Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ @सूक्तोपनिषद् - -. ७९ यथासौ चेष्टते स्थाणी, निवृत्ते पुरुषाग्रहे। तथाचेष्टोऽस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ।।२२॥ ‘આ પુરુષ છે' એવો આગ્રહ છૂટી જવાથી એ ટૂંકા પ્રત્યે જેમ યથોચિત ચેષ્ટા કરે છે. તેમ શરીર વગેરેમાં ‘આ હું છું” એવી ભ્રાન્તિ છૂટી જવાથી હું યથોચિત ચેષ્ટા કરું છું. -सूक्तोपनिषद् प्रच्याव्य विषयेभ्योऽहं, मां मयैव मयि स्थितम्। बोधात्मानं प्रपन्नोऽस्मि, परमानन्दनिर्वृतम् ।।३।। હું વિષયોમાંથી મારી જાતને છોડાવીને મારા વડે જ મારામાં રહેલા પરમાનંદમય એવા જ્ઞાનસ્વરૂપનો સ્વીકાર કરીને રહેલો છું. क्षीयन्तेऽत्रैव रागाद्या स्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्, न मे शत्रुर्न च प्रियः ।।२५।। પરમાર્થથી જ્ઞાનસ્વરૂપ એવા મને જોનારા મારા આત્માના રાગાદિ દોષો અહીં જ ક્ષય પામે છે. તેથી કોઈ મારો સ્ત્ર નથી કે કોઈ મારો પ્રિય નથી. रागद्वेषादिकक्लौलै रलोलं यन्मनोजलम्। स पश्यत्यात्मनस्तत्त्वं, स तत्त्वं नेतरो जनः ।।३५।। રાગ-દ્વેષ આદિના કલ્લોલોથી જેનું મનરૂપી જળ અલોલ છે. (ચંચળ નથી), તે આત્માના સ્વરૂપને જુએ છે. તે આત્મા જ શુદ્ધસ્વરૂપ છે, બીજું કોઈ નહીં. मूढात्मा यत्र विश्वस्त स्ततो नान्यद् भयास्पदम्। यतो भीतस्ततो नान्य दभयस्थानमात्मनः ।।२९।। મૂઢ જીવ જે પત્ની, પુત્ર, સંપત્તિ વગેરે વિષે વિશ્વસ્ત છે (આ બધું મારા સુખ માટે છે એવો વિશ્વાસ ધરાવે છે) તેના સિવાય કોઈ જ ભયસ્થાન નથી. (સમગ્ર વિશ્વમાં તે જ તેના માટે ભયાનક છે.) અને તે મૂઢ જીવ જે તારક તત્ત્વોથી ગભરાય છે તેના સિવાય કોઈ આત્માનું અભયસ્થાન નથી. अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः। नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ।।३८।। જેના ચિત્તનો વિક્ષેપ છે, તેને અપમાન વગેરે લાગે છે. પણ જેના ચિતનો વિક્ષેપ નથી તેને અપમાન વગેરે કશું લાગતું નથી. [33] परत्राहम्मतिः स्वस्मा च्च्युतो बध्नात्यसंशयम्। स्वस्मिन्नहम्मतिश्च्युत्वा,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50