Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ #39 ] દર્શન અને ચિંતન સાધારણ મુદ્ધિવાળા માટે અગમ્ય હાવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયાગી ન લાગે એવા પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનુ મહત્ત્વ ધટતુ નથી, ઊલટુ' તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સવ ભાગ્ય જ નથી હાંતી અથવા જે સભાગ્ય ન હોય અગર તે અપભાગ્ય હોય તેની કિંમત ઓછી એવા પણ નિયમ ખાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્ત્વ તેની કક્ષાના પ્રત્યેાજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવુ જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી. અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદ્દેશ પ્રમાણે બહુ ઊંચું છે. ખૌદ્ધદર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દ્રશ્યના અને દિગંબર સ'પ્રદાયના નવમા સૈકા સુધીના જે માટા મોટા આકર ગ્રંથ હતા તે બધાંના સપૂણૅ વિષયોના સંગ્રહ કરી તેના ઉપર જૈનદષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એ જ શ્રી. અભયદેવસૂરિને ઉદ્દેશ તે ટીકા રચવામાં હતા, અને, પ્રા. લાયમન પોતાના અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે, તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પોતાના સમય પહેલાં સંસ્કૃત દનસાહિત્યમાં આકર ગ્રંથાનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લોક જેટલું વધ્યું હતું. ઔદ્દનનો મહાન ગ્રંથ તત્ત્વસંગ્રહ લે કે વૈદિક દર્શોનાનાં વાર્ત્તિક આદિ કાઈ ગ્રંથા લે, દિગમ્બરાચાર્યના માત્તે ડાર્દિ ગ્રંથે લે કે શ્વેતાંબરાચાય ના નયચક્ર આદિ ગ્રંથા લે. એ બધા લગભગ અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. તે બધાથી કદ મેટું કરી પૂČકાલીન સમગ્ર ચર્ચાઓના સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્ર્લોકપ્રમાણુ ટીકા રચી અને તેને દાનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આવા મહાન ઉદ્દેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જો એના એટલા વિસ્તાર કરવામાં તેઓએ કૃપશુતા કરી હોત તો દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાનિક વિષયોની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જેવા મળત. તેથી ટીકાના વિસ્તાર એ એનુ ખરું મહત્ત્વ છે, કાર કે તેથી જ તેને ઉદ્દેશ સધાય છે. અગિયારમા સૈકા પછી શ્વેતાંમર સાહિત્યમાં એવા પણ ગ્રંથ રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણુ ગણા છે, છતાં એ મહાકાય ગ્રંથ અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રસ્તુત ટીકામાં સંગૃહીત થયેલ વિધ્યા તેમતે સરળતાથી મળી ગયા છે. એક બીજી દષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે શમા સૈકા પછીના ગ્રંથેની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાના પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ વડે જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32