________________
a૩૨ ]
દર્શોન અને ચિંતન
ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનુ અદ્ભુત નિદર્શન દાનિક અને તાર્કિક ગ્રંથા મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણા જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પેાતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે.
ગુજરાતમાં ઔદ્ધ વિદ્વાનાને હાથે રચાયેલી કાઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દાન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર સિદ્ધસેન, મલ્લવાદી,સિંહક્ષમાશ્રમણ, જિનભ, હરિભદ્ર, શાંત્યાચાય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર,જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલ્લિòષ્ણુ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી. યજ્ઞવિજ્યજી એ બધા જૈન શ્રમણે જ છે, અને તેમાં કેટલાયે તા એવા છે કે જેની એકએકની કૃતિઓની સ ંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિએ અને તેમાંયે સન્મતિતક પ્રસ્તુત છે અને તેથી ગૂજરાતે ગૌરવ લેવું જોઈ એ કે સન્મતિ અગર તેની ટીકા એ ગૂજરાતનુ સર્જન છે.
આપણું જૂનામાં જૂતું જે જ્ઞાન સચવાઈ રહ્યુ છે તેનાં સાધનામાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ ( લાયબ્રેરી )ની પ્રથા આ દેશ માટે નવી નથી. એને ઇતિહાસ જેવા મહત્ત્વના છે તેવા જ આકર્ષક છે. આપણા દેશમાં ભડારો એ જાતના છે: વ્યક્તિની માલિકીના અને સુધની માલિકીના. બ્રાહ્મણ સપ્રાદ્દાયના ભડાશ મેટેભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભડાય પણ છેવટે સંધના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંધની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેકડા મેાટા મેાટા જૈન ભારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અપ્રિય ગૂજરાતે માત્ર પૈસાના સંગ્રહ નથી કર્યાં, કિન્તુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરા તે જૈન ભડારાને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબુડી, કાડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં ખીજી વસ્તુ પહેલાં ભડારા જ આવે છે. આવા સેકડ ભડારા ગુજરાતે સાચવ્યા છે અને તેમાં લાખા વિવિધ પુસ્તકા સચવાયેલાં છે. જૈન ભંડારા એ કાંઈ માત્ર જૈન પુસ્તકાના જ સંગ્રહસ્થાને નથી. એના સ્થાપકા અને રક્ષકાએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયના પુસ્તકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org