Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 219
________________ પરિશિષ્ટ ૩: અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [ ૧૬૧] થયેલા શેઠશ્રીને, એક કલાક કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં, કશી નારાજગી બતાવવાને બદલે ખુશાલી દર્શાવવી પડે એવે લાગણીભીનો આ પ્રસંગ બન્યો હતો– જાણે પિતાના વિશાળ કુટુંબ વચે કુટુંબના ગરવા અને હેતાળ વડીલ શેભી રહ્યા હોય એવું અવિરમરણીય એ દશ્ય હતું. પછી સમારેહને સફળ બનાવનાર કાર્યકરોની અવિરત અને નિષ્ઠાભરી કામગીરીને બિરદાવતાં શેઠશ્રીએ હર્ષ અને લાગણીથી ઊભરાતા જે શબ્દો ઉચ્ચાર્યા હતા અને જે રમૂજ પ્રસરાવી હતી, તેથી સૌનાં અંતર ખૂબ પુલકિત બન્યાં હતાં. તેઓએ જમણુની વ્યવસ્થાની વિશેષ પ્રશંસા કરી હતી. ભક્તિ ફળી—એક ભાઈને મલ્લિનાથ ભગવાન ઉપર ઘણી આસ્થા, મલિનાથ પ્રભુની પ્રતિમા પધરાવવાનો લાભ મળે. શાંતિનાથ ભગવાન ઉપર વિશેષ શ્રદ્ધા રાખનારને એમની પ્રતિમા બિરાજમાન કરવાનો આદેશ મળ્યો. નહી તે અમને લાભ ન મળત–પૈસેટકે સુખી કલકત્તાના એક સદગૃહસ્થ. એમને એક પ્રતિમા પધરાવવાને આદેશ મળેલ. વાત નીકળતાં એમણે કહ્યું, જે પેઢીએ નકારે નક્કી કરીને ફોરમ મંગાવ્યાં ન હતા અને બેલી બેલાવવાનું જ રાખ્યું હતું, તો અમે કંઈ બોલી વખતે કલકત્તાથી અહીં હાજર થવાના ન હતા; તે પછી અમને પ્રતિમાજીને પધરાવવાને લાભ કેવી રીતે મળત? વાત કરતાં કરતાં એમનો સ્વર ગદ્દગદ બની ગયે. અમારુ તે ભાગ્ય જાગ્યું–એક ભાઈ. સામાન્ય સ્થિતિ. મહેસાણા તરફના. એ કહે, ભાઈ! મેં તે ર૫૧ રૂપિયાનું એક જ ફોરમ ભર્યું હતું અને ચિઠ્ઠી ઉપાડતાં મને આદેશ મળી ગયું. મારું તો નસીબ જ જાગી ઊઠયું છે! બેલી બેલવામાં તે મને આ લાભ ક્યાંથી મળવાને હતો? વાત કહેનારની આંખમાં હર્ષનાં અમી ઊભરાતાં હતાં. સાંભળનારના અંતરને એ સ્પશી ગયાં અને એની આંખેને પણ ભીજવી ગયાં ! વીતરાગને મન તે રાજા અને રંક બને સમાન હોય છે, ત્યાં સારો મહિમા ભાવના અને ભક્તિને છે. રાજા જેવા રહી ગયા અને રંક જેવા પામી ગયા તે આ કારણે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232