________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે બોલવા પહેલા આચરે છે અને પછીથી પિતાના આચાર પ્રમાણે બોલે છે, તે ઉત્તમ પુરુષ છે.
અત્યારથી જ એ પ્રમાણે જીવો કે પછી મૃત્યુ તમારી પાસેથી કંઈ જ છીનવી ન શકે.
કામ, ક્રોધ, લોભ અને અભિમાનના પીંજરામાંથી આપણે ધારીએ તો જરૂર મુક્ત બની શકીએ, કારણ કે આ કેદ આપણે પોતે જ ઊભી કરી છે અને આપણે ખુદ તેમાં કેદી બન્યા છીએ.
માનવીના ખોખલા મગજથી ઉત્પન્ન થતી માન્યતાઓ અને ધારણાઓ જ માનવીની સમસ્યા છે.
એ વાતને છોડી દો કે ક્યારેય બહારથી કાંઈક મળી શકે છે. કેઈને કયારેય ન તે મળ્યું છે અને ન મળશે, જેટલું માંગશે તેટલા જ દુઃખી થશે, તેટલા જ વિષાદ પેદા થશે.
જો તમે શાંતિ ચાહતા હો તે સંતોષી બને.
[૭]
For Private And Personal Use Only