________________
પરિશિષ્ટ ૪: શેથ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન
[૧૭૧] નિર્માણ થયેલ જિનપ્રસાદનું પ્રતિષ્ઠા મુહૂર્ત નક્કી થયું ત્યારથી મહોત્સવ પૂરે થયે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઊજવાય તે માટે તમે હંમેશા દત્તચિત્ત રહ્યા છો.
સ્વ. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિનદનસૂરીશ્વરજી મહારાજે સપરિવાર અમદાવાદથી પાલીતાણું તરફ વિહાર કર્યો અને તગડી મુકામે અણચિંતવ્યા તેઓશ્રી કાળધર્મ પામ્યા ત્યાં સુધી પ્રતિષ્ઠા માટે જતા સાધુ ભગવંતની અને ત્યાર બાદ પ. પૂ. આ. કસ્તુરસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. દેવેન્દ્રસાગરસૂરિજી મ. આદિ મુનિભગવતેની તમે ખડે પગે વૈયાવચ્ચ કરી છે અને વિહાર દરમિયાન આચાર્યાદિ મુનિભગવંતને કઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમે ઘણી કાળજી રાખી છે. કાર્યકુશળ ભક્તિશીલ ધર્માનુરાગી ફૂલચંદભાઈ!
પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર સફળ ઉજવણીમાં સાધુ-સાધ્વી મહારાજેની ભક્તિ, સુંદર રીતે તમામ વિધિવિધાનનું નિયત સમયે સંચાલન, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉછામનું બેલાવવામાં તમન્ના અને શાનદાર વરઘોડાનું સંચાલન એ સર્વ તમારા પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે. - કેવળ તમે જ નહિ, પણ તમે, તમારા પુત્ર, પુત્રવધૂઓ અને સકળ પરિવાર આ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યમાં ઓતપ્રેત રહ્યો છે.
તમારી ધર્મભક્તિ વર્ષો જૂની જાણીતી છે, પરંતુ આ પ્રતિષ્ઠા મહોત્સવની સફળતામાં તમે તમારે અદ્વિતીય ફાળો આપી લેકેને ધાર્મિક ભક્તિ પ્રત્યે આકર્ષી ધર્મસન્મુખ બનાવ્યા છે.
* શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે સુંદર પ્રતીતિ કરાવી છે.
અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક તમને દીઘાયું ઈચ્છી આ અભિનદનપત્ર સમર્પણ કરીએ છીએ.
વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. –૩–૭૬
લી. કસ્તુરભાઈ લાલભાઈ
પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org