Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 44
________________ સૂeોપનિષદ્ - સાંભળ. ગગનમાં ઘણા વાદળાઓ છે, પણ તે બધા સરખા નથી. કેટલાંક વૃષ્ટિઓ વડે વસુંધરાને આપ્લાવિત કરી દે છે. અને કેટલાક ફોગટ ગર્જના જ કરે છે. માટે તું જે જે વાદળને જુએ, તેની તેની સામે દીનવચન ના કહીશ. -સૂpોનિષદ્ થઇ सौजन्यं यदि किं निजैः ? स्वमहिमा, यद्यस्ति किं मण्डनैः ?, सद्विद्या यदि किं धनैः ? अपयशो, यद्यस्ति किं मृत्युना ।। જો લોભ છે તો બીજા દુર્ગુણોનું શું કામ છે ? (આ એક જ દુર્ગુણ સત્યાનાશ કરવા માટે પર્યાપ્ત છે.) જો પિશુનતા છે તો પાપોનું શું કામ છે ? જો સત્ય છે, તો તપનું શું કામ છે ? જો મન પવિત્ર છે તો તીર્થનું શું કામ છે ? જો સૌજન્ય છે તો સગાવ્હાલાઓનું શું કામ છે ? જો નિજમહિમા છે તો શણગારોનું શું કામ છે ? જો સદ્વિઘા છે, તો ધનનું શું કામ છે ? અને જો અપયશ છે, તો મૃત્યુનું શું કામ છે ? | (અનુપુષ) चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं जीवितयौवनम् । चलाचले च संसारे, धर्म एको हि निश्चलः ।। લક્ષ્મી ચંચળ છે, પ્રાણો પણ ચંચળ છે, જીવન અને યૌવન પણ ચંચળ છે. આખો સંસાર અત્યંત ચંચળ છે, તેમાં એક માત્ર ધર્મ જ નિશ્ચલ છે. (રિવરિnt) यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः । यदा किञ्चित्किञ्चिद् बुधजनसकाशादवगतं तदा मूोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ।। જ્યારે હું અતિ અલભ્ય જ્ઞાન ધરાવતો હતો ત્યારે હાથીની જેમ મદાબ્ધ હતો, ‘હું સર્વજ્ઞ છું' એવો મારા મનમાં અહંકાર હતો. પણ જ્યારે વિદ્વાન જન પાસેથી થોડું થોડું શીખ્યો, ત્યારે મને ભાન થયું કે હું તો મૂર્ખ છું. અને તેથી તાવની જેમ મારો અહંકાર જતો રહ્યો. (વસત્તતિનવા) अम्भोजिनीवननिवासविलासमेव, हंसस्य हन्ति नितरां कुपितो विधाता । न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां, वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः ।। વિધાતા અત્યંત કુપિત થાય તો પણ તે હંસના પદ્મિની વનમાં નિવાસરૂપી વિલાસને જ હણી શકે. પણ ક્ષીર-નીરના વિવેકમાં તેની વિચક્ષણતાથી જે કીર્તિ પ્રસિદ્ધ છે, તેનું અપહરણ કરવા તો વિધાતા પણ સમર્થ નથી. (ગુરુ) त्वमेव चातकाधार, इति केषां न गोचरः ।। किमम्भोदवरास्माकं, कार्पण्योक्तिं प्रतीक्षसे ?।। કોને ખબર નથી કે તું જ ચાતકનો આધાર છે, હે શ્રેષ્ઠ જલધર ! હવે અમે તારી પાસે દીનતાથી જલ માટે કાકલૂદી કરીએ, એની રાહ કેમ જુએ છે ? (વરસી પડ ને ?) (શાર્દૂનવિદોfeતમ) लोभश्चेदगुणेन किं ? पिशुनता, यद्यस्ति किं पातकैः ?, सत्यं चेत्तपसा च किं ? शुचि मनो, यद्यस्ति तीर्थेन किम् ?। [44]

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50