Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 208
________________ [૫૦] પ્રતિષ્ઠાને અહેવાલ અહીં “પુણ્યા પુણ્યા, પ્રીયનાં પ્રીયન્ત... શ્રી મણસંઘસ્ય શાંતિભવતુ”ના મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ થઈ ત્યારે બેન્ડ, થાળી, ડંકા અને ઘંટનાદથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. પાલીતાણા શહેરનાં દેરાસરોમાં પણ આ મંત્રોચ્ચાર અને ઘંટનાદ થર્યો હતો. આખી વિધિ ખૂબ જ શાંતિપૂર્વક પાર પડી હતી. આ પ્રતિષ્ઠાનું ચોક્કસ અને મંગલ કાર્યનું મુહૂર્ત આચાર્ય શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજે આપેલું.. પાલીતાણા ગઈ કાલે અને આજે રાત્રે રેશનીથી રંગબેરંગી જણાયું હતું. તમામ ધર્મશાળાઓ પર રેશની કરાઈ હતી. હજારે યાત્રિકો માટે ભેજનની વ્યવસ્થા કરાઈ હતી. Western Times, Ahmedabad, 8-2-76 Palitana-a city of temples-witnessed a colourful and marvellous illuminations since last ten days on the occasion of the re-installation of some 507 (504) Jain idols at a beautiful newly constructed Adinath temple on the sacred hill of Tirthadhiraj Shatrunjay. Amid chants of Slokas Om punyaham, Om Priyantam', and a band playing religious songs, the re-installation ceremony of Jain deities started on 7th February, 1976 exactly after 450 years, at 9-36 a.m. The ceremony of consecrating these old images was performed by Acharya Maharaj Kastursuriswarji. About 25000 Jains flocked on this big momentous occassion and about 1000 Jain monks and nuns participated in this biggest ever occasion in the years to come. મુંબઈ સમાચાર, મુંબઈ, તા. ૧-૨-૭૬; જન્મભૂમિ, મુંબઈ, તા. ૮-૩-૭૬; પ્રતાપ, સુરત, તા. ૮-૨-૭૬; તથા ફૂલછાબ, રાજકોટ, તા. ૮-૨-૭૬ જૈન મહાતીર્થ તીર્થાધિરાજ શત્રુંજય પર્વત ખાતે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે હતો. ૫૦૦ જેટલી જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં જેન ભાવિકે, સેંકડો જૈનાચાર્યો અને સાધ્વીઓની હાજરીમાં પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયકરતુરસૂરીશ્વરજીની નિશ્રામાં આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી તીર્થરાજ શત્રુંજય ખાતે યાત્રીઓને ધસારે શરૂ થઈ ચૂક્યો હતો. સવારે ૯-૩૦ વાગ્યે જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવને ધાર્મિક વિધિ શરૂ થયે ત્યારે તે મંદિરમાં માનવ મહેરામણ કીડીઓની માફક ઊભરાયો હતો. બરાબર ૯-૩૦ વાગ્યે ઘંટનાદ શરૂ થયા હતા અને મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ શરૂ થઈ ત્યારે “ભગવાન આદિનાથકી જય'ના ગગનભેદી અવાજેથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. દેરાસરમાં આ વખતે અમીઝરણાં થયાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232