Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 139
________________ ૧૨૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ - કેટલોક સમય વીતી ગયા પછી જિતશત્રુ રાજા મરણ પામ્યો. પુરંદરકુમાર રાજગાદીએ બેઠો. રાજા થયા પછી પુરંદર રાજા, પોતાના પૂર્વભવની ઉપકારી કલાવતીનો ઘણો જ ઉપકાર માનવા લાગ્યો. દરરોજ નિયમિત શુભ ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ઘણો વખથ ન્યાયથી રાજ્ય પાળીને, અંત સમયે સર્વ જીવોને ખમાવીને, મરણ પામીને ઉત્તમ ગતિ પામ્યો. હુંડિકચોરની કથા મથુરા નગરીમાં શત્રમર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક હુંડિક નામે ચોર નિરંતર ચોરી કરતો હતો. એક વખતે તે ચોર એક શેઠના ઘરમાં ખાતર પાડીને સોનાના પુષ્કળ દાગીનાની ચોરી કરીને પાછો ફરતો હતો ત્યારે ઘરનાં માણસો જાગી ગયા. ખૂબ કાલોલ થયો. કોટવાલ આવી પહોંચ્યા. ચોરને દાગીના સાથે પકડીને, સવારમાં રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ હુકમ કર્યો કે આ ચોરને આખા નગરમાં ફેરવો.અને જેટલો બને તેટલો દાંડી પીટનારો દાંડી પીટીને બોલતો હતો કે તે લોકો ચોરી કરનારના આવા બૂરા હાલ થાય છે, માટે કોઈએ ચોરી કરવી નહીં. કોઈએ આ ચોરને કાંઈ પણ આપવું નહીં.' પછી રાજાએ ફાંસી દેનારાઓને કહ્યું કે, આ ચોરની સાથે કોઈ વાતચીત પણ કરે તો, તેના સમાચાર મને પહોંચાડવા. રાજાના માણસોએ તે હુંડિક ચોરને ખરે બપોરે તડકામાં ઊભો રાખ્યો. તડકામાં ઊભો રહેતાં પાણીની તરસ લાગવાથી, જે કોઈ ત્યાંથી પાસર થતું તેની પાસે તે પાણી માંગવા લાગ્યો. રાજાના ભયથી કોઈએ તેને પાણી આપ્યું નહીં. આ વખતે જિનદત્ત નામનો એક દયાળ શ્રાવક તે રસ્તે થઈને જતો હતો. તેને દેખીને ભયથી હુંડિકે તેની પાસે પાણીની માગણી કરી. જિનદત્તને દયા આવવાથી તેણે કહ્યું કે, “હે ભાઈ ? હું પાણી લઈને આવું ત્યાંસુધી તું નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરજે.' એમ કહી નમસ્કાર મહામંત્ર શીખવાડી, જિનદત્ત પાણી લેવા ગયો. અહીં હુંડિક પાણી પાણી કરતો મૃત્યુ પામ્યો. મરણ વખતે તેનું ચિત્ત નમસ્કાર મહામંત્રમાં તલ્લીન હોવાથી તે ચોર મોટી ઋદ્ધિવાળો વ્યંતર દેવતા થયો. અહીં રાજાના માણસોએ આ બધો વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ જિનદત્ત શેઠને પણ શૂળીએ ચડાવવાનો હુકમ ફરમાવ્યો. સેવકો પણ રાજાનો હુકમ થતાં જ જિનદત્ત શેઠને શૂળીના સ્થાને લઈ ગયા. હવે પેલો હંડિકનો જીવ જે યક્ષ તરીકે ઉત્પન્ન થએલો હતો, તેણે અવધિજ્ઞાનથી પોતાના પરમ ઉપકારી જિનદત્ત શેઠની આ દશા જોઈને, તે આકાશમાં રહીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે “હે રાજા ! વિડંબના શા માટે આપો છો ? જો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162