SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૬] દર્શન અને ચિંતક “હે ભગવન્! ગુણે તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષ બતાવે છે તે જ દે અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તારું સૂત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અથત એકાંતવાદીઓ જેને દેવરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્વમાર્ગને સમજવાનું સાન થાય છે. ” ૧, ૬. ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તેલ તે ન જ આવી શકે એમ બતાવતાં કહે છે – સમૃદ્ધ પત્રવાળે એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળે પણ મોર ગરૂડની ચાલે તે ન જ ચાલી શકે તેમ હે ભગવન ! કઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીઓ તારા વિચારને તે ન જ પહોંચી શકે ? ૧, ૧૨. ભગવાનના અહિંસાના સિદ્ધાન્તમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહામ્ય દર્શાવતાં કહે છે કે હે ભગવન્ ! બીજા વાદીઓને જેને સ્પર્શ સુધ્ધાં નથી થશે એ આ વરૂછવનિકાયનો વિસ્તાર તે જે દર્શાવ્યે છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે મૂકી ગયા છે” ૧, ૧૩. ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થ્યનું વર્ણન કરતાં જણાવે છે કે – “હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનગાર હેવાથી જેઓની ક્યાંય નિષ્ઠા-આસકિત નથી એવા જવલંત ચિત્તવાળા તારા પ્રશિષ્ય જે જાતને યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અથત જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫. આચમેના માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરનો સાક્ષાત્કાર જ ન થતો હોય એવો પિતાને અનુભવ નિવેદતા કહે છે કે – હે જિનેન્દ્ર! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તે પોતે જ સાક્ષાત તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી ૧. પત્રને અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249251
Book TitleSanmatitarka ane Tenu Mahattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size534 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy