Book Title: Sanmatitarka ane Tenu Mahattva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ** ] દર્શન અને ચિંતન વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તે સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દનાનાં સૂત્રા અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્ય--પદ્યને ભેદ હાવા છતાં શુદ્ધ તર્ક દૃષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. રચનાના ઉદ્દેશ દિવાકરશ્રીએ સન્મતિતર્ક એ ઉદ્દેશથી રમ્યા હાય તેમ લાગે છે : ( ૧ ) સ્વસપ્રદાયમાં વિચારશક્તિ અને તર્ક બળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવા, અને ( ૨ ) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળ તત્ત્વાની પ્રતિષ્ઠા કરવી. જૈન નિર્દેથી મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્થૂલ રૂઢિઓમાં જકડાઈ સકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાડી સાધુસધ મોટેભાગે શબ્દપથી થઈ ગયા હતા અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંતો દેશ---કાળ પ્રમાણે હટાવી તેનેા વિસ્તાર કરવાને બદલે તે નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારો અને વ્યવહાર તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કાઈ ચાલતી પ્રથા બહારના વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે તે તેને તેએ! શ્રદ્ધા વિનાના-સમ્યગ્દર્શન વિનાનાકહી વગેાવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ અળ શ્રમણસધમાં હતું તેને ઉપયેગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે ઢિ સાચવવામાં જ થતા. આ સ્થિતિ દિવાકરશ્રીને ખટકી. તેએકને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાન્તો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાન્તો દેશ-કાળના ધનથી પર હાવાને લીધે તેને પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જાતુ કે નવું જે કાંઇ વાસ્તવિક હાય તે બધું સમાવવાને અવકાશ છે. ફક્ત તે માટે સૂક્ષ્મ વિચાર કેળવવા જોઈએ, તર્ક શક્તિ ખીલવવી જોઈ એ અને પ્રનાને વિકાસ કરવા જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધા ન્તોની ખૂબીઓનુ ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતુ; જ્યારે ખીને શ્રમણવગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતો; ઊલટુ, ભગવાનના જ સિદ્ધાંતની પોષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે છ ંછેડાઈ જતા અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતા કે તમે તે સ્વસિદ્ધાન્તની પ્રરૂપણા નહિ પણ તીર્થંકરની અવજ્ઞા–આશાતના કરે છે. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાને આશપ જૈન પરંપરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32