Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
૮૬
મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ
કહેવા લાગ્યા કે, અમોને મીઠી નજરે જૂઓ અને અમારા મસ્તકે આપનો હાથ રાખો. એમ કહીને, રાણીનો, હાથ પોતાના મસ્તક મૂકાવી, ક્ષમા માંગીને, માતાની આજ્ઞા લઈને બધા શત્રુ રાજાઓ પોતપોતાના નગરે પાછા ગયા. આ રીતે સર્વ રાજાઓ, પ્રભુના ગર્ભના પ્રભાવે નમવાથી, પ્રભુના માતાપિતાએ, પ્રભુનું નમિનાથ નામ પાડ્યું હતું.
મિથિલા નગરીના વિજય રાજાની, વિપ્રા નામની રાણીની કુક્ષિથી શ્રીનમિનાથ પ્રભુનો જનમ થયો હતો. શ્રીનમિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને શુભ પ્રમુખ સત્તર ગણધર, વીશ હજાર સાધુ, અનિલા પ્રમુખ એકતાલીસ હજાર સાધ્વી, એક લાખ, સીત્તેર હજાર શ્રાવક, અને ત્રણ લાખ અડતાલીસ હજાર શ્રાવિકા, પંદર ધનુષ દેહ પ્રમાણ, સુવર્ણવર્ણ, કમલનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. દશ હજાર વરસનું આયુષ્ય.
વંમ રિદ્દિ નેમિં કહતાં, બાવીશમાં રષ્ટનેમિ પ્રભુને હું વંદન કરું છું. fછ એટલે પાપ, તેની તરફ ચક્રધારી સરખા હોવા થઈ અરિષ્ટનેમિ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, પ્રભુની માતા શિવાદેવીએ સ્વપ્નમાં, રત્નની રેલ દીઠી, વળી, આકાશમાં અરિષ્ટ રત્નમય ચક્રની ધારા ઉછળતી દેખવાથી, પ્રભુનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. પ્રભુનું બીજું નામ નેમિનાથ હતું. શૌરીપુરના સમુદ્રવિજય રાજાની, શિવા નામની રાણીની કુક્ષિથી શ્રીઅરિષ્ટનેમિ પ્રભુનો જન્મ થયો હતો. શ્રી નેમિનાથ પ્રભુએ, એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને, વરદત્ત પ્રમુખ અઢાર ગણધર, અઢાર હજાર સાધુ, યક્ષદિના પ્રમુખ ચાલીસ હજાર સાધ્વી, એક લાખ ચુમોતેર હજાર શ્રાવક, ત્રણ લાખ, છત્રીસ હજાર શ્રાવિકા દશ ધનુષ પ્રમાણ દેહ, એક હજાર વરસનું આયુષ્ય, શ્યામવર્ણ, શંખનું લંછન અને ગિરનાર પર્વત ઊપર મોક્ષ.
પારં તદ કહતા, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છું, જે સમસ્ત ભાવોને જુએ છે, માટે પાર્શ્વનાથ, વળી, જેઓની સેવામાં પાર્થ નામનો યક્ષ છે, તેના નાથ માટે પાર્શ્વનાથ. વળ, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, એક અંધારી રાત્રે, પોતાની પાસેથી સર્પને જતો દેખીને, સર્પના જવાના રસ્તામાં, અશ્વસેન રાજાનો હાથ દેખી, વામાદેવીએ ખસેડ્યો. તેથી રાજા જાગી ઉઠ્યા. અને પૂછ્યું કે મારો હાથ શા માટે ખસેડ્યો ? રાણીએ કહ્યું કે, મેં સર્પ જતો દેખ્યો, માટે તમારો હાથ ખસેડ્યો. પછી, નોકરને બોલાવી, દીવો મંગાવીને જોયું તો સર્પ જતો દેખ્યો. તે વખતે, વિસ્મય પામી રાજાએ વિચાર્યું કે, આ જરૂર ગર્ભનો પ્રભાવ છે. એમ વિચારીને પ્રભુનું પાર્શ્વનાથ નામ પાડવામાં આવ્યું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162