Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 24
________________ સન્મતિત અને તેનું મહત્ત્વ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત પ્રાયિંશિકા L [આ નીચે દિવાકરશ્રીની ત્રણ બત્રીસીઓના કેટલાક શ્લોકાના ભાવ આપવામાં આવે છે, જેમાંની ૧લી વાદ્યનિષદ્ ત્રીસી, ૨૭ વાદબત્રીસી અને ૩૭ ન્યાયબત્રીસી છે. વાદપનિષદ્ બત્રીસીમાં વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યાનું જ્ઞાન મેળવવું જોઈ એ તે રહસ્યનું વર્ણન કરેલું છે. વાદખત્રીસીમાં વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાના અને ત્યાગીની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું આખે′′ ચિત્ર મૂકેલું છે અને ન્યાયબત્રીસીમાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયમૂત્રાને કાંઈક મળતું વર્ણન છે. સાર એ છે કે આ ત્રણે બત્રીસીએને વાંચનાર દિવાકરશ્રીના સમયતું વાદવિવાદનું વાતાવરણુ, વાદી અને પ્રતિવાદીના મનેભાવનું ચિત્ર અને ન્યાયની પદ્ધતિ વિશે સ્પષ્ટપણે સમજી શકશે અને એ જ આશયથી આ ત્રણે બત્રીસીને અહીં મૂકવામાં આવી છે. ] વાદ્યોપનિષદ દ્વાત્રિ શિકા જે દ્વારા ધમ, અર્થ અગર કીર્તિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર, અને આજ્ઞાપત્ર આદિ ધરમાના ) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસના સંપાદન કરવાં ઘટે તે ભાતું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા હ।. ૧ [૯૪૨ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂકયા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે તે પૌરુષવાન છતાં પાતાના અવસર ગુમાવેલા હોવાથી વિદ્વાનેકની સભામાં ઊંચુ' મસ્તક કરી એલી શકતા નથી. ૭ . “તું શું ખાલે છે, તે હું નથી સમજતા. આ તે કાના સિદ્ધાંત છે? સિદ્ધાંતયુક્ત ખેલ. આ કથાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો. અથ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ ધિ કરાય છે. ૮ તે કઠોર ઉત્તરા વડે જે પુરુષ આધાત પાંમી જાય છે તેની બુદ્ધિ જે આમ્નાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયાગ કરનારી હાય છે તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કાર ઉત્તરા વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુ સભાભટાથી ભરેલ રાંગણમાં ચોખ્ખા માર ખાઈ સૂઈ જાય છે. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32