Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 134
________________ પડાવશ્યક બાલાવબોધમાં ઉલ્લેખિત દુષ્ટાત્ત કથાઓ સતી શ્રીમતીની કથા આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં અમરાપુરી સમાન પોતનપુર નામનું એક અદ્વિતીય શહેર હતું. આ નગરમાં સુગુપ્ત નામનો એક શ્રાવક રહેતો હતો. ઉત્તમ ગુણવતી શ્રીમતી નામની તેને એક પુત્રી હતી. આ શ્રીમતીના અનુપમ સૌંદર્ય ઉપર તે જ ગામનો એક અન્યધર્મી યુવાન મોહ પામ્યો. તે યુવાને નિર્લજ થઈ શ્રીમતીના વિવાહની માંગણી પોતાના પિતા મારફતે સુગુપ્ત શ્રાવક પાસે કરી. પોતાની ધર્મિષ્ટ અને ગુણવાન પુત્રીનો વિવાહ અન્યધર્મી સાથે કરવાની સુગુપ્ત ના પાડી. શ્રીમતી તરફ અનુરાગવાળા તે યુવાને કપટ કરી, ચતુરાઈથી પોતે જૈનધર્મ અંગીકાર કર્યો છે, તેવો દેખાવ કરીને; સુગુપ્તનું મન પ્રસન્ન કરી, શ્રીમતી સાથે વિવાહ કર્યો. શુભ દિવસે અને શુભ મુહર્તે બંનેનાં લગ્ન થયાં. પંચ સમક્ષ લગ્ન કરીને શ્રીમતી પોતાના સાસરે આવી. શ્રીમતી પોતાના સાસરે આવીને, ઘરકામમાં લાગી ગઈ અને પોતાનો જૈનધર્મ પાળવા લાગી. શ્રીમતીને આ પ્રમાણે જૈનધર્મ પાળતી જોઈને, તેણીની સાસુ તથા નણંદ શ્રીમતીને ઘણો ત્રાસ ઉપજાવવા લાગ્યાં. અને તેણીનું પગલે પગલે અપમાન કરવા લાગ્યાં. શ્રીમતી પોતાના કર્મની નિંદા કરવા લાગી. કોઈના ઊપર પણ દ્વેષ રાખ્યા. વિના જૈનધર્મ પાળવા લાગી. આ પ્રમાણેનું શ્રીમતીનું વર્તન જાઈને, તેણીનો પતિ પણ તેણીનો તરફ વેષ ધારણ કરવા લાગ્યો અને શ્રીમતીને કોઈપણ રીતે મારી નાંખીને, બીજી સ્ત્રી પરણવાની ઇચ્છાવાળો થયો. એક વખતે, તેણીના પતિએ એક ઘડામાં મહાવિકરાળ સર્પ રાખી, ઊપર ઢાંકણું ઢાંકીને પોતાના સૂવાના ઓરડામાં તે ઘડો રાખ્યો. રાત્રિએ સૂવાના વખતે, જયારે શ્રીમતી આવી ત્યારે તેણીના પતિએ કહ્યું કે હે પ્રિયે ! તું જલદીથી જઈને પેલા ખૂણામાં પડેલા ઘડાની અંદર સુગંધિત ફૂલોની માળા છે તે લાવ અને મારા કંઠસ્થળમાં તે માળાનું આરોપણ કર.” મહાવિનીત અને ચતુર એવી શ્રીમતી તરત જ તે ઘડા પાસે ગઈ. ઘડા પાસે જઈને સ્વસ્થ ચિત્તે ઉભી રહીને, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને, ઘડા પરનું આવરણ દૂર કરીને શ્રીમતીએ ઘડામાં પોતાનો જમણો હાથ ઘાલ્યો. તે વખતે નમસ્કાર મહામંત્રના સ્મરણના પ્રતાપે, તે સર્પની જગ્યાએ અલૌકિક સુગંધવાળી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162