Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249251/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [ ૮ ] જૈન શ્રુતના બહુ મોટા ભાગ નાશ પામ્યા છે. તે નાશનાં અનેક કારણે છે, પણ આજે તેના જેટલા અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સબની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રુત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેને મનેરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના સ્ત્રી-પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર—કુમારિકાએ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજીવાં સાધનાની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પેાતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂકાતું જૈન સંધમાં મેટું સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનને છેલ્લે તે પરિપક્વ અંશ જ છે, તી પૂજા હોય કે ગુરુપૂજા હોય, એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધાંમાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાના એક જ હેતુ મુખ્ય છે. આજે વિશિષ્ટ રીતે જૈનદર્શન વિત હોય તો તે એક શ્રુતને આભારી છે, અને શ્રુત વિત હેાય તે તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીદી, જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈનદર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેએએ તે તે શાસ્ત્રોને જૈનદર્શનના પ્રભાવક કહી તેના તરફ લેકાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું, તેની પોથીએ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે કાળા આપ્યા. આગમગ્રંથોની પ્રતિષ્ટા તા ભગવાનની પ્રતિષ્ઠાને એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાઓમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચદ્રસૂરિએ રચેલ પ્રવચનસારાહારની વૃત્તિમાં તેના કર્તો શ્રસિદ્ધસેન સન્મતિતક તે અંગે જે લખેછે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તે દર્શનના પ્રભાવક તરીકે ગ્રંથે જણાવતાં સન્મતિને પહેલે મૂકે છે અને સાથે જ કહે છે કે એ નપ્રભાવક શ્રધાતુ' દરેક રીતે ભક્તિપૂર્વક અહુમાન કરવું. ત૩૯૫ નામના છેદસૂત્રની શૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતકને Page #2 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ [ ૧૯ એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેના અભ્યાસ કરતાં કાઈ અપવાદ સેવવા પડે તે તેને પ્રાયશ્ચિત્તયેાગ્ય નથી માનતા. શ્રુતજ્ઞાનની જાગ્રસ્મૃતિ ઉપાધ્યાય શ્રીયોવિજયજી તે એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન આત્મારામજીસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે. આ રીતે સન્મતિતના મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવ્યો છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિતક એ શું છે? તેનું મહત્ત્વ શા માટે છે? અને ખીજાં શાઓની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણા થઈ છે. નાવિધાન ' જૈન સાહિત્ય અને સમાજમાં સમતિતક' એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ · સન્મતિતક' લાગે છે; ઘણી અને જૂની હસ્તલિખિત પ્રાંતએમાં · સન્મતિતક'' એવા જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે ‘ સંમતિ ’ નહિં પણ ‘ સન્મતિ ’ નામ ખરું હાવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરના જે નામ ગણામાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચાખ્ખુ લાગે છે કે આચાય શ્રી. સિદ્ધસેને પેાતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતક એજ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણના વિષય કલ્પિત અગર તે સાધારણ નથી, પણ હું જે કહું છું તે તે ભગવાન મહાવીરનો તર્ક છે. એટલે તેમને સિદ્ધાંત અથવા ભગવાન મહાવીરને મત છે. પ્રવચનસાર સાથે સરખામણી નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃતભાષામાં છે. એના ત્રણ ભાગે છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પદ્મો બધાં આર્યા છંદમદ્ છે. પહેલા કાંડમાં ૫૪, બીજાં કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે. આ ગ્રંથ ખાદ્ય રચનામાં શિબરાચાય કુંદકુંદના પ્રવચનસાર જેવે છે. પ્રવચનસારના પણ ત્રણ ભાગ છે. તેમાં પહેલા ભાગમાં ૯૨, બીજા ભાગમાં Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦] દર્શન અને ચિંતન ૧૦૮ અને ત્રીજા ભાગમાં ૭૫, કુલ ૨૭૫ પ્રાકૃત આયબદ્ધ પડ્યો છે. પ્રવચનસારના ત્રણે ભાગે કોડ નહિ, પણ જૂની ઢબના શ્રતસ્કંધ એવા નામે પ્રસિદ્ધ છે. પ્રાકૃતભાષા, આણંદ અને ત્રણ ભાગમાં વહેચણું એટલું બાહ્ય સામ્ય જોયા પછી હવે એ બન્ને ગ્રંથોના આંતર સ્વરૂપ તરફ વળીએ. પ્રતિપાઘ વિષય - પ્રવચનસારમાં ચારિત્રનું પ્રતિપાદન ખાસ એક અધિકારમાં કરવામાં આવ્યું છે, જ્યારે સન્મતિમાં એ વિષય લીધે જ નથી. સન્મતિ ર્કમાં આખું એક કાંડ નયની ચર્ચાથી ભર્યું છે, જ્યારે પ્રવચનસારમાં એ વિષય સ્પર્શી જ નથી. એમાં માત્ર સપ્તભંગીને અતિકમાં ઉલ્લેખ છે, ત્યારે સન્મતિમાં એની પૂર્ણ અને વિશદ ચર્ચા છે, પ્રવચનસારમાં આત્મિક પરિણામના વિકાસને સૂચવતી જે શુભ, અશુભ અને શુદ્ધ પરિણામની હદયં. ગમ ચર્ચા છે તે સન્મતિમાં નથી. બન્ને ગ્રંથમાં જ્ઞાન અને રેયની ચર્ચા તો છે જ, પણ એમાં ઘણું અંતર છે. પ્રવચનસાર મુખ્યપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનને તફાવત જૈન દૃષ્ટિએ સમજાવે છે અને જ્ઞાનને લગતી પ્રાચીન જન પરંપરાને બીજા દર્શનથી જુદી પાડી કાંઈક તર્કપતિએ સમજાવવા પ્રયત્ન કરે છે, ત્યારે સન્મતિમાં એ વિષય જુદી જ રીતે ચર્ચા છે. એ પિતાના સમય સુધીમાં ચાલ્યા આવતા જ્ઞાનને લગતા બધા વાદને એકે એકે લઈ તેની ઊંડી માર્મિક અને અપૂર્વ સમીક્ષા તેમ જ પરીક્ષા કરે છે અને એમાં દિવાકર શ્રી પિતાને તદ્દન સ્વતંત્ર તેમ જ નવો વાદ મૂકે છે તેમ જ સ્થાપે છે. તે વાદ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન વચ્ચે ભેદ ન માનવાને. આ વાદ સ્થાપતાં તેઓશ્રીએ પ્રાચીન વાદને બહુ ઝીણવટથી મ્યા છે અને તેમાં તર્કદષ્ટિએ દેખાતા દોષોને દર્શાવ્યા છે. એ જ રીતે પ્રવચનસારમાં છે તે કરતાં સન્મતિની યચર્ચા જુદી જાતની છે. પ્રવચનસારમાં જન પરંપરા પ્રમાણે મનાતાં છ દ્રવ્યોનું આગમિકશૈલીએ શ્રદ્ધાગઓ વર્ણન છે, જ્યારે સન્મતિમાં એમ નથી. એ તે વિસ્તારથી એટલું જ વર્ણવે છે કે જનદષ્ટિએ યંતત્ત્વનું સ્વરૂપ કેવું માનવું જોઈએ. એ સ્થાપતાં એણે મૃદુતાથી વિરોધી દષ્ટિઓની ખૂબ ઝાટકણી કોઠી છે. પ્રતિપાદનશૈલી - પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક રેલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ Page #4 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનુ' મહત્ત્વ [ ૯૨૧ ભલે ગમે તે હોય, પણ એને તર્કની તીક્ષ્ણ શાણુ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની રોલી આમિક એટલા માટે છે કે તેમાં તત્ત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતા જાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કાઈ મહામના નિભ્રં"થના મુખેથી શ્રદ્ધાપૂર્ણાંક ઉપદેશમિશ્રિત જૈનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની ખાખતમાં એમ નથી. એમાં ઉપદેશના છાંટાયે નથી. એમાં તે શુદ્ધ જૈન તત્ત્વો પેાતાની ઢમે દિવાકરશ્રી પ્રવાહભદ્ર વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કાઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરામણના મુખેથી મન તત્ત્વા સાંભળી રહ્યા છીએ. પ્રસ્તુત બન્ને ગ્ર ંથ જૈન તત્ત્વજ્ઞાન અને સંપ્રદાયના પાષક છે, છતાં બન્નેમાં મોટા તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક કાંટાનુ રાષણ કરે છે, જ્યારે અને કાઈ ફાંટાના પાષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્ત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવણું દિગ ંખર શાખાનું પોષણ કરે છે, પણુ સન્મતિને કાઈ શાખાની કી જ પડી નથી. એ તા ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તક ઉપર તેની માંડણી કરવા મથે છે. ઔદ્ધ અને વૈદિક ગ્રંથે સાથે સરખામણી દિવાકરશ્રીના સમયના સવાલ હજી વિચારવા જેવા હોવાથી કાળના પૌર્વોપયા વિચાર છેડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથો લઈ એ. પ્રવચનસાર જોતાં તેના પ્રણેતા આચાય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દતાના અભ્યાસની છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થૂલ : સાંખ્ય, વૈરોષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વે, ઔપનિષદ આદે બીજા તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર નાના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સતિ, ખત્રીસીએ વગેરે કૃતિ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાય ઈશ્વરકૃષ્ણની કારિકાએ લે અને સતિ સાથે સરખાવે, ભાષા અને સપ્રદાયને ભેદ ખાદ ફરીએ તે એ એમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્ક પતિએ ગાવવાનું સામ્ય નજરે પડરો. ( ખ ) શૂન્યવાદી બૌદ્દાચાય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબન્ધુની વિશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજાની અસર અવશ્ય છે. (ગ) (ખ) Page #5 -------------------------------------------------------------------------- ________________ ** ] દર્શન અને ચિંતન વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તે સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દનાનાં સૂત્રા અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્ય--પદ્યને ભેદ હાવા છતાં શુદ્ધ તર્ક દૃષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. રચનાના ઉદ્દેશ દિવાકરશ્રીએ સન્મતિતર્ક એ ઉદ્દેશથી રમ્યા હાય તેમ લાગે છે : ( ૧ ) સ્વસપ્રદાયમાં વિચારશક્તિ અને તર્ક બળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવા, અને ( ૨ ) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળ તત્ત્વાની પ્રતિષ્ઠા કરવી. જૈન નિર્દેથી મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્થૂલ રૂઢિઓમાં જકડાઈ સકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાડી સાધુસધ મોટેભાગે શબ્દપથી થઈ ગયા હતા અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંતો દેશ---કાળ પ્રમાણે હટાવી તેનેા વિસ્તાર કરવાને બદલે તે નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારો અને વ્યવહાર તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કાઈ ચાલતી પ્રથા બહારના વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે તે તેને તેએ! શ્રદ્ધા વિનાના-સમ્યગ્દર્શન વિનાનાકહી વગેાવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ અળ શ્રમણસધમાં હતું તેને ઉપયેગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે ઢિ સાચવવામાં જ થતા. આ સ્થિતિ દિવાકરશ્રીને ખટકી. તેએકને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાન્તો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાન્તો દેશ-કાળના ધનથી પર હાવાને લીધે તેને પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જાતુ કે નવું જે કાંઇ વાસ્તવિક હાય તે બધું સમાવવાને અવકાશ છે. ફક્ત તે માટે સૂક્ષ્મ વિચાર કેળવવા જોઈએ, તર્ક શક્તિ ખીલવવી જોઈ એ અને પ્રનાને વિકાસ કરવા જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધા ન્તોની ખૂબીઓનુ ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતુ; જ્યારે ખીને શ્રમણવગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતો; ઊલટુ, ભગવાનના જ સિદ્ધાંતની પોષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે છ ંછેડાઈ જતા અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતા કે તમે તે સ્વસિદ્ધાન્તની પ્રરૂપણા નહિ પણ તીર્થંકરની અવજ્ઞા–આશાતના કરે છે. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાને આશપ જૈન પરંપરામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ [ કર૩ નાસ્તિકપણાના આરોપ કરતાં પણ વધારે ભારે મનાતે આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયને વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાન્તની પ્રરૂપણ છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકે દિવાકરથીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહે છે તે સ્ત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તે તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરથી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થંકરની આશાતનાથી ડરનારા અને મૂત્રાશરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કવળજ્ઞાન-કેવળદર્શનને ભેદ માને છે ઇત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરો એ ક્યાંને ન્યાય ? ઊલટું, વિચાર અને તને અગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરથી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદને પિતાને પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠનું સમાધાન કરતાં કહે છે કે સત્રોમાં અભેદપક્ષ વિરૂદ્ધ જે જે કથને છે તે અન્ય દર્શનેનાં મંતવ્યનું માત્ર નયદૃષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાન્ત નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે. ખરે જાણકાર હોય તે તે પૂર્વાપર અર્થની ઊંડી વિચારણા કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમને એમ નહિ.. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાકરી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત ત. ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તે સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિદષ્ટિ કહેવો એ ક્યાંને ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પિતાને આગમ ભાનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી યદષ્ટિવાળા સૂત્રને માત્ર ભણી જેઓ પોતાને સૂત્રધર કહેવરાવવામાં સતિષ માને છે અને એ નયવાદની 5 મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ વાતું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મત્કર્ષથી પિતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકે પિતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશ્રી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક Page #7 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન કહેતા. તેઓને લક્ષીને દિવાકરશી કહે છે કે, ભાઈ ! માત્ર સિદ્ધાંતજ્ઞ થવાથી તેની પ્રરૂપણ કરવા જેટલી સ્થિરબુદ્ધિ નથી આવી શકતી. વળી આગળ વધી તેઓ કહે છે કે માત્ર સૂત્રપાઠથી અને દીક બોધ નથી થતા. એ બધ કઠિન નયવાદની અપેક્ષા રાખતા હોવાથી દુર્ગભ છે. તેટલા માટે સૂત્રપાઠી દરેક જણે અર્થ. સાન મેળવવા પ્રયત્નશીલ થવું. જે આચાર્યો અશિક્ષિત અને છતાં ધષ્ટ છે તેઓ - ભગવાનની આજ્ઞાને અવગણે છે. છેવટે કેટલાકની બહારની ધમાલ અને મોટપને દાવ જોઈ દિવાકરથી દુખપૂર્વક કહે છે કે જેઓ વિચાર વિના જ ઘણાં પિથી વાંચી પિતાને બહુત માને છે, જેઓ મેટા શિષ્ય પરિવારને લીધે પિતાને બહુમત માનવાની ભૂલ કરે છે, તેઓ શાસ્ત્રમાં સ્થિરમતિ ન થતા ઊલટા સિદ્ધાંતદ્રોહી બને છે. દિવાકરશીના આટલા પ્રાસંગિક ઉદ્ધાથી એ સ્પષ્ટ થાય છે કે સન્મતિની રચના એ મુખ્યપણે શ્રમણ સંઘમાં પ્રજ્ઞાબળ પ્રેરવા માટે થયેલી છે, પરંતુ એ ઉપરાંત એ રચનાને બીજો પણ ઉદ્દેશ હતો અને તે એ છે કે જેન તનું જૈનેતર વિદ્વાનમાં જ્ઞાન ફેલાવવું અને જેઓ જૈન સિદ્ધાન્તો ઉપર આક્ષેપ મૂકતા તેઓને સચોટ ઉત્તર આપે. આપણે સન્મતિની નય, જ્ઞાન અને યની પ્રરૂપણુઓમાંથી નય અને તેમની પ્રરૂપણુઓમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ બીજો ઉદ્દેશ સિદ્ધ કરવા દિવાકરશ્રીનું ખાસ લક્ષ્ય હતું. તેથી જ ' તેઓએ નથવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનેને સ્યાદ્વાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નોમાં યોગ્ય રીતે ગોઠવ્યા છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શને માત્ર પિતાની પ્રરૂપણ સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં તે બધાને તેઓએ એકતરફી અને અધૂરાં સાબિત કરવાને ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે એ સમજાવવા પ્રબળ પુરુષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમયે અનેકાંતને ઉપબહાસ કરતા તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે અને છેવટે કહ્યું છે કે જેના વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને નમસ્કાર હો. બારીકીથી જોતાં ખરેખર એમ લાગે છે કે નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જૈન તત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ અને તર્કસિદ્ધ જે કોઈ પ્રયત્ન થયો હોય તે તે દિવાકરશ્રીને જ પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસા અને શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંત જયપતાકા વગેરે કૃતિઓ એ પાછળના પ્રયત્નો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનુ મહત્ત્વ દિવાકરશ્રીના અને સન્મતિને પ્રભાવ વીર્ અને વિદ્વાન પુરુષની પ્રભા કાંઈ પાતાના જ કુલને વ્યાપીને અટકતી. નથી; એ તો સહસ્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે. દિવાકરશ્રી પાતાની પરંપરામાં તે ગવાયા જ છે, પણ એમના તેજોખળથી આકર્ષાયેલા બીજા ા વિદ્વાન આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિસાયુ નથી. હરિવશપુરાણુના કર્તા મહાકવિ જિનસેનાચાય (પ્રથમ) પોતાના એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મેટા મોટા પ્રભાવશાળી આચાર્યાંનુ અને કવિએનુ સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદરસાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા ખીજા જિનસેનસૂરિ, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર અનવીય અને પતિ લક્ષ્મીભદ્ર વગેરે દિગમ્બર પડિતાએ પોતપોતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરશ્રીની જેમ એમની કૃતિઓનો પણ કાંઇ ઓછે. પ્રભાવ વિસ્તરેલા. નથી. તત્ત્વાર્થરાજવાતિના પ્રણેતા ભટ્ટ અકલ કાિરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પોતાના વાતિકને શૈભાવ્યું છે, તત્ત્વા શ્લોકવાતિ કના કોં શ્રી. વિદ્યાનંદ સ્વામી અપનામ પાત્ર}સરીજીએ એ વાતિકતી વ્યાખ્યામાં. પોતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉર્દૂરીને સન્મતિના પ્રામાણ્યનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિય ટીકામાં પણ્ આચાર્ય અનતવીય સન્મતિની ગાથાને વિસારતા નથી. દિવાકીની કૃતિને પ્રભાવ કાંઈ આટલેથી જ અટકયો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાય અકલંક ભટ્ટની લત્રીયસ્ત્રય એ જાણે સન્માંતનુ પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કાર દિવાકરથી અને સન્મતિના પ્રભાવ વિસ્તરેલા જોઈ એ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કઈ કૃતિ ઉપર કેાઈએ સાધારણ ટિપ્પણી સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તસમીક્ષારૂપ ચિનગારીને લીધે લાંકા ભડકથા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હોય. એથી તેઓએ દિવાકરથી અને તેમની કૃતિને ભલે અભિનદી હાય, પણ પેલી ભડકામણને લીધે તે દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીને ૨૫થ કરતાં અચકાયા હાય. વધુ સંભવ તા એ છે કે એ ખત્રીસીએને કાઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩૨ શ્લોકની ભાત્ર એકવીશ બત્રીસી છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તે સહેજે વીતી જાય અને શ્રીજો આયાસ થાય તે તે વળી જુદા જ. હવે તે દેશમાં અજ્ઞાનતાના ધૂમસને { ૯૨૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ] દર્શન અને ચિંતન દૂર કરવા, લેકેમાં ચેતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ સન્મતિ ઉપરાંત બીજી પણુકૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી; પણ એ બત્રીસ બત્રીસીઓમાં જો ન્યાયાવતાર ન આવતા હોય તે તે અને કલ્યાણુમંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કૃતિઓમાંથી ઉપલબ્ધ છે સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસીઓ, ન્યાયાવતાર અને કલ્યાણ મંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બને છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે. બત્રીસીઓ કેઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનેનું વર્ણન છે. એકમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણ મંદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનને અભ્યાસ કરવા માટે ગ્રંથ રચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિને શુદ્ધ વિષય જેને તત્વજ્ઞાનને છે, જ્યારે બત્રીસીઓનો મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનેની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે. દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારોમાં જેનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તે બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જાતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન હેમચંદ્ર અને યશવિજયજી જેવા તે અપવાદ માત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જતિના અને પિતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમજ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમને સંસ્કૃતભાષા ઉપર કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમકારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી રવચ્છ બનાવી હતી. હુંય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને Page #10 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ [ ૯૨૦ નિયતા તેઓમાં સ્વત:સિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાવેત જ બીજા ફાઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાન–ભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘ તપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પી, તેની વ્યવસ્થા અને પ્રભાવના ફરવામાં જ પોતાના પાંડિત્યના ઉપયેાગ કર્યો. " એમની ખત્રીસી વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું ખીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળત્તાથી સમજાયું. તેથીજ તેઓ દીર્થં તપસ્વીના બુદ્ધિગમ્ય તત્ત્વસિદ્ધાંત ઉપર ફિદા થઈ એમની ગદ્ગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પોતાના બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યાં છે. એ સમજવા કેટલાંક બત્રીસીએમાંનાં પદ્મો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચાને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર એ કેમ છે અને હવે તે વધે કેમ? એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતક એ બન્ને ગ્રંથી મહુત્ત્વના છતાં તેમાં સન્મતિતકનું જ સ્થાન મુખ્ય આવે છે. એમાંથી અભ્યાસ માટે તે એકની જ પસંદગી કરવી ય તે। સન્મતિતર્કની જ પસંદગી વિશેષ કુળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતકના અભ્યાસી પ્રવચનસારની ઉપેક્ષા કરે તો ઘણું જ ગુમાવે એ ચોખ્ખુ છે. પ્રવચનસાર કરતાં સન્મતિતનું સ્થાન વિશિષ્ટ હાવા છતાં અને બન્ને મૂળ ગ્રંથાનું પ્રમાણ લગભગ સરખુ હાવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલે વધારે પ્રચલિત છે તેટલે વધારે સમતિત અપ્રચલિત છે, તેનાં શાં કારણા? એ પ્રશ્ન થવા સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જૈન તત્ત્વ નિરૂપવામાં આવ્યાં છે, જ્યારે સન્મતિ તર્કમાં તત્ત્વાનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈ તો લાભ ન ઉઠાવ્યેા. ખીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની ટીકા બહુ મેટી કે ભણનારને મૂંઝવે તેવી નથી; જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણ મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯૮] દર્શન અને ચિંતન અભ્યાસ માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણ પ્રવચનસારીય મૂળ અને ટીકા જુની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણું શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તે બાજુએ રહીં, પણું એવડા નાનકડાશા મૂળ ગ્રંથનો જુની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કઈ લેખકે જૂના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત રબો સુધ્ધાં લખ્યું નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગ સુધ્ધાં મેટે ભાગે અજાણ રહ્યો છે. જૈનતના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણુપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુ ગને વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મચ્યા રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુગતત્વચિંતનના અભ્યાસનું મહત્વ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિ વગેરે ગ્રંથ શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષણ દૃષ્ટિ વસ્તુસ્થિતિને સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગને માટે ભાગ એ વસ્તુથી બહુ વેગળે હોય એમ લાગે છે; નહિ તો સન્મતિતના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં કયારનાથે થયા હતા અને આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હેત. ઉપાધ્યાયજીએ સન્મતિતને જેટલે છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર ટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતર્કના સ્વાભાવિક ગૌરવને શેભાવે તેવું છે. ન્યાયનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલે છે એવા નિશ્ચિત પ્રમાણે અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર સન્મતિતનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાવામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વસ્તુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જે એ ગ્રંથને મધ્યમ પરિમાણને અનુવાદ થઈ બહાર પડી શકે તે અમારી ખાતરી છે કે જેમ તવાર્થ સર્વત્ર પઠન પાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે, એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થાય. એને પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનોને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ Page #12 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્ત્વ [ રા કરવાની હુ જૂની અને ખળવતી ધારણાએ જ સન્મતિતકના સંપાદનકામમાં અમને પ્રેર્યાં છે અને ખાંધી રાખ્યા છે. ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્ત્વ અત્યારે સન્મતિતર્કની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભય દેવની. આ ટીકા પહેલાં બીજી ઘણી ટીકા તેના ઉપર લખાયેલી, પશુ અભયદેવ પછી સન્મતિ ઉપર ખીજા કોઈ એ ટીકા લખી જણાતી નથી. શ્રી. અભયદેવ પહેલાં રચાયેલી પી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાય તાકિ પાવાકીની અને બીજી દિશ બરાચાય સુર્યાતની હોવાનાં પ્રમાણ મળે છે. આ મેં ઉપરાંત બીજી ટીકા હતી કે નહિ? અને હતી તો કાની કાની ચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિમબરાચાય અકલ કે પોતાનાં પ્રકરણા ઉપર સ્વાપન્ન લત્તિએ રચેલી છે તેમ ખુદ દિવાકરીએ પોતાના સન્મતિતક ઉપર નાનીમેટી કા સ્નાપન્ન ત્તિ રચેલી હાવી જોઈ એ એવી પ્રા. લાયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હાઈ સાધનને વિષય છે. ગમે તેમ હો, પણ આજે તો એકમાત્ર શ્રી. અભયદેવની ટીકા જ સન્મતિતક માં પ્રવેશ કરવસ્તુ દ્વાર છે. ટીકાના સામાન્ય અર્થ એટલે જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરવા. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર દ્વાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે.. સાબ એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામોટા દાનિક વિબ્યાની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ ખૂની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાના વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનુ' દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અયનની યાગ્યતા ધરાવતી હાવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવુ જરાયે અસ્થાને નથી. ૧૬૭ પદ્યો ઉપર પચીસ હજાર શ્લાકની પ્રસ્તુત ટીકામાં શ્રી. અભયદેવસૂરિએ પોતાના સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય ઘનિક વિષયાના સંગ્રહ બહુ ખૂબીથી કર્યાં છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાન્તવાદ્નુ' સમયન કરી પોતાની ટીકાને મૂળ ગ્રંથના ધ્યેયની સાધક બનાવી છે. • એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાનિક વિષયો ઉપરની લાંબી ચર્ચા ૫૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ #39 ] દર્શન અને ચિંતન સાધારણ મુદ્ધિવાળા માટે અગમ્ય હાવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયાગી ન લાગે એવા પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનુ મહત્ત્વ ધટતુ નથી, ઊલટુ' તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સવ ભાગ્ય જ નથી હાંતી અથવા જે સભાગ્ય ન હોય અગર તે અપભાગ્ય હોય તેની કિંમત ઓછી એવા પણ નિયમ ખાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્ત્વ તેની કક્ષાના પ્રત્યેાજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવુ જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી. અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદ્દેશ પ્રમાણે બહુ ઊંચું છે. ખૌદ્ધદર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દ્રશ્યના અને દિગંબર સ'પ્રદાયના નવમા સૈકા સુધીના જે માટા મોટા આકર ગ્રંથ હતા તે બધાંના સપૂણૅ વિષયોના સંગ્રહ કરી તેના ઉપર જૈનદષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એ જ શ્રી. અભયદેવસૂરિને ઉદ્દેશ તે ટીકા રચવામાં હતા, અને, પ્રા. લાયમન પોતાના અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે, તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પોતાના સમય પહેલાં સંસ્કૃત દનસાહિત્યમાં આકર ગ્રંથાનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લોક જેટલું વધ્યું હતું. ઔદ્દનનો મહાન ગ્રંથ તત્ત્વસંગ્રહ લે કે વૈદિક દર્શોનાનાં વાર્ત્તિક આદિ કાઈ ગ્રંથા લે, દિગમ્બરાચાર્યના માત્તે ડાર્દિ ગ્રંથે લે કે શ્વેતાંબરાચાય ના નયચક્ર આદિ ગ્રંથા લે. એ બધા લગભગ અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. તે બધાથી કદ મેટું કરી પૂČકાલીન સમગ્ર ચર્ચાઓના સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્ર્લોકપ્રમાણુ ટીકા રચી અને તેને દાનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આવા મહાન ઉદ્દેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જો એના એટલા વિસ્તાર કરવામાં તેઓએ કૃપશુતા કરી હોત તો દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાનિક વિષયોની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જેવા મળત. તેથી ટીકાના વિસ્તાર એ એનુ ખરું મહત્ત્વ છે, કાર કે તેથી જ તેને ઉદ્દેશ સધાય છે. અગિયારમા સૈકા પછી શ્વેતાંમર સાહિત્યમાં એવા પણ ગ્રંથ રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણુ ગણા છે, છતાં એ મહાકાય ગ્રંથ અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રસ્તુત ટીકામાં સંગૃહીત થયેલ વિધ્યા તેમતે સરળતાથી મળી ગયા છે. એક બીજી દષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે શમા સૈકા પછીના ગ્રંથેની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાના પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ વડે જ જાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ભારતીપૂજામાં ગુજરાતને ફાળે સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગને મુકાબલે ગુજરાતનું સ્થાન કયાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તે ગૂજરાતીઓને જામત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને તર પ્રાન્તના દેશવાસીઓને ગૂજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અત્રે ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું ખસ થશે કે ભારતી દિમાં સાહિત્યે પાસનાનું નૈવેદ્ય ધરવામાં પેાતપેાતાની ઢબે બીજા પ્રાંતાએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તેવા ભાગ લેવામાં કૈસ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ધણા અંશેામાં તે તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહૈિ, પણ ખીજા પ્રાંતા કરતાં ચઢિયાતુ યે છે. જૂના યુગને આદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનેાને જોઈ એ છીએ તે તેઓ વ્યાકરણ, કાય, કાવ્ય, નાટક, અલ’કાર, દન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્યાના પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકષ ક ભાષ્ય અને ટીકાગ્રંથે ચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્યાના આમિક અનેકાન્તવાદને તાર્કિકપતિએ વિશદ કરતા ગ્રંથાને રચી જુદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાને વળી તત્ર, શૈવ અને પાશુપતદન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદક કૃતિ સર્જી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રા પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યના કરતા દેખાય છે. [ ૯૩૧ સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલા ભાગ આપ્યા એનુ પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તે એમ જ માનવું જોઈ એ કે એ બધા ફાળા ગૂજરાતે આપેલા કાળા જ છે, અને તેમાં જ ગૂજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિર્ષના જ મુખ્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ a૩૨ ] દર્શોન અને ચિંતન ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનુ અદ્ભુત નિદર્શન દાનિક અને તાર્કિક ગ્રંથા મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણા જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પેાતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે. ગુજરાતમાં ઔદ્ધ વિદ્વાનાને હાથે રચાયેલી કાઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દાન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર સિદ્ધસેન, મલ્લવાદી,સિંહક્ષમાશ્રમણ, જિનભ, હરિભદ્ર, શાંત્યાચાય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર,જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલ્લિòષ્ણુ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી. યજ્ઞવિજ્યજી એ બધા જૈન શ્રમણે જ છે, અને તેમાં કેટલાયે તા એવા છે કે જેની એકએકની કૃતિઓની સ ંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિએ અને તેમાંયે સન્મતિતક પ્રસ્તુત છે અને તેથી ગૂજરાતે ગૌરવ લેવું જોઈ એ કે સન્મતિ અગર તેની ટીકા એ ગૂજરાતનુ સર્જન છે. આપણું જૂનામાં જૂતું જે જ્ઞાન સચવાઈ રહ્યુ છે તેનાં સાધનામાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ ( લાયબ્રેરી )ની પ્રથા આ દેશ માટે નવી નથી. એને ઇતિહાસ જેવા મહત્ત્વના છે તેવા જ આકર્ષક છે. આપણા દેશમાં ભડારો એ જાતના છે: વ્યક્તિની માલિકીના અને સુધની માલિકીના. બ્રાહ્મણ સપ્રાદ્દાયના ભડાશ મેટેભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભડાય પણ છેવટે સંધના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંધની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેકડા મેાટા મેાટા જૈન ભારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અપ્રિય ગૂજરાતે માત્ર પૈસાના સંગ્રહ નથી કર્યાં, કિન્તુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરા તે જૈન ભડારાને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબુડી, કાડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં ખીજી વસ્તુ પહેલાં ભડારા જ આવે છે. આવા સેકડ ભડારા ગુજરાતે સાચવ્યા છે અને તેમાં લાખા વિવિધ પુસ્તકા સચવાયેલાં છે. જૈન ભંડારા એ કાંઈ માત્ર જૈન પુસ્તકાના જ સંગ્રહસ્થાને નથી. એના સ્થાપકા અને રક્ષકાએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયના પુસ્તકા Page #16 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનું મહત્વ [ ૯૩૩ સંગ્રહવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવા બહુ જૂતાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તક જૈન ભંડારમાં મળી આવે છે, જે બીજે ક્યાંય લભ્ય નથી. પુસ્તકે માત્ર કાગળ ઉપર જ લખાયેલાં નથી, તાડપત્રનાં પણ હજારે પુસ્તકો અને તેનાં આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગૂજરાતે કર્યું છે. એવા ભંડારમાં સન્મતિતની અનેક પ્રતિઓ સચવાયેલી રહી છે. તે કાગળ અને તાડપત્ર અને ઉપર લખેલી મળે છે. સન્મતિતર્ક અને ગૂજરાત વિદ્યાપીઠ મૂળ અને ટીકાનું અસાધારણ મહત્ત્વ જોઈને જ એ ગ્રંથના અભ્યાસની અને પછી તેને અનુવાદ કરવાની લાલચ જન્મી; એ લાલચમાંથી સંપાદનની મમતા જાગી, વ્યાપાર અને અર્થપ્રધાન ગણાતા ગુજરાતની વિદ્યાની બાબતમાં લાજ રાખવાને જ કેમ જાણે જૈનાચાર્યોએ જે કિંમતી સંસ્કૃત સાહિત્ય ભારતને અને વિશ્વને ચરણે ધર્યું છે તેમાં સન્મતિત–ટીકાનું પણ સ્થાન છે. એવા એક ગુજરાતની જોજલાલીના અને વિદ્યાવિલાસના સમયમાં ગૂજરાતમાં જ રચાયેલા અને ગુજરાતના જ ભંડારમાં મુખ્યપણે સચવાયેલા આકર ગ્રંથનું પ્રકાશન ગૂજરાતમાંથી જ થાય તો વધારે સારું, એમ સમજી કેવળ જૈન સમાજની કોઈ પણ સંસ્થાએ કરવા જોઈતા કામને ગૂજરાત પુરાતત્વ મંદિરે અપનાવ્યું અને વિદ્યાપીઠની ઉદાર નીતિએ એ કામ કરવામાં અકર્ણ પ્રોત્સાહન આપ્યું. પરિણામે એના ચાર ભાગો પ્રસિદ્ધ થઈ ગયા અને છેલ્લે ભાગ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. લગભગ વીસ-પચીસ હજાર રૂપિયા જેટલે ખર્ચ કરી એ સંસ્થાએ ગૂજરાતના ગ્રંથરત્નની કેવી આરાધના કરી છે એ વાત તે સમભાવી તટસ્થ વિદ્વાન જ જાણી શકે. આ સ્થળે ગૂજરાત પુરાતત્વ મંદિરના એ ઔદાર્યની ધ એટલા માટે લેવામાં આવે છે કે ઘણા ખરા એ વસ્તુ ન જાણતા હોય તેને વિદિત થાય, પણ હવે છેલ્લી અને મુદ્દાની વાત ઉપર આવીએ. સશધિત આવૃત્તિનો ટૂંકો પરિચય મૂળ ગ્રંથ અને ટીકાનું પઠન-પાઠન સંપ્રદાયમાં ન હતું અથવા તે તદ્દન નવું હતું, એમ માનવાને ઘણાં કારણે છે. પરિણામે વખત વહેવા સાથે નકલની અને અશુદ્ધિઓની વૃદ્ધિ અનેક રીતે થતી જ ગઈ. પાઠે નષ્ટ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ] દર્શન અને ચિ’તન થયા, વાકયો ખડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી. ત્રીસેક પ્રતિ ઉપરથી સૌંધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેનાં પાડ઼-પાઠાંતરી કાયમ રાખી અનેક દૃષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવા ટિપ્પણી કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથાના ઉપયોગ છૂટથી કર્યાં છે. એ ઉપયેગમાં અમુદ્રિત પશુ ઘણા ગ્રંથા કામમાં આવ્યા છે. સ્યાાદમંજરી કે સ્યાદ્વાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદૃાદકલ્પલતા ટીકા કે નયામૃતતરંગિણી, પ્રમેયકમલમાત્ત ડ કે પ્રમેયરત્નકાપ, સિદ્ધિવિનિય કે ન્યાયનિશ્ચય, અષ્ટસહસ્રી કે ન્યાયમુધ્ધ'દ્રોય, નયચક્ર કે અનેકાન્તય પતાકા ફાઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયેગી થાય એ દૃષ્ટિએ જ વિષ્ણુમાં પ્રચુર ગ્રંથાના ઉપયાગ કરવાની પ્રેરણા આપી છેઅને વિદ્યા પીઠના ઔદાર્ય અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે, ઉપસંહાર એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનુ ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંસ્થેાધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હાય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન અહુભાગ્ય કરવા કહે! એના ગુજરાતી, હિંદી આદિ અનેક ભાષાએ માં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈ રશે અને અનુવાદ ભારત જેમ ઉપનિષદો કે દાનિક-વૈદિક સૂત્રગ્રંથે વિશેષ ને વિશેષ લાકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય. દિવાકરશ્રીના ગ્રંથરચનાના ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લેાકપ્રિય તેમ જ વિપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેએ શ્રીએ કવળ સસ્કૃતમાં કે વળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બન્ને ભાષાઓમાં થરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃસ્ય રહી છે, પણ એ વિરાધ દૂર કરવાના અને તેની ઉચ્ચતમતાના આસ્વાદ લેવાને કલિયુગ હવે આવી લાગ્યા છે. તેથી જેટલી કૃતિઓ વિત છે તે બધીના અનુવાદ દ્વારા અને સોધન દ્વારા ઉદ્ધાર કરવામાં જ જ્ઞાનપૂજાનું Page #18 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્ત્વ [ ૭૩૫ રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણોની પૂર્જામાં જ આપણે રચ્યાપચ્યા રહીએ તે તેના ચેતન-આત્મા સુધી પહેાંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાપ્રહિલ જડપૂજક ખેતી જઈ એ. એ સ્થિતિ અનેકાંતદૃષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદુ” કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકનો રુચિ કાઈ પણ કાળે સન્મતિતના ખરા મહત્ત્વ તરફ વળશે તો પ્રયાસ સફળ જ છે. દિવારશ્રીનાં કેટલાંક પઘોના સાર [ આગળ કહ્યા પ્રમાણે એકદર બધી કૃતિએ જોતાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતોને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેએ કાઈ નિર્વિચાર રૂઢિબધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગેઠવવા તેમ જ જૈન શ્રુતને વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેના ભક્તિપ્રસાદ પારખવા અને વિવેચ્ય વિષયના મતે સ્પર્ધા તેએકની અનન્યસાધારણ વિવેચકશક્તિને પરિચય આપવા તેમની બત્રીસીએમાંના કેટલાંક પદ્યો સારસહિત આપવાને લાજ રાખવા એ અસ્થાને નથી.] સ્તુતિ કરવાને ઠંતુ જણાવતાં તેઓ કહે છે કે હું વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષ્યાથી કે કીતિ પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણુના તારુ' બહુમાન કરે છે તેથી મા આ આદર છે.” ૧, ૪. ભગવાન મહાવીરમાં પેાતાને અતિઆદર થવાનું કારણ આપતાં * - હે ભગવન ! પરસ્પરના વિખવાદને લીધે જેએનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જે પોતાના વાદને સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના ભાગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતા કયા પુરુષ તારા તરફ્ ન આકર્ષીય ? