Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 155
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ પરંતુ આ ડોસી રોજ સવારે અને સાંજના સામાયિક અને પ્રતિક્રમણ શુદ્ધ વિધિપૂર્વક કરતી હતી. ૧૪૦ એક વખત, કોઈક કારણસર ખૂબ મોડું થવાથી, ડોશીને પ્રતિક્રમણ થઈ શક્યું નહીં. એટલે ડોશી પોતાના આત્માની નિંદા અને પ્રશ્ચાતાપ કરતી બેઠી હતી. ડોશીને આ પ્રમાણે પશ્ચાતાપ કરતી દેખીને, શેઠ બોલ્યો કે, ‘શું તને મારી માફક લાખ સુવર્ણ દાનમાં આપવામાં કાંઈ ઓછું થયું તો નથી ને ? આટલું બધું તને શેનું દુઃખ છે ? આજે ઉઠ, બેસ થોડી થઈ શકી તો કાલે વધારે કરજે”. ડોસી કહેવા લાગી કે, ‘શેઠ ? એમ કેમ બોલો છો ? આવું ના બોલો. આ સામાયિકમાં માટો લાભ છે’. ડોશી અનુક્રમે મરણ પામી મરીને તે જ નગરમાં રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. રાજાને તે બહુ જ વહાલી હતી. અનુક્રમે તે રાજપુત્રીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સુધન શેઠ મરણ પામીને, તે જ નગરની પાસેના જંગલમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. જંગલમાંથી એક ભિલે તે હાથીને પકડીને, રાજાને ભેટ આપ્યો. રાજાએ તે ઉત્તમ લક્ષણવાળા હાથ્વીને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. આ હાથીની દિવસમાં ત્રણ વખત આરતી ઉતારવામાં આવતી હતી. એક વખતે હાથી પાણી પીવા માટે રાજમાર્ગ ઊપરથી પસાર થતો હતો, તે વખતે પોતાનું ગયા જનમનું વિશાળ ઘર દેખીને, મૂર્છા પામી ગયો. તેણે જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મનમાં વિખવાદ કરવા લાગ્યો. અને મરણ પામ્યાનો ઢોંગ કરી, જમીન ઊપર પડી રહ્યો. રાજાએ હાથીને કાંઈક રોગ થયલો જાણી, ઘણા ઉપાયો કર્યા. પરંતુ હાથી કેમે કરીને ઉઠ્યો નહીં અને રાજપુત્રી તરફ જોઈ રહ્યો. તે વખતે રાજપુત્રીએ, પોતાને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણજ્ઞાનના બળે બધો વૃત્તાંત જાણીને, હાથીના કાનમાં કહ્યું કે : ઉઠો શેઠ મન શાંત કર, ગજ હુઓ કમ્પવસેણા । રાજસુતા સામાઈકે, જનમી પુત્રી હું એમ ૧|| આ ગાથા રાજપુત્રી પાસેથી સાંભળતાં જ, હાથી ઊભો થયો. અણસણ કરીને દેવલોક પામ્યો. રાજપુત્રી પરણી, સંસારનું સુખ અનુભવી, દીક્ષા લઈ, નિરતિચાર ચારિત્ર પાળી, અંતે મોક્ષે ગઈ. ધન શ્રેષ્ઠિની કથા એક ગામમાં ધન નામનો વ્યાપારી રહેતો હતો. તેને એક ભદ્રિક પરિણમી અને દાન દેવાની ભાવનાવાળી સુંદર પત્ની હતી. એક વખતે શેઠે ગુરુ પાસે નિયમ લીધો કે મારે ત્રિકાલ દેવપૂજા, એકાંતરે ઉપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. આ નિયમ ધન શેઠ સારી રીતે પાળતો હતો. કર્મના ઉદયે ધન શેઠ નિર્ધન થઈ ગયો. પત્નીએ કહ્યું કે, મારા પિયરથી દ્રવ્ય લઈ આવીને વ્યાપાર કરો. તે સ્ત્રીના આગ્રહથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162