Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 217
________________ પરિશિષ્ટ: ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ છે [૧૫] સ્વામીની પ્રતિમા પધરાવવાની મળે. બીજા ભાઈની ભાવના શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાજી પધરાવવાની હતી. આ ત્રણેય પુણ્યશાળીઓ માટે ચિઠ્ઠી ચમત્કારી બની રહી. તેઓએ જેવી ભાવના ભાવી તેવી તેમને સિદ્ધિ મળી. તો ઘેર ઘેર ભીખ માંગીશ ગરીબથીય ગરીબ ઘરની એ બહેન. ઘરમાં ચૂલે ભાગ્યે જ નિયમિત બે ટક સળગે. બીજાના ઘરે કામકાજ કરે તેય ટે. સાધર્મિક ભક્તિનું મળે તોય તૂટે. સદભાગ્યે તેનું ફેમ લાગ્યું. ઘણાએ કહ્યું : બાઈ! તું આ ભગવાન અમને આપી દે, તારી આ હેસિયત નથી. બહેને કહ્યું : જરૂર પડશે તે ઘેર ઘેર ભીખ માંગીશ; ચાર વધુ ઘરે વાસણ માંજશ પણ આંગણે આવેલા ભગવાનને પાછા નહિ કાઢું. આ પ્રતિમાજી તે હું જ પધરાવીશ. નસીબની બલિહારી | સામાન્ય સ્થિતિને એ માણસ. આડશીપાડોશીઓ અને મિત્રએ આગ્રહ કર્યો? ભાઈ! તું પણ ફેમ ભર ને.” “મારું એ ગજું નથી.” એણે વારંવાર કહ્યું. છેવટે મિત્રોના આગ્રહથી રૂ. ૨૫૧નું ફોર્મ ભર્યું. આ ભાઈની પત્નીએ તે પતિને પૂછડ્યા વિના જ ફોર્મ ભરી દીધું! આ સાથે જ ' એક જ દિવસે બીજાં દસેક ફેમ તેના મિત્રોએ ભર્યા. પણ આ તો ભાગ્યની વાત છે. ન પત્નીનો નંબર લાગે, ન દસેક ફોર્મ ભરનારાઓને. નંબર એને જ શુકનવંત સાબિત થયું કે જે ફોર્મ ભરવા સતત ના ના પાડતો હતો ! “જૈન સાપ્તાહિક, ભાવનગર, તા. ૧૪–૨–૭૬ ઐતિહાસિક ઉત્સવ–ગિરિરાજ શત્રુંજય ઉપર થનાર પ્રતિષ્ઠાના પાવન પ્રસંગની પ્રતીક્ષા ઘણા વખતથી થઈ રહી હતી. સમયના વહેવા સાથે એ અવસર આવી પણ પહોંરયા અને ઉલ્લાસભરી ઉજવણી સાથે, અનેક મધુર સ્મરણે મૂકીને, વીતી પણ ગયો. કાળના પ્રવાહને આવતાં અને પસાર થઈ જતાં કેટલી વાર લાગે છે ! તેમાંય સુખદ અને આનંદદાયક પ્રસંગે તે આંખના પલકારામાં જ વીતી જતા હોય એવો આભાસ થાય છે. એવું જ આ અપૂર્વ અવસરનું બન્યું છે. આમ જોઈએ તે, આજે પ્રભુ-પ્રતિષ્ઠાના મહત્સવ ઠેર ઠેર ઊજવાઈ રહ્યા છે. અને કેટલાક પ્રસંગો તે, ઊપજ અને ઉત્સવની વ્યાપકતા, એ બન્ને દષ્ટિએ પાલીતાણાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232