Book Title: Sanmatitarka ane Tenu Mahattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 21
________________ હ૩૮ ] દર્શન અને ચિંતન તે તે હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત ધણા લેકે પુણ્યને જ પિતાનું હિતકર સમજીને સકામ પ્રવૃત્તિ કર્યો કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તે તે પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯. ઈંદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનને અધિક મહિમા વર્ણવતાં કહે જગતના જે અંધકારને નાશ સહસ્ત્રલોચન-ઈકનું વજ પણ ન કરી શક્યું, સહસ્ત્રકિરણવાળો સૂર્ય પણ ન કરી શકો, હે ભગવન! તે જ અંધકારને તે ભેદી નાખ્યો.” ૪, ૩ વાસનાથી ભરેલો માનવ ભગવાનની મુદ્રાને જોઈને સંતોષ પામે કે કેમ? એ વિશે જણાવે છે કે (હે ભગવન! તું તો સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયથી પર છે ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષય કષાયોથી ભરેલો છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટે સ્તંભ પરિતિષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિષ કેમ થઈ શકે?” ૪,૪. અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે – “સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્! તારામાં–તારા. અનેકાંતવાદમાં બધી દષ્ટિએ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી. નદીઓમાં ક્યાંય સમુદ્ર કળા નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતદષ્ટિએમાં તું ક્યાંય કળાતો નથી. ” ૪, ૧૫. પોતપોતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી. સિદ્ધસેનને કહે છે કે, “અમુક વિચાર તે ન છે, તમે પણ આજકાલના છે અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.” આ વાદીઓ પ્રત્યે તેઓને ઉદગારે આ પ્રમાણે છે ૧. જુઓ અને સરખાવો– - “જિનવરમાં સઘળાં દરિસણું છે, દર્શને જિનવર ભજના રે સાગરમાં સઘળી તટિની છે, તટિનીમાં સાગર ભજના રે.” ---આનંદઘનજીનું નમિનાથનું સ્તવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32