Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 7
________________ અને તેના વચનની ચમત્કૃતિ વર્ણવી ગાથાત (ધાતુ) પ્રક્રિયાનાં બીજાંપાદનો રૂપ દર્શાવ્યાં છે. આ પ્રમાણે પ્રથમ ભાગનું અવલોકન કરતાં જણાય છે કે, આ કાવ્યની ઉત્કૃષ્ટતા કંથાગ્ય અને મધુર શબ્દ રચનામાં રહેલી છે. એટલું જ નહીં પણ ચરિત્રના સત્ય વિષયની રસજ્ઞતામાં, ઉમદા અને ઉન્નત ભાવોમાં અને વ્યાકરણ પક્ષને અવલંબી તે ભાનું પ્રતિપાદન કરવાની સ્વાભાવિક કેમલ તથા જૈને શિલીની રીતિમાં પણ આ કાવ્યની ઉત્કૃષ્ટતા રહેલી છે. આ મહાકાવ્યના કર્તા શ્રી જિનપ્રભસૂરિ શ્રી જિનસિંહસૂરિના શિષ્ય હતા. શ્રી જિનસિંહસૂરિ લધુ ખરતરગચ્છના સ્થાપક અને શ્રી જિન વલ્લભસૂરિના શિષ્ય હતા. શ્રી વિક્રમ સંવત ૧૩૩૫ ના વર્ષમાં તેમણે આ ગ્રંથ રચેલે છે. તે મહેપકારી સૂરિવર્ષે અનેક ગ્રંથ રચેલા છે. જેવા તે ગ્રંથકાર હતા, તેવાજ ઉત્તમ ટીકાકાર હતા. ભયહરસ્તોત્ર તથા નંદીષેણ આચાર્યના રચેલા અજિતશાંતિ તવબનપર તેઓએ સુબોધક ટીકા કરેલી છે. સૂરિમંત્રપ્રદેશ વિવરણ, તીર્થંક૯પ, પચપરમેષ્ટિસ્તવ, સિદ્ધાંતાગમસ્તવ વિગેરે અનેક તેત્ર કાવ્ય ચમત્કૃતિવાલા તેમણે રચેલાં છે. તેઓને સ્તોત્રકાવ્ય કરવા ઉપર ઘણી પ્રીતિ હતી. તેમને એ નિયમ હતું કે, હમેશા એક નવીન સ્તોત્ર રચીને જ આહારપાણ કરવાં. આ ગીંદ્ર કવિની પાસે ઘણુ મુનિઓ અભ્યાસ કરતા અને ઉત્તમ ગ્રંથકારોને તે પોતાની કુશાગ્ર બુદ્ધિની સહાય આપતા હતા. ન્યાયતંદલિપંજિકાના કર્તા રશેખરસૂન રિએ આ સૂરિરાજની પાસેઅભ્યાસ કર્યો હતે. શ્રી હેમચંદ્રસૂરિએ કરેલી અન્ય વ્યવચ્છેદિક નામની બત્રીશી ઉપર શ્રી મલ્લિષેણસૂરિએ જે સ્યાદ્વાદમંજરી નામે ટીકા રચેલી છે, તેમાં આ સમર્થ વિદ્વાને ઘણુ સહાય આપી હતી, જેને માટે શ્રી મલ્લિણ સૂરિએ તે રથલે જણાવેલું છે. આ શ્રેણિચરિત્રની પ્રશસ્તિમાં પિતાને સંક્ષિપ્ત વૃત્તાંત આપી ગ્રંથકાર પિતાનું નામે જિનપ્રભ એવું ગોઠવી એક ચિત્ર કાવ્ય આપે છે અને તેમાં શ્રી શાંતિનાથ પ્રભુની સંતુતિ કરે છે. તે શ્લેક નીચે પ્રમાણે છે— तत्चत्कर्मपरा जितिक्षमगिरं भव्यांबुजाहस्करं वंदेविष्टपमा ननीयमचिरासूनुं सतां कामदम् । सच्चारित्रनिधि प्रभावमथितारिष्टं जिनं व्येनसं संसारे जहरिं वरेण्यसमतारंगं विदंभौजसम् ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 256