Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
પરિશિષ્ટ
૧૨૯
પ્રભુની પૂજા કરીને પાછી વળી. તે વખતે, દેવાંગનાઓ જેવી આ બે કન્યાઓને જોઈને, આનંદિત થએલી રત્નાવતી પૂછવા લાગી કે, “તમે બંને ક્યાંથી આવો છો?' રત્નાવતીનો આ પ્રશ્ન સાંભળતાં જ મિત્ર સ્ત્રીએ (સુમતિ મિત્રે) કહ્યું કે, “આ મારી સખી મણિમંદિર નામના નગરથી આવી છે.'
- રત્નાવતીએ કહ્યું કે, “તમારી સખીને જોઈને મારું મન બહુ જ ઉલ્લાસ પામે છે. તમે બંને જણીઓ મારા ઘેર જ પરોણા તરીકે રહો”. એમ કહીને, પોતાની સાથે પોતાના મહેલ તેડી ગઈ. બંનેની બહુ પ્રકારે રાજકુમારી ભક્તિ કરવા લાગી.
આ પ્રમાણે કેટલાક દિવસ વિતી ગયા પછી, કુમાર સ્ત્રીએ, રત્નાવતીને પૂછ્યું કે “તમારું લગ્ન હજુ સુધી કેમ નથી થયું?” રત્નાવતીએ કહ્યું કે, “મારે મારા પૂર્વભવના પતિ સાથે જ લગ્ન કરવું છે. તે વખતે, કુમાર સ્ત્રીએ કહ્યું કે, “તમારો પૂર્વભવનો પતિ હજુ કાંઈ જણાતો નથી, તો પછી, સ્વયંવર મંડપ તૈયાર કરાવીને, કોઈપણ મનગમતા પુરુષની સાથે કેમ લગ્ન કરતાં નથી ?'
રત્નાવતી કહેવા લાગી કે, “પોતાના મનને સંતોષ થાય તે જ પતિની સાથે લગ્ન કરીએ છીએ, તેવો સંતોષ તો મને તમારા સામું જોતાં જ ઉપજે છે, મારે માટે બીજા કોઈ વરની સાથે લગ્ન કરવાનું કાંઈ કામ નથી.”
રાજકુમારીનો આ પ્રમાણેનો જવાબ સાંભળીને, કુમાર સ્ત્રીએ પૂછ્યું કે, તમારા પૂર્વભવના પતિને તમે શી રીતે ઓળખી શકો ?' રત્નવતીએ કહ્યું કે, “મેં પૂર્વભવમાં જે પુણ્ય ઉપાર્જન કરેલું છે, તે જે જાણતો હોય, તે જ મારો પૂર્વભવનો પતિ સમજવો. તે વખતે કુમાર સ્ત્રીએ કહ્યું કે, હું એટલું જાણું છું કે, તમને પાછલા ભવમાં શ્રીદમસાર નામના મુનિશ્રીએ નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો હતો, તેના જ સ્મરણના પ્રભાવથી તમે મરીને, અહીં રાજકુમારી તરીકે ઉત્પન્ન થયા છો.”
આ વૃત્તાંત સાંભળીને રનવતી મનમાં ચમત્કાર પામીને, પોતાની સખા ચંદ્રલેખાને કહેવા લાગી કે, “હે સખી ! મારા પૂર્વભવની વાત એણે કેવી રીતે જાણી', ચંદ્રલેખાએ કહ્યું કે “એની ચેષ્ટા, ચાલ, વચન વગેરે પુરુષના જેવાં જ દેખાય છે. વળી, તેને દેખીને તને આનંદ થાય છે. તેથી જણાય છે કે , એ જ તારો પૂર્વભવો પતિ છે. પરંતુ કોઈક કારણથી પોતાનું મૂળ સ્વરૂપ છૂપાવીને, સ્ત્રી રૂપે ફરે છે.'
પછી ચંદ્રલેખા કુમાર સ્ત્રીને કહેવા લાગી કે, “હે સ્વામી ! મહેરબાની કરીને આપનું મૂળરૂપ અમને દેખાડો.” આ પ્રમાણેની વિનંતી સાંભળીને, બંને મિત્રો ઔષધિનો પ્રયોગ કરીને, પોતાના મૂળરૂપે પ્રગટ થયા.
પછી ચંદ્રલેખાએ તે કુમારને કહ્યું કે, “હે સ્વામી ! તમોએ જેવી રીતે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162