SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સન્માનિત અને તેનું મહત્વ [ ૩૭ પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગોથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદોના ભાવથી શિલ છે. ” ૧, ૧૮. ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તે અદ્ભુત છે, એવું એ બીજા કાઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે – કર્તા સિવાય કમ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મના ફળને ભોક્તા છે—એ સિદ્ધાંતને અવલખી જે આઠ પ્રકારનું પગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કઈ કહી શક્યો નથી.” ૧, ૨૬. કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી, એ કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હે શરણ્ય! તારા કર્મવિજ્ઞાનમાં તે માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવેત્તાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષે તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭. - એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રે અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે છે – “હે લેકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમેધ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણે તે ઘણય જાજવલ્યમાન છે, છતાંય અન્ધકારપ્રિય ઘૂવડના કુલને માટે તે તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩. પાપ અને પુણ્ય વિશેની લેકની અજ્ઞાનતાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે માણસ જે પાપને વાંછતો નથી તે પાપનું સ્વરૂપ પણ સમજ નથી અને જે પુણયને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલે મનુષ્ય હેયપાદેયને વિવેક શી રીતે કરે ? ત્યારે હે સુગત! ૧. સરખા – “વૃત્રિમાસુદાં માથમિલાયિનેમ્િ | . सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥' –આ. હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોને ઉલેખ' પુરાતત્વ પરતક રૂ. પ્ર. ૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249251
Book TitleSanmatitarka ane Tenu Mahattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size534 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy