Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ભારતીપૂજામાં ગુજરાતને ફાળે સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગને મુકાબલે ગુજરાતનું સ્થાન કયાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તે ગૂજરાતીઓને જામત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને તર પ્રાન્તના દેશવાસીઓને ગૂજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અત્રે ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું ખસ થશે કે ભારતી દિમાં સાહિત્યે પાસનાનું નૈવેદ્ય ધરવામાં પેાતપેાતાની ઢબે બીજા પ્રાંતાએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તેવા ભાગ લેવામાં કૈસ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ધણા અંશેામાં તે તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહૈિ, પણ ખીજા પ્રાંતા કરતાં ચઢિયાતુ યે છે. જૂના યુગને આદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનેાને જોઈ એ છીએ તે તેઓ વ્યાકરણ, કાય, કાવ્ય, નાટક, અલ’કાર, દન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્યાના પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકષ ક ભાષ્ય અને ટીકાગ્રંથે ચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્યાના આમિક અનેકાન્તવાદને તાર્કિકપતિએ વિશદ કરતા ગ્રંથાને રચી જુદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાને વળી તત્ર, શૈવ અને પાશુપતદન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદક કૃતિ સર્જી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રા પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યના કરતા દેખાય છે. [ ૯૩૧ સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલા ભાગ આપ્યા એનુ પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તે એમ જ માનવું જોઈ એ કે એ બધા ફાળા ગૂજરાતે આપેલા કાળા જ છે, અને તેમાં જ ગૂજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિર્ષના જ મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32