Book Title: Shasana Samrat Nemisuriji
Author(s): Shilchandrasuri
Publisher: Jindas Dharmadas Dharmik Trust Kadambgiri

View full book text
Previous | Next

Page 9
________________ રીતે કે પ્રકાશકીય નિવેદન પરમપૂજ્ય પરમોપકારી પરમદયાલુ શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી સૂરિચકચકવતી રે સર્વતંત્રસ્વતંત્ર પ્રૌઢ પ્રતાપી તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ સ્વ. આચાર્ય મહારાજાધિરાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમગ્ર જીવનની એક યાદી પ. પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રીવિજયસૂરીશ્વરજી મહારાજે તથા પ. પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે છે આ સંયુક્ત રીતે કરાવી હતી. બન્ને પૂજ્ય ગુરૂદેવની ભાવના ઘણાં સમયથી હતી કે- “કોઈ આ લેખક પાસે સૂરિસમ્રાટ પૂજ્ય ગુરૂદેવનું જીવનચરિત્ર વ્યવસ્થિત લખાવીને પ્રકાશિત કરાવવું.” આ ભાવનાનુસાર તેઓશ્રીએ ગુજરાતના ત્રણ–ચાર સારા લેખકોને બોલાવીને તે જે કામ સોંપવા માંડયું. પણ તે લેખકોએ પોતાનાં અનિવાર્ય કારણ દર્શાવીને આ કામ માથે જ લેવાની અશક્તિ જણાવી. આમ થવાથી આ કાર્ય સુરિસમ્રાટ પૂજ્ય ગુરૂદેવના સ્વર્ગારોહણ પછી રર વર્ષ કરે પર્યત અપૂર્ણ જ રહ્યું. જ રીતે કરી શકે સં. ૨૦૨૯નું વર્ષ પૂ. ગુરૂદેવની જન્મશતાબ્દીનું મંગલ વર્ષ હતું. આ વાતનો છે ખ્યાલ આવતાં જ પૂ. ગુરૂદેવ શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે સં. ૨૦૨૭ માં મકકમ નિર્ણય કરે લીધો કે-“શતાબ્દીના વર્ષ સુધીમાં કોઈ પણ ઉપાયે ગુરૂ ભગવંતનું જીવનચરિત્ર લખાવીને છપાવવું જ.’ આ મક્કમ નિર્ણય લઈને તેઓશ્રીએ જીવનચરિત્ર લખવાનું મહાકાર્ય પોતાની નિશ્રામાં છે રહેલા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીસૂર્યોદયવિજયજી ગણિવરના શિષ્ય મુનિરાજ શ્રીશીલચંદ્રવિજયજી મહારાજને ઍપ્યું. એ મુનિરાજે પણ પરમગુરૂદેવની તેમજ સમુદાયની સેવાનું આ કાર્ય પૂજ્ય છે. ગુરૂદેવના શુભાશીર્વાદ સાથે અપૂર્વ ઉલ્લાસથી આદર્યું. એનું પરિણામ-આ જીવનચરિત્ર-ગ્રંથ છે. ' આ જીવનચરિત્રનું પ્રકાશન કરતાં અમારું અંતર અપાર આનંદ અનુભવી રહ્યું છે. જે કે અમારી પેઢીના સ્થાપક, પ્રેરક, ઉપદેશક અને એથીયે વધુ–પ્રાણુ–પૂજ્ય સૂરિસમ્રાટ ગુરૂદેવ હતાં. જે થી તેઓશ્રીની તીર્થોદ્ધાર અને તીર્થભક્તિની પવિત્ર ભાવનાના કારણે સં. ૧૯૮૯ ની પોષ વદિ છે દ સાતમે અમારી પેઢીની સ્થાપના તેઓશ્રીના ઉપદેશથી થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 478