Book Title: Sukrut Anumodna
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ છતાં સોની પર જરાયે રોષ કર્યા વિના પિતાના દુષ્ટ કર્મોની નિંદા કરતા કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા ! (૫૦) ધન્ય છે અવંતી સુકુમાલને કે જેઓએ ૩૨ કોડ સૌનેયા અને બત્રીસ રૂપવંતી સ્ત્રીઓને ત્યાગ કરી. રાતેરાત આર્યસહસ્તી મહારાજા પાસે જઈ દીક્ષા લઈ તેજ રાતના કચેરી વનમાં જઈ કાઉસ્સગ્ન. ધ્યાનમાં નિશ્ચળ ઊભા રહ્યા ત્યારે શિયાલણ દ્વારા આખું શરીર ચવાઈ જવા છતાં સમ્યગૂ સહન કરી નલિની ગુલ્મ વિમાનમાં પહોંચ્યા ! (૫૧) ધન્ય છે સતી શિરોમણિ સતાને જેણએ મહાન સંકટમાં પણ શીલની રક્ષા કરી જગતની સ્ત્રીઓને શીલને આદર્શ પૂરો પાડે ! (પર) ધન્ય છે સુભદ્રા મહાસતીને કે જેણએ શીલના પ્રભાવે સુતરના કાચા તાંતણાથી ચાયણી બાંધી કુવામાંથી પાણી કાઢી ચંપાનગરીનાં દ્વાર ઉઘાડ્યાં !' (૫૩) ધન્ય છે સતી શ્રેષ્ઠ મદનરેખાને કે જેણીએ શીલ રક્ષા ખાતર રાજમહેલને ત્યાગ કરી જંગલમાં ભાગી.. વિદ્યાધરે પિતાની પત્ની બનવા કહ્યું તે પણ સતીત્વથી. ચલિત ન બનતાં ભાગવતી પ્રવજ્યાનું શરણ લઈ સદ્ગતિ સાધી! (૫૪) ધન્ય છે રાવણને કે જેની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ ધરણેન્ડે વરદાન માગવા કહ્યું છતાં નિઃસ્પૃહ રહ્યો ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30