________________
વિ.સં. ૨૦૫૯, ફા.સુ.૩, થાણા વિજય કલાપ્રભસૂરિ તરફથી...
‘સ્તુતિનંદિની” મળી. ૧૨ વિભાગમાં સંગ્રહાયેલો ખજાનો ખરેખર મજાનો છે. ઘડી-બેઘડી એમાં નજર દોડાવીએ અને રોચક સ્તુતિઓનું પઠન-ગાન કરીએ તો હૃદય પ્રસન્ન બની જાય. તમારો પ્રયાસ અનુમોદનીય છે.
- દ. કલ્પતરૂવિજય (હાલ આચાર્યદેવશ્રી)
ફા.વ.૧ ૨૦૫૯, પાલેજ સ્તુતિનંદિની’ મળી. આજે જ મુમુક્ષુઓને આપી કંઠસ્થ કરવા ભલામણ કરું છું. સાધુ, સાધ્વી, મુમુક્ષુઓને વિશેષ ઉપયોગી બનશે.
- હિતરુચિની વંદના અવધારશો
ચૈત્ર સુદ-૧૪, ૨૦૫૯ ‘સ્તુતિનંદિની” પુસ્તક મળ્યું.
હજ્જારો સ્તુતિઓનો અતિ ઉત્તમ સંગ્રહ કરવામાં આવ્યો છે. જે ખૂબ મનનીય છે. સેંકડો શાસ્ત્રોના દોહન વડે આવો ગ્રંથ સંઘને ભેટ આપવા બદલ ખૂબ અભિનંદન.
- આ. રાજેન્દ્રસૂરિ સ્તુતિનંત્રિી : સ્તુતિના ક્ષેત્રે અવનવું ખેડાણ કરીને કોઇ નવી જ ક્ષિતિજને સર કરનારા સંકલન તરીકે જેને બિરદાવી શકાય એવું આ પ્રકાશન છે. હજારો પ્રતો - પુસ્તકોમાંથી ચૂંટી-ઘૂંટીને તારવેલી સ્તુતિઓ આ ગ્રંથમાં બાર વિભાગમાં વહેંચવામાં આવી છે. સ્તુતિઓ જે અનેક પ્રાચીન ગ્રંથોમાંથી ચૂંટી-ઘૂંટીને આમાં સંકલિત કરવામાં આવી છે તે ગ્રંથોની કર્તાના નામોલ્લેખપૂર્વકની સૂચિ જ ૧૬ પેજ જેટલી છે. ગ્રંથોની આ વિસ્તૃત નામાવલીને જોતા પૂ. મુનિશ્રી હિતવર્ધન વિ.મ.ના સંકલન પ્રયાસને સાગરનું મંથન કરીને અમૃત તારવવાના પુરુષાર્થ તરીકે વધાવી લેવાનું મન થયા વિના ન રહે. સેંકડો ગ્રંથોના હજારો પાના ઉથલાવ્યાં વિના જે સ્તુતિ સંચય ઉપલબ્ધ ન થાય એવી ઉપલબ્ધિ આ એક જ પ્રકાશન દ્વારા સંઘ સમક્ષ પ્રસ્તુત કરનારા પૂ. મુનિશ્રીને શત-શત અભિનંદન !
- “કલ્યાણ' ફેબ્રુઆરી-૨૦૦૩