SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતક અને તેનું મહત્ત્વ [ ૯૨૦ નિયતા તેઓમાં સ્વત:સિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાવેત જ બીજા ફાઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાન–ભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘ તપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પી, તેની વ્યવસ્થા અને પ્રભાવના ફરવામાં જ પોતાના પાંડિત્યના ઉપયેાગ કર્યો. " એમની ખત્રીસી વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું ખીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળત્તાથી સમજાયું. તેથીજ તેઓ દીર્થં તપસ્વીના બુદ્ધિગમ્ય તત્ત્વસિદ્ધાંત ઉપર ફિદા થઈ એમની ગદ્ગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પોતાના બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યાં છે. એ સમજવા કેટલાંક બત્રીસીએમાંનાં પદ્મો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચાને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર એ કેમ છે અને હવે તે વધે કેમ? એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતક એ બન્ને ગ્રંથી મહુત્ત્વના છતાં તેમાં સન્મતિતકનું જ સ્થાન મુખ્ય આવે છે. એમાંથી અભ્યાસ માટે તે એકની જ પસંદગી કરવી ય તે। સન્મતિતર્કની જ પસંદગી વિશેષ કુળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતકના અભ્યાસી પ્રવચનસારની ઉપેક્ષા કરે તો ઘણું જ ગુમાવે એ ચોખ્ખુ છે. પ્રવચનસાર કરતાં સન્મતિતનું સ્થાન વિશિષ્ટ હાવા છતાં અને બન્ને મૂળ ગ્રંથાનું પ્રમાણ લગભગ સરખુ હાવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલે વધારે પ્રચલિત છે તેટલે વધારે સમતિત અપ્રચલિત છે, તેનાં શાં કારણા? એ પ્રશ્ન થવા સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જૈન તત્ત્વ નિરૂપવામાં આવ્યાં છે, જ્યારે સન્મતિ તર્કમાં તત્ત્વાનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈ તો લાભ ન ઉઠાવ્યેા. ખીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની ટીકા બહુ મેટી કે ભણનારને મૂંઝવે તેવી નથી; જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણ મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249251
Book TitleSanmatitarka ane Tenu Mahattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size534 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy