Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 16
________________ સન્મતિતક અને તેનું મહત્વ [ ૯૩૩ સંગ્રહવાને પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવા બહુ જૂતાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તક જૈન ભંડારમાં મળી આવે છે, જે બીજે ક્યાંય લભ્ય નથી. પુસ્તકે માત્ર કાગળ ઉપર જ લખાયેલાં નથી, તાડપત્રનાં પણ હજારે પુસ્તકો અને તેનાં આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગૂજરાતે કર્યું છે. એવા ભંડારમાં સન્મતિતની અનેક પ્રતિઓ સચવાયેલી રહી છે. તે કાગળ અને તાડપત્ર અને ઉપર લખેલી મળે છે. સન્મતિતર્ક અને ગૂજરાત વિદ્યાપીઠ મૂળ અને ટીકાનું અસાધારણ મહત્ત્વ જોઈને જ એ ગ્રંથના અભ્યાસની અને પછી તેને અનુવાદ કરવાની લાલચ જન્મી; એ લાલચમાંથી સંપાદનની મમતા જાગી, વ્યાપાર અને અર્થપ્રધાન ગણાતા ગુજરાતની વિદ્યાની બાબતમાં લાજ રાખવાને જ કેમ જાણે જૈનાચાર્યોએ જે કિંમતી સંસ્કૃત સાહિત્ય ભારતને અને વિશ્વને ચરણે ધર્યું છે તેમાં સન્મતિત–ટીકાનું પણ સ્થાન છે. એવા એક ગુજરાતની જોજલાલીના અને વિદ્યાવિલાસના સમયમાં ગૂજરાતમાં જ રચાયેલા અને ગુજરાતના જ ભંડારમાં મુખ્યપણે સચવાયેલા આકર ગ્રંથનું પ્રકાશન ગૂજરાતમાંથી જ થાય તો વધારે સારું, એમ સમજી કેવળ જૈન સમાજની કોઈ પણ સંસ્થાએ કરવા જોઈતા કામને ગૂજરાત પુરાતત્વ મંદિરે અપનાવ્યું અને વિદ્યાપીઠની ઉદાર નીતિએ એ કામ કરવામાં અકર્ણ પ્રોત્સાહન આપ્યું. પરિણામે એના ચાર ભાગો પ્રસિદ્ધ થઈ ગયા અને છેલ્લે ભાગ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. લગભગ વીસ-પચીસ હજાર રૂપિયા જેટલે ખર્ચ કરી એ સંસ્થાએ ગૂજરાતના ગ્રંથરત્નની કેવી આરાધના કરી છે એ વાત તે સમભાવી તટસ્થ વિદ્વાન જ જાણી શકે. આ સ્થળે ગૂજરાત પુરાતત્વ મંદિરના એ ઔદાર્યની ધ એટલા માટે લેવામાં આવે છે કે ઘણા ખરા એ વસ્તુ ન જાણતા હોય તેને વિદિત થાય, પણ હવે છેલ્લી અને મુદ્દાની વાત ઉપર આવીએ. સશધિત આવૃત્તિનો ટૂંકો પરિચય મૂળ ગ્રંથ અને ટીકાનું પઠન-પાઠન સંપ્રદાયમાં ન હતું અથવા તે તદ્દન નવું હતું, એમ માનવાને ઘણાં કારણે છે. પરિણામે વખત વહેવા સાથે નકલની અને અશુદ્ધિઓની વૃદ્ધિ અનેક રીતે થતી જ ગઈ. પાઠે નષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32