Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 220
________________ પરિશિષ્ટ ૪ શ્રેષ્ઠીવર્યાં કસ્તુરભાઈ લાલભાઈની નિવૃત્તિ અને પ્રતિષ્ઠા-મહાત્સવના સાત મુખ્ય કાર્યકરોનુ બહુમાન તીર્થાધિરાજ શ્રી શત્રુ‘જય મહાગિરિ ઉપરના નૂતન જિનપ્રાસાદની પ્રતિષ્ઠાના ભવ્ય, યાદગાર અને ઐતિહાસિક મહાત્સવ તા-૭–૨–૧૯૭૬ ને શનિવારના રાજ ઊજવાયા; તે પછી ખરાખર એક મહિના બાદ, તા–૭–૩–૧૯૭૬ ને રવિવારના રાજ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિઓ તથા વહીવટદાર ટ્રસ્ટીઓની સભા, . અમદાવાદમાં, મળી હતી. આમ તે આ સભા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-સમસ્તનું પ્રતિનિધિત્વ ધરાવતા પેઢીના કાર્યકરો–સચાલકોની, જનરલ સભા કે સામાન્ય સભા જેવી, નિયમ મુજખની, વાર્ષિક સભા જ હતી. પરંતુ, આ પ્રસંગે બનેલ એ વિશિષ્ટ ઘટનાઓને લીધે, આ સભાની કાર્યવાહી વિશેષ નોંધપાત્ર બની હતી. તેથી એના ઉલ્લેખ આ ગ્રંથમાં થાય એ જરૂરી છે. આ એ વિશિષ્ટ ઘટનાએ તે, શ્રેષ્ઠીવર્યં કરતુરભાઈ લાલભાઈ એ, પેઢીના પ્રમુખ તરીકેની અરધી સદી જેટલી લાંખી, યશનામી, ઉજ્જવળ અને સફળ કામગીરીને અંતે, સ્વયંભૂ પ્રેરણાથી, એ સ્થાનેથી સ્વીકારેલી નિવૃત્તિ. અને બીજી ઘટના તે, સકલ શ્રીસ'ધના પ્રતિનિધિઓની આ સભામાં, ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ઊજવાયેલ પ્રતિષ્ઠા-મહોત્સવને સ રીતે કામિયાબ બનાવવામાં પોતાનાં તન-મન-ધનના ભાગ આપનાર સાત મુખ્ય કાર્યકસને અભિનદનપત્રો આપીને એમના પ્રત્યે સકલ સૉંઘની બહુમાન, કૃતજ્ઞતા અને કદરદાનીની લાગણી દર્શાવવામાં આવી તે. શેઠશ્રી કસ્તુરભાઇની નિવૃત્તિના મુદ્દાને લઈ ને સભામાં હૃદયસ્પર્શી અને લાગણીઆને ભીંજવી જાય એવુ· જે દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર વિરલ અને અવિસ્મરણીય હતું. જેમને જેમને આ દૃશ્ય જોવાના સાનેરી અવસર મળ્યો હતા, એમનાં નેત્ર તેમ જ ખુદ શેઠશ્રી કસ્તુરભાઈનાં નેત્રા પણ આંસુભીનાં થઈ ગયાં હતાં અને એ દૃશ્ય સૌનાં અંતરમાં જાણે જડાઈ ગયું હતું. આ દિવસનું આ દૃશ્ય પ્રતિષ્ઠા-મહેાત્સવ પ્રસંગે પાલીતાણા શહેરના નજરબાગના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232