________________
[૨૮]
પ્રતિષ્ઠાને અહેવાલ પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે, દાદાની ટૂકમાં આવેલ બેબારાના નામે ઓળખાતી ખાલી જગ્યાનું આ માટે પહેલાં સૂચન કરેલું હતું. આ જગ્યા દાદાના દેરાસરના ડાબા હાથે આવેલી ભમતીના પાછળના ભાગમાં આવેલી છે, અને ત્યાં મોટું જિનમંદિર બનાવી શકાય એટલી એ વિશાળ પણ છે. છેવટે આ જગ્યા નક્કી કરીને ત્યાં, ૧૦૦ ફૂટ લંબાઈ અને ૬૩ ફૂટ પહોળાઈના માપને બાવન જિનાલયથી શોભતો નૂતન જિનપ્રાસાદ રચવાનો નિર્ણય કરવામાં આવ્યું અને એ કામની જવાબદારી પેઢીના કુશળ સ્થપતિ શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીને સેંપવામાં આવી. આ માટેના જરૂરી નકશાઓ વગેરે તૈયાર થઈ જતાં, બીજી વારના ઉત્થાપન પછી આશરે એક વર્ષ બાદ, વિ. સં. ૨૦૨૨ના જેઠ વદિ ૧, શનિવાર, તા. ૪-૬-૧૯૬૬ના રોજ બપોરના ૧૨-૨૨ વાગતાં, પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે, આ નૂતન જિનાલયને શિલાન્યાસ વિધિ કરાવવામાં આવ્યું.
વચ્ચે ભગવાન આદીશ્વરનું મુખ્ય જિનાલય અને ચારે તરફ પ૧ દેવકુલિકાઓ, એ રીતે બાવન જિનાલયની શિલ્પપદ્ધતિથી, આ નૂતન જિનપ્રાસાદની રચના કરવામાં આવી છે. એની કરણી મધ્યમ છે, પણ માંડણી મનહર અને સપ્રમાણ છે. મધ્યમ આકાર અને બેઠા ઘાટનો પશ્ચિમાભિમુખ આ જિનપ્રાસાદ ચિત્તને વશ કરી લે એ રળિયામણ છે. નાનકડા અને સુંદર દેવવિમાનની જેમ શોભતા આ દેવમંદિરનું બાકીનું કામ પ્રતિષ્ઠા બાદ છ-આઠ મહિનામાં, કુલ સાત-સાડાસાત લાખ રૂપિયાના ખર્ચે, પૂરું થશે, એવી ગણતરી હતી. અને તે પ્રમાણે હવે એ કામ પૂરું થઈ ગયું છે. શત્રુંજયના પહાડના ઊંચામાં ઊંચા શિખર ઉપર, સાત-સાડાસાત લાખ રૂપિયામાં જ, આવા મોટા નૂતન જિનમંદિરની રચના થયાનું કોઈ કહે તે, અત્યારના અતિસેંઘા બાંધકામને સમયમાં, એ વાત ભાગ્યે જ માન્યામાં આવે અને છતાં આ એક હકીક્ત છે; અને તે પેઢીના ટ્રસ્ટીઓના ચીવટ અને કરકસરભર્યા જાગ્રત વહીવટની અને પેઢીના સ્થપતિ શ્રી અમૃતલાલભાઈ ત્રિવેદીની સ્પષ્ટ સમજ, કાર્યકુશળતા અને પ્રામાણિકતાની કીર્તિગાથા બની રહે એવી છે.
નવેક વર્ષની કામગીરીને અંતે, બેએક વર્ષ પહેલાં, વિ. સં. ૨૦૩૧ ની સાલ દરમ્યાન, આ નૂતન જિનપ્રાસાદમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાને મહત્સવ ઊજવી શકાય એ રીતે એ તૈયાર થઈ ગયો, એટલે એમાં જિનબિંબોને બિરાજમાન કરવાનો મહોત્સવ વિ. સં. ૨૦૩૨ ની સાલમાં કરવાનું પેઢીએ નક્કી કર્યું અને એનું મંગલ મુહૂર્ત કાઢી આપવાની પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને વિનતિ કરી. આચાર્ય મહારાજે આ માટે વિ. સં. ૨૦૩૨ ના માહ શુદિ ૭, તા. –ર–૧૭૬, શનિવાર, સવારના ૮ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનું મંગલ મુહૂર્ત કાઢી આપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org