Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ ३८ @ सूक्तोपनिषद् .३७ મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મવિનિગ્રહ અને ભાવસંશુદ્ધિ આ માનસિક તપ છે. -सूक्तोपनिषद् स्वल्पमप्यस्य धर्मस्य, त्रायते महतो भयात्। ધર્મનો અંશ પણ મોટા ભયથી બચાવે છે. ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायते। सङ्गात् सञ्जायते कामः, कामात क्रोधोऽभिजायते।। क्रोधात् भवति सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिभ्रंशात् प्रणश्यति।। વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તેમાં સંગ (આસક્તિ) થાય છે. સંગથી કામ લાગે છે. કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સમ્મોહ થાય છે. સમ્મોહથી સ્મૃતિવિભ્રમ થાય છે. સ્મૃતિભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી વિનાશ પામે છે. यथैधांसि समिद्धोऽग्नि भस्मसात् कुरुतेऽर्जुन !। ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात् कुरुते तथा।। હે અર્જુન ! જેમ પ્રબળ અગ્નિ ઈંધણોને ભસ્મસાત્ કરે છે. તેમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે. न हि ज्ञानेन सदृशं, पवित्रमिह विद्यते। तत्स्वयं योगसंसिद्धः, कालेनात्मनि विन्दति ।। જ્ઞાન સમાન પવિત્ર બીજું કાંઈ જ નથી. તેને કાળપરિપાકથી યોગસંસિદ્ધ આત્મા પોતે જ પોતાના આત્મામાં પ્રાપ્ત કરે છે. या निशा सर्वभूतानां, ___ तस्यां जागति संयमी। यस्यां जागर्ति भूतानि, सा निशा पश्यतो मुनेः। સર્વ જીવોની જે નિશા છે, તેમાં સંયમી જાગે છે.(જે વિષયમાં જીવો નિષ્ક્રિય છે તેમાં સંયમી સક્રિય છે.) અને જેમાં જીવો જાગૃત छ, गृत भुनिनी रात छे. तबुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः। गच्छन्त्यपुनरावृत्तिं, ज्ञाननिषूतकल्मषाः ।। માત્ર પરમાત્મામાં બુદ્ધિને પ્રતિષ્ઠિત કરનારા, પરમાત્મામય બની જનારા, પરમાત્મામાં એકનિષ્ઠ અને પરમાત્મામાં જ પરાયણ બને એવા આત્માઓ જ્ઞાન વડે પાપોને ખંખેરીને અપુનરાવૃત્તિ પદને पामेछ. [22]

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50