Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 221
________________ પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [૧૩] વિશાળ પટાંગણમાં, તા. ૬-૨-૧૯૭૬ ની રાત્રે, જવામાં આવેલ શેઠશ્રી કસ્તુરભાઈના સન્માનનું સહજભાવે સ્મરણ કરાવે એવું હતું. પાલીતાણાને બહુમાન-સમારોહ દેશના જુદા જુદા પ્રદેશમાંથી પ્રતિષ્ઠા-મહત્સવમાં ભાગ લેવા પધારેલ હજારો ભાવિક યાત્રિક ભાઈઓ-બહેનની વિરાટ હાજરીમાં ઊજવાયે હતું, જ્યારે અમદાવાદને આ નિવૃત્તિસમારેલ જુદાં જુદાં પ્રદેશ તથા શહેરોના જૈન સંઘના પ્રતિનિધિઓની હાજરીથી શોભાયમાન અને ગૌરવશાળી બન્યું હતું. આ સભામાં હાજર રહેલા સંઘના બધા પ્રતિનિધિઓ, કેઈ પણ રીતે, શેઠશ્રીની નિવૃત્તિની વાતનો સ્વીકાર કરવા મુદ્દલ તૈયાર ન હતા. જ્યારે એમની આ લાગણીનું કેટલાક પ્રતિનિધિભાઈ એ અંતરને સ્પર્શી જાય એવા શબ્દોમાં ઉચ્ચારણ કર્યું અને પેઢીના પ્રમુખ તરીકે ચાલુ રહેવા ખૂબ આગ્રહપૂર્વક શેઠશ્રીને વિનંતી કરી, ત્યારે તે સમગ્ર વાતાવરણમાં જાણે કરુણુતા અને ઉદાસીનતા પ્રસરી ગઈ હતી. પ્રતિનિધિભાઈઓના આ હદયસ્પર્શી ઉદ્દગારેમાં શેઠશ્રી પ્રત્યેના આદર, બહુમાન અને ભક્તિભરી કૃતજ્ઞતાની લાગણના મહેરામણનાં દર્શન થતાં હતાં અને એ શેઠશ્રીની કર્તવ્યનિષ્ઠા, કલ્યાણબુદ્ધિ, કાર્યકુશળતા, શાસનની દાઝ અને દૂરંદેશી વગેરેની કીર્તિગાથા બની રહે એવા હતા. આવા આદર અને પ્રેમની લાગણીથી ઊભરાતા આગ્રહનો ઇનકાર કરીને પિતાના નિવૃત્ત થવાના નિર્ણયને વળગી રહેવાનું કામ શેઠશ્રી કસ્તુરભાઈ માટે પણ ઘણું વસમું હતું. પણ છેવટે પ્રતિનિધિભાઈઓને, ખૂબ આનાકાની તેમ જ નારાજી સાથે, શેઠશ્રીના દીર્ઘદ્રષ્ટિ અને શાણપણભર્યા નિર્ણયને માન્ય રાખવો પડ્યો હતો. આ પ્રસંગે પ્રતિનિધિભાઈએને એ વિચારથી પૂરેપૂરું આશ્વાસન મળ્યું હતું કે, કાયદેસર રીતે, શેઠશ્રી ભલે આજે પેઢીના (તેમ જ સકલ શ્રીસંઘના પણ) પ્રમુખપદેથી નિવૃત્ત થતા હેય, છતાં શાસનનાં બધાં કાર્યો કે પ્રશ્નો માટે એમનું બાહોશીભર્યું માર્ગદર્શન તો શ્રીસંઘને મળતું જ રહેવાનું છે—જેમણે અરધી સુધી જૈન શાસનની તન-મન-ધનથી અસાધારણ સેવા કરી હોય અને જેમના રોમ રોમમાં શાસન-સેવાની તમન્ના ધબકતી હોય, તેઓ શાસન સામે ઊભા થનાર કોઈ પણ સંકટ કે પ્રશ્ન વખતે કેમ કરી ચૂપ બેસી રહી શકે? આ પ્રસંગે શેઠશ્રીએ પેઢીની પચાસ વર્ષની કાર્યવાહી ઉપર પ્રકાશ પાડતું પિતાનું મુદ્દાસરનું, મહત્ત્વનું અને ઐતિહાસિક પ્રવચન વાંચ્યું ત્યારે પ્રતિનિધિઓને અનેક નવી બાબતેને જાણવાની તક મળી હતી. સૌએ શેઠશ્રીના આ પ્રવચનને તથા શેઠશ્રી એણિભાઈ કસ્તુરભાઈની પેઢીના પ્રમુખ તરીકેની વરણીને હર્ષ-ઉલ્લાસપૂર્વક વધાવી લીધી હતી. આ પછી જ્યારે બધા પ્રતિનિધિ મહાનુભાવોએ, પિતા પોતાના સંઘ વતી, ફૂલહાર અર્પણ કરીને શેઠશ્રીનું બહુમાન કર્યું, એ દશ્ય પણ ભૂલ્ય ભુલાય એવું ન હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232