Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
પરિશિષ્ટ
૧ ૨૭.
ઘેર આવી રત્નપતીને કઈ રીતે પ્રાપ્ત કરવી તે વિચારમાં ને વિચારમાં રાજકુમાર નગરની શેરીઓમાં અને ચૌટામાં આમતેમ ફરવા લાગ્યો.
રાજકુમારને આવી રીતે ફરતો જોઈને, રાજકુમારના સૌંદર્યમાં મુગ્ધ ધયેલી સ્ત્રીઓનાં ટોળાં પોતાનાં બાળકોને રડતાં મૂકીને, કુમારના સૌંદર્યથી આકર્ષાઈને કુમારની પાછળ પાછળ ફરવા લાગ્યાં. નગરજનોએ રાજાની પાસે ફરિયાદ કરી કે :- “હે કૃપાનાથ ! આપ રાજકુમારને કૃપા કરીને નગરમાં ફરતો અટકાવો.
રાજાએ પોતાના સેવક પાસે કુમારને કહેવડાવ્યું કે :-“તારે નગરમાં ફરવા નહીં જતાં હંમેશાં રાજમહેલમાં જ રહેવું.” પિતાનો આવો હુકમ સાંભળીને, કુમાર વિચારવા લાગ્યો કે, પિતાજીના આ હુકમથી મને લાગે છે કે, પિતાજીના મનમાં મારો કાંઈક અપરાધ આવ્યો હોવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને, પોતાના સુમતિ નામના મિત્રને આ વાત પૂછતાં, તેનું કારણ કુમારના જાણવામાં આવી ગયું.
આ બધું જાણીને કુમારે મિત્રને કહ્યું કે “હે મિત્ર ! પિતાજીની આવી આજ્ઞા પાળવી બહુ જ મુશ્કેલ છે. આખો દિવસ ઘરમાં શી રીતે પસાર કરી શકાય? વળી મારો વિચાર પદ્મનગરના રાજાની કુંવરી રત્નાવતીને પણ જોવાનો છે, માટે ચાલો આપણે દેશાંતર જઈએ.”
આ પ્રમાણે નિશ્ચય કરીને, બંને મિત્રો હાથમાં તલવાર લઈને નગરમાંથી બહાર નીકળી પડ્યા. માર્ગમાં અનેક ગામો જોતાં જોતાં એક વખત એક શૂન્ય જંગલમાં આવી ચડ્યા. તે વખતે એક પુરુષને દીન વદનો રડતો સાંભળીને, રાજકુમાર હાથમાં તલવાર પકડીને જે બાજુથી રડવાનો અવાજ આવતો હતો તે તરફ ચાલ્યો, ત્યાં જતાં જ એક વિક્રાળ રાક્ષસના પંજામાં સપડાએલો અને આક્રંદ કરતો એક પુરુષ રાજકુમારના જોવામાં આવ્યો.
આ દશ્ય જોઈને રાજસિંહે રાક્ષસને પૂછ્યું કે:-“આ માણસે તારું શું બગાડ્યું છે ?' રાક્ષસ બોલ્યો કે - “આ માણસ મને વશ કરવા સાધના કરતો હતો, તે વખતે મેં એને કહ્યું કે, “જો તું તારા શરીરમાંથી માંસ કાપીને આપે તો હું તારે વશ થાઉં.” પરંતુ તે પ્રમાણે તે પોતાનું માંસ આપી શક્યો નહીં અને હું ભૂખ્યો છું તો, હવે મારા હાથમાં આવેલા ભક્ષ્યને શા માટે છોડી દઉં.?”
કુમારે કહ્યું કે - “જો તું એને મૂકી દે તો, હું તને મારું ઉત્તમ માંસ આપું.” એમ કહી તલવાર કહાડી, પોતાનું માંસ કાપવા લાગ્યો. કુંવરની આવી સાહસિકતા જોઈને તે રાક્ષસ કુંવર ઊપર પ્રસન્ન થયો અને બોલ્યો કે :- હે પરોપકારી પુરુષ ! હું તારું સાહસ જોઈને, તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તારે જે વરદાન માગવું હોય તે માંગ'. તે વખતે કુંવરે કહ્યું કે, “જો તું તુષ્ટમાન થયો હોય તો આ પુરુષનાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162