________________
[૨૨].
પ્રતિષ્ઠાને અહેવાલ ઉત્થાપન અને વિરોધ આ ઉત્થાપન-વિધિ કરવાનું મુહૂર્ત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કાઢી આપ્યું હતું. એ પ્રમાણે વિ. સં. ૨૦૨૦ના શ્રાવણ સુદિ ૩, તા. ૧૦-૮-૧૯૬૪ ને સોમવારના રોજ આ વિધિ કરવાનું હતું અને એ માટેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પણ આ વિધિ કરવામાં આવે તે પહેલાં જ પાલીતાણાના સંઘે તથા બીજા કેટલાક મહાનુભાવોએ પણ આ વાતને વિરોધ કર્યો, એટલે એ વખતપૂરત એ વિધિ મોકૂફ રાખવામાં આવ્યા. દરમ્યાનમાં, કેટલીક સમજાવટ કરીને તેમ જ જરૂરી ખુલાસા આપીને, પેઢીના સંચાલકે એ વાતાવરણને શાંત કરવાને અને શ્રીસંઘને વરસ્તુસ્થિતિથી માહિતગાર કરવાને સફળ પ્રયત્ન કર્યો. પરિણામે, પંદર દિવસ બાદ બીજું મુહૂર્ત આવતું હતું તે દિવસે, શ્રાવણ વદિ ૩, તા. ૨૬-૮-૧૯૬૪ ને બુધવારના રોજ, મોટી ટ્રકમાંથી ૧૭૦ જિનપ્રતિમાઓનું વિધિપૂર્વક ઉત્થાપન કરવામાં આવ્યું; અને એ પ્રતિમાઓને, એમનાં દર્શન-પૂજન સારી રીતે થઈ શકે એવા બીજા યોગ્ય સ્થાનમાં પધરાવવામાં આવી.
આ પછી આની સામે ફરી પાછી વિરોધની લાગણી જાગી ઊઠી. પેઢીના ટ્રસ્ટીઓએ આ વખતે પણ એને સમયસર શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નને અને છેવટે એ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું કે અત્યારે પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ પરદેશ ગયેલા છે, એટલે તેઓ પરદેશથી પાછા ફરે તે પછી આ પ્રશ્ન એમની લવાદી પર છોડવો.
- વસ્તુસ્થિતિ સમજાવતું નિવેદન આ દરમ્યાન ભાવનગરથી પ્રસિદ્ધ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૯-૯-૧૯૯૪ ના અંકમાં આ પ્રકરણ સંબંધી વસ્તુસ્થિતિની શ્રીસંઘને જાણ કરતું એક નિવેદન પેઢી તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું.
આ પછી ચારેક અઠવાડિયાં બાદ, શેઠશ્રી કસ્તુરભાઈ ઓકટોબરના બીજા અઠવાડિયાને અંતે દેશ પાછા ફર્યા ત્યારે, ઉસ્થાપન વખતે ક્ષુબ્ધ બનેલું વાતાવરણ સારા પ્રમાણમાં શાંત પડી ગયું હતું. પણ તેઓ તે આ પ્રશ્ન સામેના વિરોધને ધરમૂળથી શાંત કરવા માગતા હતા; અને ઉતાવળ કરીને કોઈ કામચલાઉ કે ઉપરછલ્લું સમાધાન એમને કરવું ન હતું; કારણ કે, જે કારણને લીધે ૧૭૦ જેટલાં પ્રતિમાઓનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું તે જ કારણસર, હજી લગભગ એથી બેગણું પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવું જરૂરી હતું. તેથી આ કાર્ય સામે શ્રીસંઘમાં ફરી પાછો વિક્ષેપ ન જાગે અને બધું કાર્ય સરળતાથી પાર પડે એવી પાકી ગોઠવણ કરીને જ તેઓ આગળ વધવા ઇરછતા હતા. એટલે એ જ વર્ષના (સને ૧૯૬૪) ડિસેમ્બર માસના બીજા અઠવાડિયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org