Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 5
________________ प्रस्तावना. શ્રીજિનાગમ રૂપ કલ્પવૃક્ષ નવપલ્લવિત થઈ આ ભારતવર્ષ મr જ્ઞાનાત્મક શીતલ છાયાને પ્રસાર કરી રહેલ છે. દ્રવ્યાનુયેગ, ચરણકરણનુયોગ, ગણિતાનુગ અને કથાનુગ એ ચાર શાખાએથી તે દેદીપ્યમાન છે. ચરમતીથિંકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી જૈનદર્શનમાં થયેલા મહા ધુરંધર આચાએ એ પવિત્ર કલ્પવૃક્ષની છાયાને આશ્રય લઈ પિતાની પાછલ થનારાઓના ઉપર અનુગ્રહ કરવા માટે અનેક અપૂર્વ ગ્રંથ રચેલા છે, જેઓ માંહેલે આ એક અપૂર્વ, ચમત્કૃતિ ભરેલે શિક્ષણરૂપ કાવ્યગ્રંથ છે. સંસ્કૃત વ્યાકરણની વ્યુત્પત્તિ સંપાદન કરનારા અભ્યાસીઓ કોઈ કથાનુગ ના રસિક વિષય દ્વારા પિતાનું વ્યાકરણ જ્ઞાન વધારી દૃઢ કરી શકે અને વ્યાકરણના સિદ્ધ રૂ૫ના ઉદાહરણોની છાપ તેમના હૃદય ઉપર અસરકારક કૃતિઓથી પાડી શકે તેવા ઉત્તમ હેતુનું અવલંબન કરી આ ગ્રંથ લખવામાં આવે છે. આ સમર્થ ગ્રંથકારે કાવ્યગત વ્યાપારનું એકત્વ, લક્ષણનું એક ધારાપણું અને કાવ્યકલાના ક્રમ તથા નિયમને સંપૂર્ણ રીતે જાળવી પિતાના ઉદેશને સફલ કર્યો છે; તે સાથે જિન શાસનની મહત્તા દેખાય તેમ ધાર્મિક સત્પાત્રોને ચિતાર આપી કાવ્ય વસ્તુને ખીલાવી છે. કાવ્યનો મુખ્ય નાયક ધાર્મિક લઈ તેને અંગે તે રસ, સુંદર કથારૂપ રચના, લક્ષાકર્ષક રૂપકે, વણસોંદર્ય, શબ્દ અને વિચારમાં રહેલ પવિત્ર ઉત્સાહ અને શક્તિ એવી દશાવી છે કે, જે પાઠકના હૃદયને સાનંદાશ્ચર્ય કરે છે. પ્રસંગે પ્રસંગે શાંતદેશના પ્રવાહ ચલાવી અભ્યાસીના હૃદયમાં સંગરંગનું દર્શન કરાવે છે. વળી વિશેષ ખુબી એ છે કે, વ્યાકરણના નિયમસિદ્ધ રૂપ દર્શાવતાં તેના અને સલ અર્થને અનાદર ન થાય તેમ કથા પ્રવાહને ચલાવે છે અને તેમાં પુનરૂક્તિ દેષ, કર્ણ કઠોર શબ્દો, ગૂઢપદે કે કૃત્રિમ વક્રતા આવતી નથી. તેના સઘળા શબ્દ અભ્યાસીને વિચાર કરવાને પ્રેરે છે અને તેના સધલા વિચારોનું વલણ પઠન કે શ્રવણ કોને ધાર્મિક અને સદ્ગણું બનાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 256