________________
સન્મતિત અને તેનું મહત્વ
[ કર૩
નાસ્તિકપણાના આરોપ કરતાં પણ વધારે ભારે મનાતે આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયને વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાન્તની પ્રરૂપણ છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકે દિવાકરથીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહે છે તે સ્ત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તે તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરથી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થંકરની આશાતનાથી ડરનારા અને મૂત્રાશરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કવળજ્ઞાન-કેવળદર્શનને ભેદ માને છે ઇત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરો એ ક્યાંને ન્યાય ? ઊલટું, વિચાર અને તને અગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરથી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદને પિતાને પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠનું સમાધાન કરતાં કહે છે કે સત્રોમાં અભેદપક્ષ વિરૂદ્ધ જે જે કથને છે તે અન્ય દર્શનેનાં મંતવ્યનું માત્ર નયદૃષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાન્ત નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે. ખરે જાણકાર હોય તે તે પૂર્વાપર અર્થની ઊંડી વિચારણા કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમને એમ નહિ.. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાકરી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત ત. ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તે સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિદષ્ટિ કહેવો એ ક્યાંને ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પિતાને આગમ ભાનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી યદષ્ટિવાળા સૂત્રને માત્ર ભણી જેઓ પોતાને સૂત્રધર કહેવરાવવામાં સતિષ માને છે અને એ નયવાદની 5 મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ વાતું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મત્કર્ષથી પિતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકે પિતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશ્રી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org