Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ સન્મતિતક અને તેનુ મહત્ત્વ દિવાકરશ્રીના અને સન્મતિને પ્રભાવ વીર્ અને વિદ્વાન પુરુષની પ્રભા કાંઈ પાતાના જ કુલને વ્યાપીને અટકતી. નથી; એ તો સહસ્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે. દિવાકરશ્રી પાતાની પરંપરામાં તે ગવાયા જ છે, પણ એમના તેજોખળથી આકર્ષાયેલા બીજા ા વિદ્વાન આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિસાયુ નથી. હરિવશપુરાણુના કર્તા મહાકવિ જિનસેનાચાય (પ્રથમ) પોતાના એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મેટા મોટા પ્રભાવશાળી આચાર્યાંનુ અને કવિએનુ સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદરસાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા ખીજા જિનસેનસૂરિ, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર અનવીય અને પતિ લક્ષ્મીભદ્ર વગેરે દિગમ્બર પડિતાએ પોતપોતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરશ્રીની જેમ એમની કૃતિઓનો પણ કાંઇ ઓછે. પ્રભાવ વિસ્તરેલા. નથી. તત્ત્વાર્થરાજવાતિના પ્રણેતા ભટ્ટ અકલ કાિરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પોતાના વાતિકને શૈભાવ્યું છે, તત્ત્વા શ્લોકવાતિ કના કોં શ્રી. વિદ્યાનંદ સ્વામી અપનામ પાત્ર}સરીજીએ એ વાતિકતી વ્યાખ્યામાં. પોતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉર્દૂરીને સન્મતિના પ્રામાણ્યનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિય ટીકામાં પણ્ આચાર્ય અનતવીય સન્મતિની ગાથાને વિસારતા નથી. દિવાકીની કૃતિને પ્રભાવ કાંઈ આટલેથી જ અટકયો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાય અકલંક ભટ્ટની લત્રીયસ્ત્રય એ જાણે સન્માંતનુ પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કાર દિવાકરથી અને સન્મતિના પ્રભાવ વિસ્તરેલા જોઈ એ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કઈ કૃતિ ઉપર કેાઈએ સાધારણ ટિપ્પણી સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તસમીક્ષારૂપ ચિનગારીને લીધે લાંકા ભડકથા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હોય. એથી તેઓએ દિવાકરથી અને તેમની કૃતિને ભલે અભિનદી હાય, પણ પેલી ભડકામણને લીધે તે દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીને ૨૫થ કરતાં અચકાયા હાય. વધુ સંભવ તા એ છે કે એ ખત્રીસીએને કાઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩૨ શ્લોકની ભાત્ર એકવીશ બત્રીસી છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તે સહેજે વીતી જાય અને શ્રીજો આયાસ થાય તે તે વળી જુદા જ. હવે તે દેશમાં અજ્ઞાનતાના ધૂમસને Jain Education International For Private & Personal Use Only { ૯૨૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32