________________
રભાર પંચવિશતિા : જૈન શાસન માટે ગૌરવપ્રદ કહી શકાય તેવી ઘટના છે કે પ્રસિદ્ધ રત્નાકર પચ્ચીશી (ગુજ.) ની મૂળ સંસ્કૃત રચના થયા બાદ ૭૦૦ વર્ષ સુધી એક પણ ટીકારચના થઇ ન હતી અને આજે તે રચના થઇ છે. સંસ્કૃત રચના અને તેમાંય ટીકા રચના જેવા ક્લિષ્ટ વિષયો આ કાળમાં હવે દુર્લભ થઇ ગયાં છે ત્યાં એક વિદ્વાન મુનિવર ટીકા રચના કરે તે ખરે જ ગૌરવ લેવા જેવી ઘટના છે.
પૂ. પૂર્વાચાર્ય શ્રી રત્નાકર સૂ.મ.એ ૨૫ ગાથા પ્રમાણ રબાર પંચવિશતિજ્ઞા રચીને તેમાં દુષ્કૃતગહની સરવાણી વહાવી છે. તેની ઉ૫૨ ૩૦૦ થી અધિક શ્લોક પ્રમાણ મંગલમાલા” નામની ટીકા વિદ્વાન મુનિવરે લખી છે.
પૂ. મુનિરાજશ્રી ગુજરાતીના અચ્છા લેખક છે, કવિ છે તો સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ શ્રેષ્ઠ વિદ્વાન છે. તેમની વિદ્વત્તા અહીં પાનેપાને જોવા મળે છે. આ ટીકામાં સંદર્ભ ગ્રંથોની સૂચિ પણ ૨૫ ઉપર થવા જાય છે.
સંસ્કૃત નહીં જાણનારા અભ્યાસુ ગૃહસ્થાદિ વર્ગ માટે ટીકાનો ગુજરાતી ભાવાનુવાદ પણ આ ગ્રંથમાં રજૂ કરાયો છે તેથી ગ્રંથ વધુ ઉપાદેય બનશે. ઐતિહાસિક નિરીક્ષણ મુજબ રત્નાકર પચ્ચીસી પરના આ પ્રથમ ટીકા ગ્રંથનું સ્વાગત કરતાં સહજ અનુમોદનાની લાગણી થાય છે.
‘હૃદયપરિવર્તન’જુન-૨૦૦૯
૨૦૬૫, શ્રા.સુ.૯
રત્નાકર પચ્ચીશી ઉપર ટીકા લખી તે મળી. ટીકાની સંરચના આજના કાળમાં ફરી પાછી શરૂ થઇ રહી છે તે આનંદપ્રદ છે. ગ્રંથરચના હજી ચાલે છે. ટીકા રચના જલ્દી જોવા મળતી નથી. ટીકામાં ગ્રંથકારના આશય સુધી પહોંચવાનું હોય છે જે બધાને માટે સહજ હોતું નથી. પંન્યાસ જયદર્શનવિજય ગણી (હાલ આચાર્ય)