Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 232
________________ [17] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં 504 જિનેશ્વરભગવંતનાં બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્માનુરાગી શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળાને અભિનંદનપત્ર ધર્માનુરાગી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળા ! વિ. સં. ૨૦૩ર મહા સુદ 7 શનિવાર, તા. 2-76 ના રોજ શ્રી શત્રુંજય ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય તેમાં વિધિવિધાન, વૈયાવચ્ચ અને જલયાત્રાના વરઘોડાની સફળ કામગીરી તમારા અવિરત પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે. તમને ધાર્મિક સંસ્કાર અને વૈયાવચને ગુણ વારસાથી મળે છે. તે ગુણને પૂર્ણ રૂપે આ વખતે થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારથી બાર વાગ્યા સુધી અને બપોર પછી ત્રણથી પાંચ સુધી સાધુ ભગવંતને વહોરાવવાના અને વૈયાવચ્ચના કાર્ય દ્વારા પૂર્ણ રૂપે જોવા મળે છે. તદુપરાંત વિધિવિધાન અને પ્રતિષ્ઠાના વરઘોડાની સફળ કામગીરી તમે સુંદર રીતે બજાવી છે. વિધિવિધાન માટે આવેલા વિધિકારે, ઉત્સવની ઉજવણી જેનાથી પ્રસિદ્ધિ પામી તે માટે પધારેલા પત્રકારે, પ્રતિષ્ઠા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે જુદે જુદે ઠેકાણેથી ધર્મતમન્નાથી કાર્યમાં રોકાયેલા સ્વયંસેવકો–આ બધાની સુવિધા સાચવવાના રસોડાની વ્યવસ્થા તમે સંભાળી છે અને તે દ્વારા ઉજવણીના જુદા જુદા વિભાગના સંચાલનમાં તમે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર સારી રીતે ઊજવાયો તેમાં તમારી સેવા ગણનાપાત્ર છે. પાલીતાણામાં ઉત્સ તે ઘણું થાય છે, પણ આ વખતે જે અભૂતપૂર્વ શાનદાર વરઘડે, પ્રતિષ્ઠા મહોત્સવને પ્રતિષ્ઠા અપાવે તે જે નીકળ્યો તે તમારા પરિશ્રમ અને સેવાભાવનાને આભારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232