________________
૯૨૬ ]
દર્શન અને ચિંતન દૂર કરવા, લેકેમાં ચેતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ
સન્મતિ ઉપરાંત બીજી પણુકૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી; પણ એ બત્રીસ બત્રીસીઓમાં જો ન્યાયાવતાર ન આવતા હોય તે તે અને કલ્યાણુમંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કૃતિઓમાંથી ઉપલબ્ધ છે સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસીઓ, ન્યાયાવતાર અને કલ્યાણ મંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બને છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે.
બત્રીસીઓ કેઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની
અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનેનું વર્ણન છે. એકમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણ મંદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનને અભ્યાસ કરવા માટે ગ્રંથ રચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિને શુદ્ધ વિષય જેને તત્વજ્ઞાનને છે, જ્યારે બત્રીસીઓનો મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનેની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે.
દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારોમાં જેનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તે બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જાતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન હેમચંદ્ર અને યશવિજયજી જેવા તે અપવાદ માત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જતિના અને પિતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમજ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમને સંસ્કૃતભાષા ઉપર કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમકારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી રવચ્છ બનાવી હતી. હુંય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org