવન ગુરૂકુલવાસ સેવન, સંયમશુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમતા, તપ-ત્યાગતિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી પ્રજ્ઞા. શાસનોપયોગી અતિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા યુવાજનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન - પદાર્થ સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાનજીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દ્રશ્ય માધ્યમ(ચિત્રો)નો ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન - પ્રસાર, સંઘ - એકતા માટેનો પ્રચંડ પુરૂષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ - સૂત્ર - ચિત્ર આલ્બમ, ગુજરાતી - હિન્દી બાલપોથી, મહાપુરૂષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૭ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ. ના જીવન ચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ના જીવન ચિત્રો, થાણા - મુનિસુવ્રત સ્વામિજિનાલયમાં શ્રીપાળ - મયણાના જીવન ચિત્રો આદિ... પ્રિય બાબતો : શાસ્ત્ર - સ્વાધ્યાય ઘોષ, સાધુ - વાંચતા, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા - ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમજીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચન. તપસાધનાઃ વર્ધમાનતપની ૧૦૮ ઓળી, છટ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ આદિ, ફ્રૂટ, મેવો, મિષ્ટાન્ન આદિનો જીવનભર ત્યાગ.... ચારિત્ર પર્યાયઃ ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાયઃ ૨૦ વર્ષ, કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકોઃ ૧૧૪ થી વધુ. રવ હસ્તે દીક્ષાપ્રદાનઃ ૪૦૦ થી વધુ, સ્વહસ્તે પ્રતિષ્ઠાઃ ૨૦, સ્વનિશ્રામાં ઉપધાનઃ ૨૦, સ્વહસ્તે અંજનશલાકા ૧૨ કુલ શિષ્ય - પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર: ૩૮૦ કાળધર્મ સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, અમદાવાદ, のPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52