Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 211
________________ પરિશિષ્ટ ૩ અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [૫૩] છે અને “આદીશ્વર ભગવાનની જય” એ બેલસૂત્રના પડઘા અને પડછંદા આખી ગિરિમાળામાં પડી રહ્યા છે. હું આ સમાચાર લખી રહ્યો છું ત્યારે શત્રુંજય નૂતન જિનાલય પ્રતિષ્ઠા અને આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શહેરમાં અભૂતપૂર્વ વરઘોડો નીકળે છે, અને શ્રી અને શેભાને જાણે મહેરામણ છલકાય છે. પરદેશી પ્રવાસીઓ તેમ જ પત્રકારે આવા વરઘોડાને જોઈને આનંદ અનુભવે છે. પાલીતાણા ખાતે ગિરિરાજ શત્રુંજય ઉપર આજે જૈનાચાર્ય શ્રીમદ કસ્તુરસૂરીશ્વરજીના પુણ્ય હસ્તે બાવન જિનાલમાં પ૦૪ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ મહારાજે તથા સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં તથા આશરે ૩૦૦૦૦ માણસોએ નવકારશી (જમણ)નો લાભ લીધો હતો. આ અપૂર્વ એવા પ્રતિષ્ઠા મહોત્સવની તમામ વ્યવસ્થા પાછળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સમાજના અગ્રેસરોએ ઘણી જ જહેમત ઉઠાવી હતી. (તા. ૮-૨-૭૬) શ્રી શત્રુંજય મહાતીર્થ યુગોના યુગથી માનવીની શ્રદ્ધા અને ભક્તિને જાગૃત કરી પિતાના આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવવાની પ્રેરણા આપે છે. પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપર નવનિર્મિત જિનાલયમાં ૫૦૭ (૫૦૪) જિનપ્રતિમાઓની મંગળવિધિ તા. ૭–૨–૭૬ના થયેલ. આ પ્રસંગને વિરોધ પણ થયેલ, છતાં સારી રીતે ઉજવણી થયેલ છે. મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે ડું રાખવામાં આવેલ. આ ડેમાં નાના બાળકથી મોટા સુધીનાને લાભ મળેલ છે. તા. ૭-૨-૭૬ ના રોજ સવારના ૮-૩૬ મિનિટે આ વિધિ શત્રુંજય પર્વત ઉપર થયેલ. આ પ્રસંગે દેશ-વિદેશથી જૈનો-જેનેરો આવેલ. એક અંદાજ મુજબ આ પ્રસંગે ૨૫ હજારથી પણ વધુ યાત્રિકો આવેલ. આ પ્રસંગે અખબારી પ્રતિનિધિઓ તેમ જ ફેટેગ્રાફર પણ ઠેરઠેરથી આવેલ હતા. પાલીતાણામાં જાતા આ મહાન પ્રસંગને અનુલક્ષીને તમામ કતલખાના બંધ રહેલાં હતાં. (તા. ૯-૨-૭૬). લોક રાજ, ભાવનગર - આખું પાલીતાણા હવે જૈન યાત્રિકના આગમનથી અને પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીથી ગાજી રહ્યું છે, તેમ કહીએ તે અતિશયોક્તિ નથી. બે દિવસથી સકળ જૈનો માટે નકારી જમણ શરૂ થયાં છે તે આઠમ સુધી ચાલુ રહેશે. પાલીતાણાના તથા આસપાસનાં ગામના જૈનો તેમ જ તમામ યાત્રિકે આઠ દિન સુધી રેજ મફત મિષ્ટ ભજન પામશે. સરકારે સાતમના દિને કતલખાના બંધ રાખવાનો હુકમ કર્યો છે, તેથી જેનોમાં આનંદની લાગણી ઊછળી છે. (તા. ૫-૨-૭૬). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232