Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 148
________________ પરિશિષ્ટ ૧૩૩ ‘લઘુકર્મી અઈમુત્તો કેવલજ્ઞાની થયો, તે તમે પ્રત્યક્ષ જુઓ. પછી અઈમુત્તા કેવલી, અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કરીને મોશે પહોંચ્યા વીરા સાળવીની કથા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુ એક વખતે દ્વારિકા નગરની બહાર સમવસર્યા શ્રીકૃષ્ણવાસુદેવ મહારાજા પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ દેશનામાં ગુરુવંદનનું ઉત્તમ ફળ બતાવ્યું. ગુરુવંદનનું આ પ્રમાણે ઉત્તમ ફળ સાંભળીને, શ્રીકૃષ્ણ મહારાજાએ મનના ઉત્સાહથી સમવસરણના અઢારે હજાર સાધુઓને દ્વાદશાવર્ત વાંદણાથી વંદન કર્યું. કૃષ્ણ મહારાજની સાથે આવેલા સોળ હજાર મુગટબદ્ધ રાજાઓએ પણ શ્રીકૃષ્ણની સાથે સાથે સાધુઓને વંદન કરવા માંડ્યું. પરંતુ રાજાઓ થાકી ગયા અને એકલા કૃષ્ણ મહારાજા અને વીરા નામના સાળવીએ અઢારે હજાર સાધુઓને વંદન કર્યું. નવહજાર સાધુઓને વંદન કરતાં કરતાં, શ્રીકૃષ્ણ મહારાજને થાક લાગવા માંડ્યો અને આખા પરસેવાથી રેબઝેબ થઈ ગયા. તે વખતે કૃષ્ણ મહારાજા, શ્રીનેમિનાથ પ્રભુને પૂછવા લાગ્યા કે – “હે પ્રભુ! મેં ત્રણસોને સાઠ મોટા સંગ્રામો ખેલ્યા છે. તેનાથી જેટલો થાક લાગ્યો ન હતો. તેથી પણ વધુ થાક આજે લાગ્યો છે. પ્રભુએ કહ્યું કે “જેમ થયું તેમ, તમને આજે ઘણો લાભ પ્રાપ્ત થયો છે. સાધુઓને વંદન કરતાં કરતાં, તને ક્ષાયિક સમ્યક્તવું પ્રાપ્ત થયું અને તે તીર્થકર નામકર્મ ઉત્પન્ન કર્યું, અને અગાઉ કરેલા મહાસંગ્રામાદિક આરંભ કરતાં, તે સાતમી નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું હતું. તે સાધુઓને વંદન કરવાથી તૂટતાં, ત્રીજી નરક યોગ્ય કર્મ બાકી રહ્યું છે અને તારી દાક્ષિણ્યતાને લીધે, તારી સાથે સાથે દ્રવ્ય વંદન કરનાર વીરા સાળવીને કાંઈપણ ઉત્તમ ફળ પ્રાપ્ત થયું નથી.” શંકા ઉપર દષ્ટાંત એક વખતે તે બ્રાહ્મણો ધન મેળળવા માટે એક સિદ્ધ પુરુષની સેવા કરતા હતા. કેટલોક સમય વીતી ગયા પછી તે સિદ્ધ પુરુષ પ્રસન્ન થયો અને બોલ્યો કે, આ કંથા છ માસ સુધી ગળામાં રાખવી, છ માસ સુધી આ કંથા ગળામાં રાખી મૂકશે તેને છ માસ પછી દરરોજ પાંચસો સોના મહોરો પ્રાપ્ત થશે', એમ કહી સિદ્ધ પુરુષે તે બંને બ્રાહ્મણોને એક એક કંથા આપી. તેમાંના એક તે કંથા ગળામાં પહેરીને, કંથા પાસે સોનૈયા માંગ્યા. કંથાએ સોનૈયા નહીં આપવાથી, રસ્તામાં નદી આવી, તે વખતે વિચારવા લાગ્યો કે, માંગવા છતાં પણ કંથા સોનૈયા તો આપતી નથી અને ગળામાં કંથા દેખીને લોકો મશ્કરી કરશે એમ સમજીને ગળાની કંથા નદીમાં નાંખી દીધી. બીજાએ એકાગ્રચિત્તે, છ મહિના સુધી કંથા ગળામાં પહેરી રાખી તેને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162