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલા પુરુષ તારા જેવા અનેકાંતવાદી–સમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય, ઝ ૧, ૫. અનેકાંતવાદના વિજ્ઞાન (science )ની ભૂખી ખતાવતાં તે કહે છે કે તેઓ કહે છે — Page #19 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬] દર્શન અને ચિંતક “હે ભગવન્! ગુણે તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષ બતાવે છે તે જ દે અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તારું સૂત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અથત એકાંતવાદીઓ જેને દેવરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્વમાર્ગને સમજવાનું સાન થાય છે. ” ૧, ૬. ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તેલ તે ન જ આવી શકે એમ બતાવતાં કહે છે – સમૃદ્ધ પત્રવાળે એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળે પણ મોર ગરૂડની ચાલે તે ન જ ચાલી શકે તેમ હે ભગવન ! કઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીઓ તારા વિચારને તે ન જ પહોંચી શકે ? ૧, ૧૨. ભગવાનના અહિંસાના સિદ્ધાન્તમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહામ્ય દર્શાવતાં કહે છે કે હે ભગવન્ ! બીજા વાદીઓને જેને સ્પર્શ સુધ્ધાં નથી થશે એ આ વરૂછવનિકાયનો વિસ્તાર તે જે દર્શાવ્યે છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે મૂકી ગયા છે” ૧, ૧૩. ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થ્યનું વર્ણન કરતાં જણાવે છે કે – “હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનગાર હેવાથી જેઓની ક્યાંય નિષ્ઠા-આસકિત નથી એવા જવલંત ચિત્તવાળા તારા પ્રશિષ્ય જે જાતને યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અથત જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫. આચમેના માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરનો સાક્ષાત્કાર જ ન થતો હોય એવો પિતાને અનુભવ નિવેદતા કહે છે કે – હે જિનેન્દ્ર! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તે પોતે જ સાક્ષાત તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી ૧. પત્રને અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ સન્માનિત અને તેનું મહત્વ [ ૩૭ પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગોથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદોના ભાવથી શિલ છે. ” ૧, ૧૮. ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તે અદ્ભુત છે, એવું એ બીજા કાઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે – કર્તા સિવાય કમ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મના ફળને ભોક્તા છે—એ સિદ્ધાંતને અવલખી જે આઠ પ્રકારનું પગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કઈ કહી શક્યો નથી.” ૧, ૨૬. કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી, એ કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હે શરણ્ય! તારા કર્મવિજ્ઞાનમાં તે માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવેત્તાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષે તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭. - એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રે અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે છે – “હે લેકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમેધ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણે તે ઘણય જાજવલ્યમાન છે, છતાંય અન્ધકારપ્રિય ઘૂવડના કુલને માટે તે તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩. પાપ અને પુણ્ય વિશેની લેકની અજ્ઞાનતાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે માણસ જે પાપને વાંછતો નથી તે પાપનું સ્વરૂપ પણ સમજ નથી અને જે પુણયને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલે મનુષ્ય હેયપાદેયને વિવેક શી રીતે કરે ? ત્યારે હે સુગત! ૧. સરખા – “વૃત્રિમાસુદાં માથમિલાયિનેમ્િ | . सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥' –આ. હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોને ઉલેખ' પુરાતત્વ પરતક રૂ. પ્ર. ૧૨૧. Page #21 -------------------------------------------------------------------------- ________________ હ૩૮ ] દર્શન અને ચિંતન તે તે હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત ધણા લેકે પુણ્યને જ પિતાનું હિતકર સમજીને સકામ પ્રવૃત્તિ કર્યો કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તે તે પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯. ઈંદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનને અધિક મહિમા વર્ણવતાં કહે જગતના જે અંધકારને નાશ સહસ્ત્રલોચન-ઈકનું વજ પણ ન કરી શક્યું, સહસ્ત્રકિરણવાળો સૂર્ય પણ ન કરી શકો, હે ભગવન! તે જ અંધકારને તે ભેદી નાખ્યો.” ૪, ૩ વાસનાથી ભરેલો માનવ ભગવાનની મુદ્રાને જોઈને સંતોષ પામે કે કેમ? એ વિશે જણાવે છે કે (હે ભગવન! તું તો સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયથી પર છે ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષય કષાયોથી ભરેલો છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટે સ્તંભ પરિતિષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિષ કેમ થઈ શકે?” ૪,૪. અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે – “સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્! તારામાં–તારા. અનેકાંતવાદમાં બધી દષ્ટિએ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી. નદીઓમાં ક્યાંય સમુદ્ર કળા નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતદષ્ટિએમાં તું ક્યાંય કળાતો નથી. ” ૪, ૧૫. પોતપોતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી. સિદ્ધસેનને કહે છે કે, “અમુક વિચાર તે ન છે, તમે પણ આજકાલના છે અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.” આ વાદીઓ પ્રત્યે તેઓને ઉદગારે આ પ્રમાણે છે ૧. જુઓ અને સરખાવો– - “જિનવરમાં સઘળાં દરિસણું છે, દર્શને જિનવર ભજના રે સાગરમાં સઘળી તટિની છે, તટિનીમાં સાગર ભજના રે.” ---આનંદઘનજીનું નમિનાથનું સ્તવન Page #22 -------------------------------------------------------------------------- ________________ [૩૯ સન્માતિતક અને તેનું મહત્વ હે પુરાતનવાદીઓ ! તમે પુરાતન પુરાતન શું કહ્યા કરે છે? આ માણસ પણ આવતી કાલે જ પુરાતનેને સમેડિ થવાને છે. વળી, કેટલાય પુરાતને થઈ ગયા, કેટલાય થવાના. એ રીતે પુરાતનું તે કાંઈ ઠેકાણું જ ન રહ્યું. એવી સ્થિતિમાં પુરાતનેક્તિને પારખ્યા વિના જ માત્ર તેના એક પુરાતત્વને લીધે કેમ પ્રમાણુ કરી શકાય ? ૬,૫. “જે કાંઈ આડુંઅવળું કે ઊંધુંચતું કપાયેલું હોય, પણ તે જે. પુરાતનોએ કહેલું હોય તો તે જનું છે એમ કહી વખાણ્યા કરવું અને આજના મનુષ્યની સુવિનિશ્ચિત શેલીવાળી એકાદ કૃતિ પણ કઈને જોવા, વાંચવા કે. શીખવા ન દેવી એ સ્મૃતિમોહ નહિ તે બીજું શું ?” ૬,૮. હે પુરાતને! તમે પણ આગળ આવીને હિમ્મત અને યુક્તિપૂર્વક તે કાંઈ કહી શકતા નથી, તેમ બીજાની એટલે નવા મનુષ્યની વિદ્વત્સમાજે કરેલી પ્રતિષ્ઠાને પણ સાંખી શકતા નથી અને અમે જ પુરાતન છીએ,” આપ્તપુરુષના વારસદાર પણ અમે જ છીએ”—એવું એવું કહીને પરીક્ષકે. તરફ અંગુલિનિર્દેશ કરવાનું જ એક કામ તમારે કરવાનું છે, જે તમે બરાબર કર્યા કરે છે અને પાછા હઠે છે.” ૬, ૧૬. प्रथमा द्वात्रिंशिका न काव्यशन परस्परेयंया न वर ! कीर्तिप्रतिबोधनेच्छया । न केवले श्राद्धतयैव नूयसे गुणज्ञ पूज्योऽसि यतोऽयमादरः ।। ४ ।। परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्वयि ।।५।। वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां सदीयसूकप्रतिपत्तिहेतवः ॥ ६ ॥ समृद्धपत्रा अपि सच्छिखण्डिनो यथा न गच्छन्ति गतं गरुत्मतः । सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा न ते मलं यातुमलं. प्रवादिनः ॥ १२ ।। य एष षड्जीवनिकाय विस्तरः परैरनाल ढपथस्त्वयोदितः । अनेन सर्वज्ञपरीक्षणक्षमा-स्त्वयि प्रपादोदयसोत्सवाः स्थिताः ॥ १३ ॥ अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥ १५ ॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ १४.] દર્શન અને ચિંતન नयनसमापरिमेयविस्तरै-रनेकमहाभिगमार्थपेशलैः । अकृत्रिमस्वादुपदैर्जन. जन जिनेन्द्र ! साक्षादिव पासि भाषितैः ॥ १८ ॥ न कर्म कर्तारमतीत्य वर्तते य एव कर्ता स फलान्युपासते । तदष्टधा पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भुवि कचनापरः ॥ २६ ॥ न मानसं कर्म न देहवाग्मयं शुभाशुभज्येष्ठफलं विभागशः । यदात्य तेनैव समोश्यकारिणः चारण्य ! सन्तस्त्वयि नाथमुद्धयः ॥ २७ ॥ द्वितीया द्वात्रिंशिका सद्धर्मवीजवपनानघकौशलस्य यलोकयान्धव | तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१३॥ पापं न वाञ्छति जनो न च वेत्ति पापं पुण्योन्मुखश्च न च पुण्यपथः प्रतीतः । निःसंशयं स्फुटहिताहित निर्णयस्तु स्वं पापवत्सुगत ! पुण्यमपि व्यधाक्षीः ॥ १६ ॥ चतुर्थी द्वात्रिंशिका कुलिशेन सहस्रलोचनः सविता चांशुसहस्रलोचनः । न विदारयितुं यदीश्वरो जगतस्तद्भवता हतं तमः ॥३॥ निरवग्रहमुक्तमानसो विषयाशाकलुषस्मृतिर्जनः । स्वयि किं परितोषमेष्यति द्विरदः स्तम्भ इवाचिरग्रहः ।। ४ ।। उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्वयि सर्वदृष्टयः । न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरितिस्ववोदधिः ॥ १५ ॥ षष्ठी द्वात्रिंशिका जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनरेव समो भविष्यति । पुरातनेवित्यनवस्थितेषु कः पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत् ॥ ५ ॥ यदेव किंचिद्विषमप्रकल्पित पुरातनरुकमिति प्रशस्यते विनिश्चिताप्यय मनुष्यवावकृति-ने पाठयते यत्स्मृतिमोह एव सः ॥ ८ ॥ यदा न शक्नोति विगृह्य भाषितु परं च विद्वत्कृतशोभमीक्षितुम् । अथात संपादितगौरवो जनः परीक्षकक्षेपमुखो निवतते ।। १६ ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્ત્વ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત પ્રાયિંશિકા L [આ નીચે દિવાકરશ્રીની ત્રણ બત્રીસીઓના કેટલાક શ્લોકાના ભાવ આપવામાં આવે છે, જેમાંની ૧લી વાદ્યનિષદ્ ત્રીસી, ૨૭ વાદબત્રીસી અને ૩૭ ન્યાયબત્રીસી છે. વાદપનિષદ્ બત્રીસીમાં વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યાનું જ્ઞાન મેળવવું જોઈ એ તે રહસ્યનું વર્ણન કરેલું છે. વાદખત્રીસીમાં વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાના અને ત્યાગીની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું આખે′′ ચિત્ર મૂકેલું છે અને ન્યાયબત્રીસીમાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયમૂત્રાને કાંઈક મળતું વર્ણન છે. સાર એ છે કે આ ત્રણે બત્રીસીએને વાંચનાર દિવાકરશ્રીના સમયતું વાદવિવાદનું વાતાવરણુ, વાદી અને પ્રતિવાદીના મનેભાવનું ચિત્ર અને ન્યાયની પદ્ધતિ વિશે સ્પષ્ટપણે સમજી શકશે અને એ જ આશયથી આ ત્રણે બત્રીસીને અહીં મૂકવામાં આવી છે. ] વાદ્યોપનિષદ દ્વાત્રિ શિકા જે દ્વારા ધમ, અર્થ અગર કીર્તિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર, અને આજ્ઞાપત્ર આદિ ધરમાના ) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસના સંપાદન કરવાં ઘટે તે ભાતું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા હ।. ૧ [૯૪૨ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂકયા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે તે પૌરુષવાન છતાં પાતાના અવસર ગુમાવેલા હોવાથી વિદ્વાનેકની સભામાં ઊંચુ' મસ્તક કરી એલી શકતા નથી. ૭ . “તું શું ખાલે છે, તે હું નથી સમજતા. આ તે કાના સિદ્ધાંત છે? સિદ્ધાંતયુક્ત ખેલ. આ કથાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો. અથ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ ધિ કરાય છે. ૮ તે કઠોર ઉત્તરા વડે જે પુરુષ આધાત પાંમી જાય છે તેની બુદ્ધિ જે આમ્નાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયાગ કરનારી હાય છે તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કાર ઉત્તરા વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુ સભાભટાથી ભરેલ રાંગણમાં ચોખ્ખા માર ખાઈ સૂઈ જાય છે. ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ ] દર્શન અને ચિંતન જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મસ્થાન શું જોવાનું હાય? અને જે મ છે તેને માટે તે પોતે મમ ઉપર કરેલા પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીય વાળા દાંત વડે ક્રીડા કરતા આશીવિષ સ જ્યાં સ્પર્શ કરે તે જ મ થઈ જાય છે. ૨૬ મંદ, અલ્પાભ્યાસી પણ જો શાંત ચિત્તવાળા હોય છે તે તેનું વચન અખનીય થાય છે. તેથી ઊલટ્ટુ, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તે તે, પુરુષામાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રામના વિષયમાં જ સેાગણા પ્રયત્ન કરવા જોઈએ. ૨૭ જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળા થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અનેલા પોતાના શત્રુઓને શાક અને જાગરણના દુઃખથી દુળ કરી મૂકે છે. ૨૮ સમુખ થઈ ખેઠેલા શત્રુએમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જે પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર બ્રાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તો પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯ જેમ સમૃદ્ધિશાળી અને નીતિન હોવા છતાં પણ જો રાજા રહસ્યમળથી દુળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતા નથી, તેમ શાસ્ત્રોને નાતા હેાવા છતાં (વાદના ) રહસ્યને ન જાણતા હાય તા તે (જનસમૂહમાં) દીપી ઊઠતા નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે સાતા હાય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩૨. વાદઢાત્રિ શિકા જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી બનેલા એવા બે શ્વાનાતુ પણ કદાચિત્ સંખ્ય સંભવે ખરું; પરંતુ વાદી જો બે સગા ભાઈ હાય તાપણુ તેઓનુ પરસ્પર સપ્થ રહેવું અસંભવિત છે. ૧ કથાં તે તત્ત્વના આગ્રહ અને કાં આવેશથી આતુર ( ચઢેલ ) Page #26 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્ત્વ [ ૯૪૩ આંખવાળું (વાદીનું ) મુખ ? કયાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને કાં એકુટિલ વાદ ? ૨ જ્યાં સુધી રંગ ( વાદસ્થલી)માં નથી ઊતરતા ત્યાં સુધી વાદી બગલા જેવા મુગ્ધ દેખાય છે, પણ રગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવા ઉદ્ધૃત અને કઢાર થઈ જાય છે, ૩ ક્ષુલ્લકવાદી, ફૂકડા અને તેતરની પેઠે પૈસાદારાનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને ખાળકા મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. ૪ ખીજાઓએ ( અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સપૂર્ણ શાસ્ત્રઓ છે એમ, દવડે અંગાને કરડે છે. ૫ કલ્યાણા ખીજી જ તરફ છે અને વાષિભા બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તે। વાણીના યુદ્ધને કયાંયે કલ્યાણના ઉપાય કહ્યો નથી. છ વામ્બ્લરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વાંચન કરવાનુ છે એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે કલહથી સુંદર અને તેમ વિચારણા કરવામાં આવે તે તેમાં કશા દ્વેષ ન થાય. ૮ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પેાતાના પક્ષ સાધે છે, પરંતુ વાકયાની લાળ ચાટનારા અનેક વિદ્રાના એકઠા થઈ ને કલહપ્રધાન એવી કરેાડા કાર્યથી પણ પોતાને પક્ષ સાધી શતા નથી. ૯ વાદી દુષ્ણનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષ્ટક, નવિષયક, જૈતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનખાણુ વિષયક સામર્થ્યની જ ચિંતા કરતા રહે છે. ૧૦ અમુક વાદી હેતુઃ (તર્કન) છે તે શબ્દશાસ્ત્ર નથી જાણતા. વળી અમુક ખીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તે તર્ક કથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર ખતે જાણતા છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી, તે ચોથા વાદી પટ્ટુ છે પણ તેને પેાતાની મુદ્ધિ નથી. ૧૧ · અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ ( અસત્ય ઉત્તરા ) ચેોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ યાદી રાત્રિને વખતે વચન અને સુખની કસરત કરે છે. ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪ ] દરેમ અને ચિંતન સભામાં જેને ગર્વ તૂટી ગયે છે એ વાદી પિતાની મિથા આત્મસંભાવનાથી આધાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળે થઈ ધ લઈ શકતા નથી. ૧૩ જે વાદી કોઈ પણ રીતે જીતે તે સ્થી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણ લેકની અવજ્ઞા કરે છે, પરંતુ જે હારે તે તે વાદી ધાંધ થઈ સમા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતો પિતાની ઝાંખપને દૂર કરે છે. ૧૫, ૧૬. જ્યારે વાદી વાદ-કથા નથી સહી શકતે ત્યારે માનભંગના ભયથી ગરમ અને બે નિસાસે મૂકે છે અને તે રમ્ય સ્થાનમાં પણ બેચેનીથી સંતપ્ત થયેલે હેઈ મિત્રના પ્રત્યે પણ વજી જેવાં તીક્ષણ વચને બેલવા લાગે છે. ૧૭ સર્વ શાસ્ત્રકારોને એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારને આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઈચ્છે છે. ૧૮ પિતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાને સિદ્ધાંત જાણું લે આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ભ પમાડવાના ઉદેશથી તેને સિદ્ધાંત જાણુ એ તે સજજને માટે અનાચાર જ છે. ૧૯ પિતાના હિતની દષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાત થયેલું આ જગત સર્વજ્ઞાથી પણ એકમત ન થયું તો પછી તેને કયે વાદી એકમત કરી શકશે ? ૨૦ સર્વસના જ વિષયભૂત એવા પદાર્થોને જે છઘ (અલ્પા) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા અલ્પ જે કાંઈ હું જાણું શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧ પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે. ૨૪ બીજાઓને નિગ્રહ આપવાનો નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જે વૈરાગ્યમાં મેળવે તે તે વાદી વગરવિલબે મુક્તિ પામે. ૨૫ અહીં–આ લોકમાં જ્યારે મનુષ્ય સર્વ અંશથી નિર્વચન કરવા Page #28 -------------------------------------------------------------------------- ________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ ચેાગ્ય એવી એક વસ્તુને પૂરી જાણી શકતા નથી તો પછી પ્રત્યે ! ' ઍવા પ્રકારના ગવ કરવા કયા સ્વસ્થ પુરુષને યોગ્ય સામ આદિ ઉપાયા ચઢી જાય છે તેવી રીતે જાય છે. ૨૯ ન્યાયક્રાત્રિ શિકા માઢું દૈવે ખાવુ છે (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પોતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયા નિર્લજ્જ પડિત ન ખતી શકે ? ૧ સર્વે કથા ( વાદ )—માર્ગો પરપક્ષના ધાત માટે જ રચાયેલા હ્રાય છે, છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીએ અંદરોઅંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. ૭ ૪૫રૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હાઈ જાય છે; અને શાસ્ત્રસભાવના ( બહુમાનની ) શત્રુ ખતી નીરસપશુ પ્રાપ્ત કરે છે. ૧૬ ઉપપત્તિ ( યુક્તિ )થી કાંઈ બળવાન કે દુઃખળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ અને અથવા ન બને. ૨૮ धर्मार्थ की धिकृतान्यपि शासनानि न हानमात्र नियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृरसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥ १ ॥ पूर्व स्वपक्षरचना रभसः परस्य ' હું હોઈ સમાન હેાવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છુ વક્તા પણ શાસ્ત્ર કરતા શક્તિના યોગે ચઢી સભ્ય અને સભાપતિને સદ્ભાવ, ધારાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમધૃષ્ટતા—આ છ વાચ્છલ કહેવાય છે. ૩૧ वादोपनिषद् - द्वात्रिंशिका वक्तव्यमार्गमनियम्य विजृम्भते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि [ ૯૫ કે ‘ ભારા શકે? ૨૬ नोच्चैः शिरः स वदति प्रतिभानवत्सु ॥ ७ ॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ ४९ ] દર્શન અને પિતાના नामि किं वदसि यस्य कृतान्त एषः सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुतम् । प्रन्थोऽयमवधारय नैष पन्थाः पोऽयमित्यविशदागमतुण्डान्धः ॥ ८ ॥ आम्नाममार्गसुकुमारकृताभियोगा करोत्तरैरमिहतस्य विलीयते धीः । नौराजितस्य तु सभाभटसंकटेषु शुद्धप्रहारविभवा रिपवः स्वपन्ति ॥ २१ ॥ किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्दः । ... आशीविषो हि दशनैः सहजोप्रवीयः क्रीडन्नपि स्पृशति यत्र तदेव मम ॥ १६ ।। मन्दोऽप्यहार्यवचनः प्रशभानुयातः स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टमुदितेन सभामनांसिं यलः श्रुताच्छत्तगुणः सम एव कार्यः ॥ २० ॥ आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्षः पश्यत्यनाइतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः __ शोकप्रजागरकृशान् द्विषतः करोति ॥ १८ ॥ कि गर्जितेन विपुषु त्वभितो मुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । बाग्दीपितं तृणकशानुबलं हि तेजः कल्पात्ययस्थिरविभूति पराकमोत्यम् ॥ २९ ॥ परिचितनयः स्फीताथोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्ना कृशोपनिषद्गलः ! विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषत्कियां न तपति यथा विहातारस्तथा कृतविग्रहाः ॥ ३२ ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ મજ્યતિત અને તેનું મહત્ત્વ वादद्वात्रिंशिका ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः। स्थात् सौ (? स) ख्यमपि शुनो चोरपि वादिनोर्न स्यात् ॥ १॥ क्व च तत्त्वाभिनिवेशः क्व च संरंभातुरेक्षणं वदनम् । क्व च सा दीक्षा विश्वसनीयरूपतानुजुर्वादः (?) ॥२॥ तावद् बकमुग्धमुख स्तिष्ठति यावन्न रङ्गमवतरति ! रजावतारमत्तः काकोदतनिष्ठरो भवति ।।३।। कौडनकमीश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नाति ॥ ४ ॥ अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यङ्गानि दर्पण ॥ ५ ॥ अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् ॥७॥ यथकलहाभिजातं वाक्छलरावतार निर्वाच्यम् । स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ॥ ८ ॥ साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित् प्रशमयुक्तः । न तु कलहकोटिकोटयाऽपि समेता (? सगता) वाक्यलालभुजः ॥९॥ आतध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ॥ १० ॥ हेतुविदसौ न शब्दः (शाब्दः) शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः । उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥ ११ ॥ सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥ १२ ॥ अशुभवितर्कविधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥ १३ ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ६४८] દર્શન અને ચિંતન यदि विजयते कथश्चित्ततोऽपि परितोषभममर्यादः । स्वगुणविकत्यनषिक (?)बीनपि लोकान् खलीकुरुते ॥ १५ ।। उत जीयते कश्चित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगजेनाकामन् लक्ष्यविनोदनं कुरुते । १६ ॥ वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोषणम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वनीकरणवाक्यः ।। १७ ।। दुःखमहंकारप्रभवमित्ययं सर्वतन्त्रसिद्धान्तः। अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥ १८ ॥ ज्ञेयः परसिदान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥ १९ ॥ स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् । यः सर्वञ्जन कृतः शक्ष्यति तं कर्तुमेकमतम् ।। २० ।। सर्वज्ञविषयसंस्थाश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्तिं ॥ २१ ॥ परुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः । धूतः कलहस्य कृतो मीमांसा नाम परिवर्तः ॥ २४ ।। परनिग्रहाध्यवसितश्चित्तकाम्यमुपयाति तद्वादी । यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥ २५ ॥ एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥ २६ ॥ न्यायद्वात्रिंशिका दैवखातं वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोकस्य निर्लज्ज: को न पण्डितः ॥ १॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ સન્મતિત અને તેનું મહત્વ Ext द्वितीयपक्षप्रतिघा सर्व एव कथापथाः / अभिधानार्थविभ्रान्तैरन्योऽन्यं विप्रलप्यते // 7 // एकपक्षहता बुदिजल्पवाग्यन्त्रपीडिता / श्रुतसंभावना वैरी वैरस्य प्रतिपद्यते // 16 // न नाम दृढमेवेति दुर्बलं चोपपत्तित; / वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा // 28 // तुल्ययामाशुपायासु शक्त्या युक्तो विशेष्यते / विजिगीषुर्यथा बाग्मी तथाभूयं श्रुतादपि // 26 // प्रानिकेश्वरसौमुख्य धारणाक्षेपकौशलम् / सहिष्णुता परं धाष्टर्थमिति वादच्छलानि षट् // 31 // * -- शिष्य महोत्सव भ.' * આ લેખના સહલેખક પં, બેચરદાસજી છે.