Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 226
________________ [ ૧૮ ] પ્રતિષ્ઠાના અહેવાલ વિ. સ. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રાજ જે સુંદર અને શાનદાર રીતે ઊજવાયા તે તમારી કાર્યદક્ષતા, પરિશ્રમ અને યાજનાશક્તિને આભારી છે. તમે કેઈ વર્ષોથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યા ભાગ લા છે તે જાણીતુ છે. આ ઉત્સવની ભાજનવ્યવસ્થામાં તમે ખૂબ પરિશ્રમ, દૂરંદેશી અને કાર્ય કરવાની અજોડ શક્તિ ખતાવી તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર દીપી ઊઠયા, તે તમારી કુશળતાને આભારી છે. અવિરત પશ્રિમશીલ સેવાભાવી બાબુલાલ ! ભાજનવ્યવસ્થાનુ કા તમને સેાંપાયા પછી તમે તું તે કાર્ય કેમ સુંદર સાંગેાપાંગ પાર પડે તે માટે પંદર પંદર દિવસ સુધી, રાત અને દિવસ, સતત પરિશ્રમ કર્યાં છે. તમે સ્વચ્છ ભાજનસામગ્રી, સ્વચ્છ વાસણા, સુંદર મડપ, રસાયા, નાકા વિગેરે તમામ સાધના વિદ્યવેગે એકઠાં કર્યાં. હજારો માણસ જમે છતાં ખિલકુલ સ્વચ્છ મંડપ અને ઘોંઘાટ વિના ઉષ્ણ ભાજન પીરસાય, કાઈ ચીજની ખામી ન રહે તેવી સુંદર વ્યવસ્થાવાળી છ છ નવકારશીઓ આપની રાહબરી નીચે થઇ. આવી નવકારશીએ પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ નિહાળેલ છે. આ નવકારશી જમણની સુંદર વ્યવસ્થા તમારી યાજનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે. ધીકતા વ્યવસાય અને અનેક કામગિરિ છતાં તે સર્વને પંદર દિવસ માટે છેડી તમે પાલીતાણાના નગરશેઠના વંડાના રસોડાને તમારું રહેઠાણુ મનાવી નવકારશી જમણની સુંદર વ્યવસ્થા દ્વારા આખા પ્રતિષ્ઠા ઉત્સવને સુંદર કીર્તિ અપાવી છે. જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજ્જવળ છે તેની તમે સુદર પ્રતીતિ કરાવી છે. અમે તમારી સેવાને ખિરદાવવા સાથે ઉત્તરાત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યા તમારા હાથે થાઓ તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક દીઘાર્યું ઇચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. લી. કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણુંદજી કલ્યાણજી વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ. તા. ૭-૩-૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232