Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ
પડશે. તે સાંભળીને, રાજાએ પોતાનાથી બની શકે તેટલા ધાન્યનો સંગ્રહ કરાવ્યો અને પ્રજાને પણ સૂચના આપી કે, દરેક માણસે બને તેટલો ધાન્યનો સંગ્રહ કરવો. એવામાં અષાઢ મહિનાના પહેલા જ દિવસે ઘણો જ સારો વરસાદ વરસ્યો અને સુકાળ થયો. તે વખતે ઉદ્યાનમાં, યુગંધર નામના એક જ્ઞાની ગુરુ મહારાજને કેવલજ્ઞાન થયું. વનપાલકે રાજાને વધામણી આપી. રાજા ગુરુ મહારાજને વંદન કરવા ગયો. ધર્મદેશના સાંભળીને. રાજાએ ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે, ‘આ વરસમાં દુષ્કાળ પડવાનું જ્યોતિષીનું કહેવું ખોટું કેમ પડ્યું ?' કેવલીએ કહ્યું કે, ‘ગ્રહોનો યોગ તો બાર વરસનાં દુષ્કાળ પડવાનું જ્યોતિષીનું કહેવું ખોટું કેમ પડ્યું ?’ કેવલીએ કહ્યું કે, ‘ગ્રહોનો યોગ તો બાર વરસનાં દુકાળ થાય તેવો જ હતો, પરંતુ સુકાળ થવાનું કારણ સાંભળો-પુરિમતાલ નામના નગરમાં, એક દુર્ભાગી રોગી પુરુષ હતો. તે જે આહાર લેતો, તેનાથી તેને રોગ જ થતો, પછી તેણે વિવિકબુદ્ધિથી વિચારીને, સર્વ ૨૨ અભક્ષ, ૩૨ અનંતકાય, વિદલ, બહુબીજ, ચલિત રસ મોટી ચારે વિગય, સચિત્ત લીલોતરી વગેરે વાપરવાનો નિયમ લીધો. ધર્મના પ્રભાવે તે નીરોગી થઈ ગયો અને મહાધનવાન થયો. તેને બ્રહ્મચર્યવ્રત પણ ચર્યું. એક વખતે દેશમાં દુષ્કાળ પડ્યો. તે વખતે તેણે સુપાત્રે દાન ખૂબ દીધું. ખૂબ પુણ્ય ઉપાર્જન કરીને નિરતિચાર નિયમ પાળીને, મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને આ જ નગરમાં સુબુદ્ધિ નામનો શ્રાવક કે જેનો નિયમ છે કે, દરરોજ ખાવા જેટલું જ અનાજ એક વખત ખાવું. આવી દુર્ભિક્ષની વાતો સાંભળીને, પોતાના નિયમને પાળવા માટે, અનાજનો કોઈપણ જાતનો સંગ્રહ કર્યો નથી, તેના ઘેર તેનો પુત્ર પણ ઉત્પન્ન થયો. ગઈ કાલે જ તે પુત્રનો જન્મ થયો છે અને તે પુત્રના પુણ્ય પ્રતાપે દુષ્કાળ પડવાનો હતો, તેના બદલે સુકાળ થયો. આ સાંભળીને રાજા આનંદિત થયો અને સુબુદ્ધિ શ્રાવકને ઘેર જઈ, તેણે પણ પુણ્યશાળી બાલકને પ્રણામ કર્યા અને તે નવજાત બાળકનું નામ ધર્મકુમાર પાડ્યું. રાજાએ તેને કાળજીપૂર્વક ઉછેરાવીને મોટો કર્યો. નગરમાં તે ધર્મકુમારને પોતાના ગાદી વારસ તરીકે જાહેર કર્યો અને પોતાના તાબાના પ્રદેશમાં ધર્મરાજાના નામની આણ વર્તાવી. ધર્મરાજાના રાજ્યમાં કોઈપણ વરસે દુકાળ પડતો ન હતો. ધર્મરાજાએ ઘણો સમય રાજ્ય પાળ્યું. પછી ગુરુ પાસે દીક્ષા લઈ નિરતિચાર ચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, મોક્ષસુખ પામ્યો.
૧૩૮
સૂરસેનની કથા
બંધુરા નગરીમાં વીરસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સૂરસેન અને મહસેન નામનો પુત્ર હતો. બંને ભાઈઓનો એક બીજા પ્રત્યે ખૂબ સ્નેહ હતો. એક વખતે મહસેનની જીભે કોઈ રોગ થયો, તે કોઈ પણ ઉપાયે મટતો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162