Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 207
________________ [૧૪] પરિશિષ્ટ ૩:અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ જનસત્તા, અમદાવાદ પ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસે આજે “જનસત્તા'ના પ્રતિનિધિએ પાલીતાણું શહેરમાં ફરતાં જોયું કે, સમગ્ર શહેરને ધજાપતાકા અને તેરણોથી શણગારવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કમાને, તેરણા અને પ્રતિષ્ઠા મહોત્સવ અંગેનાં જૈનોનાં સૂત્રો દર્શાવતા પડદાઓ નજરે પડતા હતા. પાલીતાણના નગરજનો સાથેની વાતચીતમાંથી જણાયું હતું કે, છેલ્લાં કેટલાંય વર્ષોમાં આ જાતને આનંદ-ઉત્સવ અને મંગલમય પ્રસંગ જોવા મળતું નથી. આ ઉત્સવ જાણે સમગ્ર શહેરને હોય તેમ છેલ્લા ચાર દિવસથી શહેરમાં ચાલી રહેલા જુદા જુદા ઉત્સવમાં લાકે ભાગ લઈ રહ્યા છે, એ પરથી જણાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બપોરે બે વાગે એક વિશાળ અને ભવ્ય વરઘોડે પાલીતાણામાં નીકળે હતે. (તા. ૭-૨-૭૬) બસે જેટલા જૈન મુનિ મહારાજે અને આઠ જેટલાં સાધ્વીજી મહારાજના પવિત્ર સાંનિધ્યમાં, હજારો ભાવિકના પવિત્ર અને ભાવ અને ઉલ્લાસ સાથે, પ૦૭ (૫૦૪) ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીનવિધિ સંપન્ન થયું હતું. પ્રતિષ્ઠા બાદ નૂતન દેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાનને અમી ઝર્યા હતાં. “ પુણ્યાતું પુણ્યાતું, પ્રીયનાં પ્રીયતાં, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિભંવતના - મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ થઈ ત્યારે બેન્ડ, થાળી, ડેકા અને ઘંટનાદથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. પાલીતાણા શહેરનાં દેરાસરોમાં પણ આ મંત્રોચ્ચાર અને ઘંટનાદ થયો હતો. પાલીતાણાના ડુંગર પર આજે સવારથી યાત્રિકોને ધસારો રહ્યો હતો. આબાલવૃદ્ધો અને યુવક-યુવતીઓ મેટી સંખ્યામાં ડુંગર પર જણાતાં હતાં. ડેનીને ભાવ આજે રૂ. ૧૫૦ થી ૨૦૦ સુધી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠાને આ પવિત્ર કાર્યમાં કેટલાય લેકે ભારે કષ્ટ વેઠીને લાકડીના ટેકે અને ડેલીમાં બેસીને યાત્રા કરી રહ્યા હતા. (તા. ૮-૨-૭૬). લેકસત્તા, વડોદરા, તા. ૯-૨–૭૬ પાલીતાણા શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર આજે સવારે ૯ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકડે, મંત્રરચારના દિવ્ય વાતાવરણ વચ્ચે, જૈન સમાજના અગ્રણી અને સંઘનાયક આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ આદિ બસ જેટલા જૈન મુનિ મહારાજે અને આઠ જેટલાં સાધ્વીજી મહારાજેના પવિત્ર સાનિધ્યમાં, હજારો ભાવિકોના પવિત્ર મનભાવ અને ઉલ્લાસ સાથે, ૫૦૭ (પ૦૪) ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીનવિધિ સંપન્ન થયેલ હતું. પ્રતિષ્ઠા બાદ નૂતન દેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાનને અમી ઝર્યા હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232