________________
૯૨૦]
દર્શન અને ચિંતન ૧૦૮ અને ત્રીજા ભાગમાં ૭૫, કુલ ૨૭૫ પ્રાકૃત આયબદ્ધ પડ્યો છે. પ્રવચનસારના ત્રણે ભાગે કોડ નહિ, પણ જૂની ઢબના શ્રતસ્કંધ એવા નામે પ્રસિદ્ધ છે.
પ્રાકૃતભાષા, આણંદ અને ત્રણ ભાગમાં વહેચણું એટલું બાહ્ય સામ્ય જોયા પછી હવે એ બન્ને ગ્રંથોના આંતર સ્વરૂપ તરફ વળીએ. પ્રતિપાઘ વિષય
- પ્રવચનસારમાં ચારિત્રનું પ્રતિપાદન ખાસ એક અધિકારમાં કરવામાં આવ્યું છે, જ્યારે સન્મતિમાં એ વિષય લીધે જ નથી. સન્મતિ ર્કમાં આખું એક કાંડ નયની ચર્ચાથી ભર્યું છે, જ્યારે પ્રવચનસારમાં એ વિષય સ્પર્શી જ નથી. એમાં માત્ર સપ્તભંગીને અતિકમાં ઉલ્લેખ છે, ત્યારે સન્મતિમાં એની પૂર્ણ અને વિશદ ચર્ચા છે, પ્રવચનસારમાં આત્મિક પરિણામના વિકાસને સૂચવતી જે શુભ, અશુભ અને શુદ્ધ પરિણામની હદયં. ગમ ચર્ચા છે તે સન્મતિમાં નથી. બન્ને ગ્રંથમાં જ્ઞાન અને રેયની ચર્ચા તો છે જ, પણ એમાં ઘણું અંતર છે. પ્રવચનસાર મુખ્યપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનને તફાવત જૈન દૃષ્ટિએ સમજાવે છે અને જ્ઞાનને લગતી પ્રાચીન જન પરંપરાને બીજા દર્શનથી જુદી પાડી કાંઈક તર્કપતિએ સમજાવવા પ્રયત્ન કરે છે, ત્યારે સન્મતિમાં એ વિષય જુદી જ રીતે ચર્ચા છે. એ પિતાના સમય સુધીમાં ચાલ્યા આવતા જ્ઞાનને લગતા બધા વાદને એકે એકે લઈ તેની ઊંડી માર્મિક અને અપૂર્વ સમીક્ષા તેમ જ પરીક્ષા કરે છે અને એમાં દિવાકર શ્રી પિતાને તદ્દન સ્વતંત્ર તેમ જ નવો વાદ મૂકે છે તેમ જ સ્થાપે છે. તે વાદ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન વચ્ચે ભેદ ન માનવાને. આ વાદ સ્થાપતાં તેઓશ્રીએ પ્રાચીન વાદને બહુ ઝીણવટથી મ્યા છે અને તેમાં તર્કદષ્ટિએ દેખાતા દોષોને દર્શાવ્યા છે. એ જ રીતે પ્રવચનસારમાં છે તે કરતાં સન્મતિની યચર્ચા જુદી જાતની છે. પ્રવચનસારમાં જન પરંપરા પ્રમાણે મનાતાં છ દ્રવ્યોનું આગમિકશૈલીએ શ્રદ્ધાગઓ વર્ણન છે, જ્યારે સન્મતિમાં એમ નથી. એ તે વિસ્તારથી એટલું જ વર્ણવે છે કે જનદષ્ટિએ
યંતત્ત્વનું સ્વરૂપ કેવું માનવું જોઈએ. એ સ્થાપતાં એણે મૃદુતાથી વિરોધી દષ્ટિઓની ખૂબ ઝાટકણી કોઠી છે. પ્રતિપાદનશૈલી
- પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક રેલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org