Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ દર્શન અને ચિંતન કહેતા. તેઓને લક્ષીને દિવાકરશી કહે છે કે, ભાઈ ! માત્ર સિદ્ધાંતજ્ઞ થવાથી તેની પ્રરૂપણ કરવા જેટલી સ્થિરબુદ્ધિ નથી આવી શકતી. વળી આગળ વધી તેઓ કહે છે કે માત્ર સૂત્રપાઠથી અને દીક બોધ નથી થતા. એ બધ કઠિન નયવાદની અપેક્ષા રાખતા હોવાથી દુર્ગભ છે. તેટલા માટે સૂત્રપાઠી દરેક જણે અર્થ. સાન મેળવવા પ્રયત્નશીલ થવું. જે આચાર્યો અશિક્ષિત અને છતાં ધષ્ટ છે તેઓ - ભગવાનની આજ્ઞાને અવગણે છે. છેવટે કેટલાકની બહારની ધમાલ અને મોટપને દાવ જોઈ દિવાકરથી દુખપૂર્વક કહે છે કે જેઓ વિચાર વિના જ ઘણાં પિથી વાંચી પિતાને બહુત માને છે, જેઓ મેટા શિષ્ય પરિવારને લીધે પિતાને બહુમત માનવાની ભૂલ કરે છે, તેઓ શાસ્ત્રમાં સ્થિરમતિ ન થતા ઊલટા સિદ્ધાંતદ્રોહી બને છે. દિવાકરશીના આટલા પ્રાસંગિક ઉદ્ધાથી એ સ્પષ્ટ થાય છે કે સન્મતિની રચના એ મુખ્યપણે શ્રમણ સંઘમાં પ્રજ્ઞાબળ પ્રેરવા માટે થયેલી છે, પરંતુ એ ઉપરાંત એ રચનાને બીજો પણ ઉદ્દેશ હતો અને તે એ છે કે જેન તનું જૈનેતર વિદ્વાનમાં જ્ઞાન ફેલાવવું અને જેઓ જૈન સિદ્ધાન્તો ઉપર આક્ષેપ મૂકતા તેઓને સચોટ ઉત્તર આપે. આપણે સન્મતિની નય, જ્ઞાન અને યની પ્રરૂપણુઓમાંથી નય અને તેમની પ્રરૂપણુઓમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ બીજો ઉદ્દેશ સિદ્ધ કરવા દિવાકરશ્રીનું ખાસ લક્ષ્ય હતું. તેથી જ ' તેઓએ નથવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનેને સ્યાદ્વાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નોમાં યોગ્ય રીતે ગોઠવ્યા છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શને માત્ર પિતાની પ્રરૂપણ સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં તે બધાને તેઓએ એકતરફી અને અધૂરાં સાબિત કરવાને ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે એ સમજાવવા પ્રબળ પુરુષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમયે અનેકાંતને ઉપબહાસ કરતા તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે અને છેવટે કહ્યું છે કે જેના વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને નમસ્કાર હો. બારીકીથી જોતાં ખરેખર એમ લાગે છે કે નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જૈન તત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ અને તર્કસિદ્ધ જે કોઈ પ્રયત્ન થયો હોય તે તે દિવાકરશ્રીને જ પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસા અને શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંત જયપતાકા વગેરે કૃતિઓ એ પાછળના પ્રયત્નો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32